• Home
  • News
  • આ રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરમાં ખાધો માર, વિડિયો વાયરલ થયો, અજબ ગજબ છે કારણ
post

આ વિડિયો સાચો છે પણ સીએમ બઘેલે રાજ્યમાં ચાલી આવતા રિવાજના ભાગરુપે પરંપરા નિભાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-25 18:38:53

નવી દિલ્હી: કોઈ રાજ્યના મુખ્યમંત્રીને કોઈ સામાન્ય વ્યક્તિ સરેઆમ મારે અને સીએમ કે તેમની સિક્યુરિટી કોઈ પ્રતિકાર ના કરે તેવુ કદાચ આપણે વિચારીએ પણ નહીં.

જોકે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલનો એક વિડિયો સામે આવ્યો છે.જેમાં એક વ્યક્તિ ભૂપેશ બઘેલને જાહેરમાં હાથ પર મારતો નજરે પડે છે. જોકે એ પછી પણ બઘેલ હસતા નજરે પડે છે. લાફા માર્યા બાદ ભુપેશ બઘેલ અને આ વ્યક્તિ એક બીજાનુ અભિવાદન કરતા નજરે પડે છે.

આ વિડિયો સાચો છે પણ સીએમ બઘેલે રાજ્યમાં ચાલી આવતા રિવાજના ભાગરુપે પરંપરા નિભાવી હતી.રાજ્યમાં ગૌરા ગૌરી પૂજા કરવામાં આવે છે અને આ પ્રંસગે જો હાથ પર મારવામાં આવે તો અનિષ્ટ ટળી જતુ હોય છે અને ખુશી આવતી હોય છે. બઘેલ દર વર્ષે આ પૂજામાં ભાગ લે છે અને હાથ પર માર ખાવાની પરંપરાને નિભાવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post