મંગળવારના રોજ વહેલી સવારે બોલિવુડમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા હતા. બોલિવુડ અભિનેતા ગોવિંદાના પગમાં ગોળી વાગી હતી. આ ગોળી તેની પોતાની બંદુકમાંથી વાગી હતી.
બોલિવુડ
ફેમસ અભિનેતા ગોવિંદાને 1
ઓક્ટોબરના
રોજ પગમાં ગોળી વાગી હતી.ત્યારબાદ તેને જલ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ગોળી વાગ્યા બાદ તેના શરીરમાંથી ખુબ જ લોહી નીકળતું
હતુ. જેના કારણે તેની સ્થિતિ ગંભીર બની ગઈ હતી. ગોળી વાગ્યા બાદ ગોવિંદાનું પહેલું
નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું તેના પગમાંથી ગોળી બહાર કાઢવામાં આવી
છે.
હોસ્પિટલમાંથી
ઓડિયો મેસેજ સામે આવ્યો
આ
સમગ્ર ઘટના બાદ ગોવિંદાનું પહેલું નવિદેન સામે આવ્યું છે. તેમણે હોસ્પિટલમાંથી
ઓડિયો મેસેજ દ્વારા કહ્યું તમારા સૌના આશીર્વાદ અને બાબા ભોલેના આશીર્વાદથી ગુરુ
કૃપાના કારણે જે ગોળી વાગી હતી. જે બહાર કાઢી લેવામાં આવી છે. હું ડોક્ટરનો આભાર
માનું છુ આ સાથે આપ સૌને મારા માટે પ્રાર્થના કરવા માટે આભાર, ગોવિંદાના આ ઓડિયો
મેસેજમાં તેના અવાજથી અંદાજો લગાવી શકાય કે,તેની સ્થિતિ ખુબ ગંભીર હતી.
ભૂલથી વાગી ગોળી
હાલમાં
ગોવિંદા હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ મુંબઈ પોલીસ ઘટના સ્થળે
પહોંચી ગઈ છે. તેની બંદુકને જપ્ત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ભૂલથી ગોળી વાગવાના
કારણે ગોવિંદાને ઈજા થઈ છે. પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. ડોક્ટરે
કહયું હાલમાં અભિનેતાની સ્થિતિ સારી છે. હજુ તેને હોસ્પિટલમાં જ રાખવામાં આવશે.
ગોવિંદાના મેનેજરે
મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, સવારે 5 વાગ્યે જ્યારે અભિનેતા કોલકાતા જવાની તૈયારી કરી
રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી.હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, કાશ્મીરા ગોવિંદાના ખબર
અંતર પુછવા માટે હોસ્પિટલ પહોંચી છે. આ સિવાય ગોવિંદાનો ભાઈ કૃતિ કુમાર અને
ભત્રીજો હોસ્પિટલ પહોંચ્યો છે.