• Home
  • News
  • અબ હમારે હવાલે વતન સાથીઓ... 1 જૂનથી અન્ય રાજ્યમાં જવા માટે પાસની જરૂર નહીં, હવે રાત્રે 9થી સવારે 5 કર્ફ્યૂ
post

સરકારે લોકડાઉન 5 અંગે ગાઇડલાઇન જાહેર કરી, તેને UNLOCK 1 નામ આપ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-01 11:12:07

નવી દિલ્હી: બે મહિના કરતા વધુ સમય બાદ હવે દેશ ખૂલી રહ્યો છે. કેન્દ્ર સરકારે 5મા તબક્કાનું એલાન કરતા તેને લૉકડાઉનના બદલે અનલૉક-1 તરીકે ઓળખાવ્યો છે. આવું એટલા માટે કારણ કે આ દરમ્યાન મોટાભાગની ગતિવિધિઓ શરૂ થઈ જશે. આ તબક્કો 8 જૂનથી શરૂ થશે જેમાં હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળ, મૉલ્સ વગેરે ખૂલી જશે. દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે. જોકે સ્કૂલ, કોલેજ, સિનેમાઘર વગેરે અત્યારે ખૂલશે નહીં. છેલ્લા ચાર તબક્કામાં જે પ્રકારે કેસ અને મોતની સંખ્યા વધી છે એ જોતા હવે દરેક વ્યક્તિએ વધારે સતર્કતા અને સાવચેતી રાખવી પડશે. આપણું જીવન હવે સંપૂર્ણપણે આપણા હવાલે છે. શનિવારે લૉકડાઉન ખોલવાની જાહેરાત કરતા ગૃહ મંત્રાલયે ત્રણ ફેઝનું એક લીસ્ટ જાહેર કર્યું છે. જે મુજબ લૉકડાઉન ખોલવામાં આવશે. હવે જે નવો નિયમ આવ્યો છે તેમાં કર્ફ્યૂનો સમય પણ બદલાઈ ગયો છે. હવે રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી બિનજરૂરી કામસર ઘરની બહાર નીકળી શકાશે નહીં. લૉકડાઉન 4માં કર્ફ્યૂનો સમય સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધીનો હતો. બીજા તબક્કામાં સ્કૂલ, કોલેજો, કોચિંગ ક્લાસ, શિક્ષણ સંસ્થાઓ, ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટ ખોલવા માટે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની ચર્ચાના આધારે નિર્ણય લેવાશે. 

કેન્દ્રની જોગવાઇમાં કોઇ ફેરફાર કરી શકશે નહીં
ત્રીજા તબક્કામાં સ્થિતિની સમીક્ષા બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, મેટ્રો રેલ, સિનેમાઘર, જિમ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક, ઑડિટોરીયમ, રમતગમત, રાજકીય રેલીઓ, ધાર્મિક આયોજન અને મોટી સંખ્યામાં ઉમટે એવા આયોજનો અંગે નિર્ણય લેવાશે. કેન્દ્રની આ જોગવાઈઓમાં રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશો ફેરફાર કરી શકશે નહીં. દરેક જિલ્લા કલેક્ટરોએ તેનું કડકાઈથી પાલન કરવાનું રહેશે. 

હવે 3 તબક્કામાં આ રીતે અનલૉક થશે દેશઃ કન્ટેઇમેન્ટ ઝોનમાં આકરા નિયંત્રણો રહેશે, અહીં 30 જૂન સુધી લૉકડાઉન-5 યથાવત્

પ્રથમ ફેઝ
8
જૂન પછી આ સ્થળો ખૂલશે

·         ધાર્મિક સ્થળો/ઈબાદતના સ્થળો

·         હોટેલ, રેસ્ટોરન્ટ અને હૉસ્પિટાલિટી સાથે જોડાયેલી સેવાઓ,  શૉપિંગ મોલ્સ

·         આરોગ્ય મંત્રાલય આ માટે SOP ઇસ્યુ કરશે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય અને કોરોના ફેલાય નહીં

બીજો ફેઝ

·         સ્કૂલ, કોલેજ, એજ્યુકેશન, ટ્રેનિંગ અને કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ રાજ્ય સરકારોની સલાહ અનુસાર ખૂલશે

·         રાજ્ય સરકાર બાળકોના માતાપિતા તથા સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો સાથે ચર્ચા કરી નિર્ણય લેશે

·         ફીડબેક મળ્યા પછી આ સંસ્થાઓ ખોલવા અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે

ત્રીજો ફેઝ

·         પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષાના આધારે આ સેવાઓ શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાશે

·         ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ

·         મેટ્રો રેલવે

·         સિનેમા હૉલ, જિમ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હૉલ વગેરે. 

·         સોશિયલ, પોલિટિકલ, સ્પોર્ટસ એન્ટરટેઇનમેન્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક સમારોહ તથા અન્ય મેળાવડા. 

વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન અપાશે
હવે માસ્ક વિના ઘરની બહાર નીકળી શકાશે નહીં. જાહેરમાં કોઈ પણ જગ્યાએ અનિવાર્યપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. નિયમનો ભંગ કરનાર સામે આકરી કાર્યવાહી થશે. 

રાત્રિનો કર્ફ્યૂ હવે રાતે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી, મોર્નિંગ વૉક માટે જઈ શકીશું

·         સમગ્ર દેશમાં કર્ફ્યૂનો સમય હવે રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધીનો રહેશે. તેના પાલન અંગે સ્થાનિક અધિકારી આદેશ જારી કરશે.

·         કન્ટેઇનમેન્ટ ઝોનના નિયંત્રણો અંગે જિલ્લા અધિકારીઓ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર નિર્ણય લેશે.

