• Home
  • News
  • વેબ સિરીઝ 'ફેક'ની પહેલી સિઝન 8 એપિસોડની હશે, દરેક એપિસોડ પર 8 કરોડનો ખર્ચો થશે, એકલા શાહિદની ફી 80 કરોડ રૂપિયા
post

અત્યાર સુધી 30 દિવસનું શૂટિંગ કરવામાં આવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-08 16:11:07

શાહિદ કપૂર થોડા દિવસો પહેલા ગોવામાં એક વેબ સિરીઝનું શૂટિંગ કરી રહ્યો હતો. દિવ્ય ભાસ્કરને આ સિરીઝ સાથે સંબંધિત કેટલીક જાણકારી મળી છે. સેટ પર હાજર લોકોએ જણાવ્યું કે, જેવું કે રિપોર્ટ્સમાં જણાવામાં આવી રહ્યું હતું કે, આ પ્રોજેક્ટનું નામ અશ્વલિંગાનથી. આ એક અલગ પ્રોજેક્ટ છે, તેના પર પણ ડાયરેક્ટર જોડી રાજ એન્ડ ડીકેની સાથે શાહિદની વાત ચાલી રહી છે. ગોવામાં શૂટ થઈ રહેલી આ વેબ સિરીઝનું નામ ફેકછે.

મેકર્સે શાહિદને 80 કરોડમાં સાઈન કર્યો
આ સિરીઝ બે સિઝનમાં રિલીઝ થશે. દર સિઝનમાં આઠ એપિસોડ હશે. તેના દરેક એક એપિસોડનું બજેટ સાતથી આઠ કરોડ રૂપિયા છે. એકલા શાહિદને જ મેકર્સે 80 કરોડમાં સાઈન કર્યો છે. અત્યાર સુધી બેથી ત્રણ એપિસોડનું કન્ટેન્ટ શૂટ કરવામાં આવ્યું છે. મેકર્સની વ્યૂહરચના પહેલી સિઝનનું 100 દિવસમાં શૂટિંગ પૂરું કરવાનું છે.

14 વિલાના રિસોર્ટમાં બાયો બબલમાં ટીમ રોકાઈ હતી
ગોવામાં સિરીઝનું બીજું શિડ્યુઅલ લગભગ એક મહિનામાં શૂટ થવાનું હતું, પરંતુ ટીમ માત્ર 10થી 12 દિવસ જ શૂટિંગ કરી શકી. કોરોનાની બીજી લહેરના કારણે શૂટિંગને સમય પહેલા પેકઅપ કરવું પડ્યું. 30 દિવસની જગ્યાએ હવે માત્ર 10થી 12 દિવસનું શૂટિંગ કરી શકી. તેના સેટ પર 100 લોકોની હાજરી હતી. તમામને નજીકના 14 વિલા રિસોર્ટમાં બાયો બબલમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન કોઈને પણ કોવિડનું ઈન્ફેક્શન નહોતું થયું તેમ છતાં મેકર્સે સાવચેતી રાખતા શૂટિંગ બંધ કર્યું હતું.

શાહિદના દાદાના રોલમાં અમોલ પાલેકર હશે
સિરીઝમાં ઘણા વર્ષો બાદ વેટરન એક્ટર અમોલ પાલેકર પણ કમબેક કરી રહ્યા છે. શાહિદનું પાત્ર આ સિરીઝમાં એક નકલી નોટ છાપનારનું છે. આ કામ તેને પોતાના દાદા પાસેથી વારસામાં મળ્યું છે. આ પ્રકારની નકલી નોટનો ધંધો કરવાની સાથે તેમાં દાદા અને પૌત્રની વચ્ચે એક અનોખો સંબંધ બતાવવામાં આવશે. હકીકતમાં શાહિદની ભૂમિકાના દાદાનું એક જમાનામાં પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ હતું. આગળ જઈને શાહિદના પાત્રએ પ્રિન્ટિંગ પ્રેસના મશીનમાંથી નકલી નોટ છાપવાનું શરૂ કરી દીધું. સિરીઝમાં શાહિદના દાદાનો રોલ અમોલ પાલેકર નિભાવી રહ્યા છે.

ગોવામાં રીક્રિએટ કરવામાં આવ્યું હતું મુંબઈ
અત્યાર સુધી સિરીઝનું શૂટિંગ ગોવામાં કરવામાં આવ્યું છે, જેથી આગળ તેનું શૂટિંગ ક્યાં કરવામાં આવશે તે એક મોટો સવાલ છે. કહાનીનો બેકડ્રોપ મુંબઈનો છે. જો કે ત્યાં ટોટલ લોકડાઉનના કારણે શૂટિંગ બંધ છે, તેથી ટીમ ગોવમાં મુંબઈનો સેટ રીક્રિએટ કરીને શૂટિંગ કરી રહી હતી. હવે ગોવામાં પણ કોવિડની સ્થિતિ વણસી જતા આગળનું શૂટિંગ કોઈ અન્ય લોકેશન પર કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post