• Home
  • News
  • વિશ્વના સૌથી મોટા ધનકુબેર સાથે નથી રહેવા માંગતી પુત્રી, કોર્ટે નામ બદલવાની પણ આપી મંજૂરી
post

એલન મસ્કની દિકરી લિંગ પરિવર્તન કરાવ્યા બાદ હવે 18 વર્ષીય ઝેવિયર હવે વિવિયન જેન્ના વિલ્સન તરીકે ઓળખાશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-25 14:48:44

નવી દિલ્હી: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક ક્યારેક પોતાની ગર્લફ્રેન્ડને લઇને તો ક્યારેક ટ્ટીટર ડીલને લઇને કોઇને કોઇ વિવાદોમાં ઘેરાયેલા રહે છે. ત્યારે ફરી એકવાર તે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તે કોઇ ડીલને લઇને નહી પરંતુ પોતાની ટ્રાન્સજેન્ડર દીકરીને લઈને ચર્ચામાં છે. એલન મસ્કની ટ્રાન્સજેન્ડર દીકરીએ પોતાનું નામ બદલવા માટે અરજી દાખલ કરી હતી. 

કોર્ટે અરજી સ્વીકારી 

જેવિયર મસ્કે કોર્ટમાં એક અરજી આપી હતી, જે મુજબ તે પોતાનું નામ બદલવા માંગે છે. કોર્ટે આ અરજી સ્વીકારી લીધી છે અને ઝેવિયરને તેનું નામ બદલવાની મંજૂરી આપી છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, ટૂંક સમયમાં જ તેને નવું જન્મ પ્રમાણપત્ર આપવામાં આવશે.એલન મસ્કની દિકરી લિંગ બદલીને ઝેવિયર સ્ત્રીમાંથી પુરુષ બન્યો છે. એટલા માટે તે પોતાનું નામ પણ બદલવા માંગતી હતી. વિલ્સન કોર્ટમાં પોતાનું નામ બદલ્યા પછી, તેણે તેના નવા જન્મ પ્રમાણપત્ર પર નવી લિંગ ઓળખ માટે અરજી કરી છે. 

જેવિયર હવે વિવિયન જેન્ના વિલ્સન 

મળતી માહિતી પ્રમાણે, એલન મસ્કની દિકરી લિંગ પરિવર્તન કરાવ્યા બાદ હવે 18 વર્ષીય ઝેવિયર હવે વિવિયન જેન્ના વિલ્સન તરીકે ઓળખાશે. કોર્ટે તેનું નામ બદલવાની અરજી સ્વીકારતા આ નવું નામ મળશે.એલન મસ્કની પુત્રી પિતા સાથે રહેવા માંગતી નથી, અને પોતાની એક અલગ ઓળખ બનાવવા માંગે છે. અને તે હવે પોતાના પિતા સાથે કોઇ સંબંધ રાખવા માંગતી નથી.  એક મીડિયા રિપોર્ટ્સમાં મસ્કની ટ્રાન્સજેન્ડર દીકરીનું નામ જેવિયર એલેકઝેડર મસ્ક અને તેમની માતાનું નામ જસ્ટિન વિલ્સન જણાવવામાં આવ્યું છે. તે પોતાની નવી ઓળખના રૂપમાં મહિલાથી પુરુષના રુપમાં એટલે કે લિંગ બદલીને પોતાનું નવું નામ દાખલ કરવાનો અનુરોધ કર્યો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post