·         કન્ટેઇનમેન્ટ ઝોનમાં જરૂરી ગતિવિધિઓને મંજૂરી યથાવત રહેશે. સ્થિતિ પર નિયંત્રણ રાખવા માટે અન્ય ઝોનમાં અવરજવર પર પાબંદી રહેશે. આ ઝોનમાં કૉન્ટેક ટ્રેસિંગ સઘન રીતે કરાશે. દરેક ઘર પર નજર રહેશે.

·         રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં કન્ટેઇનમેન્ટ ઝોનની બહાર જ્યાં કેસ મળવાની શક્યતા છે ત્યાં બફર ઝોન નક્કી કરી શકશે.બફર ઝોનમાં જિલ્લા તંત્ર નિયંત્રણો મૂકશે.

·         રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો ઈચ્છે તો કન્ટેઇનમેન્ટ ઝોનની બહાર પણ નિયંત્રણો મૂકી શકે છે.

આ ગતિવિધિઓ પર પાબંદી નહીં: અન્ય રાજ્યમાંથી અવરજવર, સામાનની હેરફેર પર રોક નહીં

·         રાજ્યોની વચ્ચે લોકોની અવરજવર કે માલસામાનની હેરફેર પર કોઈ રોક નહીં. 

·         પણ જો રાજ્યોને સ્થિતિની સમીક્ષા બાદ લોકોના આરોગ્યના હિતમાં અવરજવર પર નિયંત્રણ મૂકવાની જરૂર લાગે તો તેમણે નિયમોનું પાલન કરાવવાનું રહેશે.

·         પેસેન્જર ટ્રેન, શ્રમિક એક્સપ્રેસ, ડોમેસ્ટિક વિમાન પ્રવાસ, વિદેશોમાં લૉકડાઉનના કારણે ફસાયેલા ભારતીયો, વિદેશી નાગરિકોને દેશમાંથી બહાર જવા માટે નિયમોનું પાલન કરવાનું રહેશે.

·         કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ કોઈ પણ પ્રકારના માલવાહક વાહનને અટકાવવામાં આવશે નહીં. જેને પડોશી દેશો સાથેની સંધિ મુજબ સીમાપાર જવાનું છે.

કાર્યસ્થળે આરોગ્ય સેતુ એપ જરૂરી, માસ્ક વિના ઘરની બહાર નીકળી શકશો નહીં

·         કાર્યસ્થળો, ઑફિસોમાં ચેપ રોકવા માટે દરેક કર્મચારીએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી જરૂરી રહેશે.

·         જિલ્લા વહીવટીતંત્ર પણ લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહી શકે છે. જેના પર તેઓ પોતાના ઘરની અપડેટ આપી શકે છે.

·         માસ્ક વિના જાહેર સ્થળે અને કાર્યસ્થળે જઈ શકાશે નહીં. કે પ્રવાસ કરી શકાશે નહીં. દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન 

·         કરવાનું રહેશે. 

·         65 વર્ષથી વધુ વયના વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને 10 વર્ષથી ઓછી વયના બાળકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવે છે. 

પાબંદી જારી: ભીડવાળા સમારોહ નહીં યોજાશે, લગ્નમાં 50 અને અંતિમક્રિયામાં 20 લોકો જ રહેશે

·         ભીડવાળા સમારોહ પર રોક યથાવત રહેશે. લગ્નમાં 50થી વધારે તથા અંતિમક્રિયામાં 20થી વધુ લોકો ભાગ લઈ શકશે નહીં.

·         જાહેર જગ્યાએ થૂંકવા પર, દારૂ પીવા પર, પાન-ગુટખા, તમાકુ ખાવા પર રોક રહેશે. ભંગ કરનાર સામે કાર્યવાહી થશે અને દંડ વસૂલાશે.

·         વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન અપાશે. ઑફિસોમાં ધીમે ધીમે કામમાં વધારો કરવામાં આવશે. કાર્યસ્થળે પ્રવેશની જગ્યાએ થર્મલ સ્ક્રીનિંગ તથા હાથ ધોવા માટે સેનિટાઇઝરની વ્યવસ્થા રહેશે.  બેઠક વ્યવસ્થામાં ડિસ્ટન્સિંગનું પાલન કરાશે. 

મોટી રાહત- લોકોના મુવમેન્ટ પર હવે પ્રતિબંધ નહીં
રાજ્યો વચ્ચે અને રાજ્યની અંદર લોકોનું મુવમેન્ટ અને સામાનની અવરજવર પર કોઇ પ્રતિબંધ નહીં હોય. આ પ્રકારની મુવમેન્ટ માટે હવે કોઇ મંજૂરી કે ઇ-પરમિટની જરૂર નથી. 

નાઇટ કર્ફ્યૂ- આખા દેશમાં રાતે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી મુવમેન્ટ નહીં થઇ શકે
આ દરમિયાન જરૂરી સેવાઓને છોડીને કોઇ પણ પ્રકારની મુવમેન્ટ નહીં કરી શકાય. તેના પર કડકાઇથી પાબંદી રહેશે. સ્થાનિક વહીવટીતંત્ર તેના અધિકારક્ષેત્રમાં CRPC કલમ 144 અંતર્ગત કાયદો લાગૂ કરી શકશે. 

લોકડાઉન કન્ટેનમેન્ટ ઝોન સુધી મર્યાદિત રહેશે

·         કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન 30 જૂન, 2020 સુધી લાગૂ રહેશે.

·         સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશો વિશે જાણકારી મેળવ્યા બાદ જિલ્લા અધિકારીઓ દ્વારા કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવામા આવશે.

·         કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર જરૂરી સેવાઓને મંજૂરી મળશે. 

·         મેડિકલ ઇમરજન્સી સેવાઓ અને અન્ય જરૂરી સેવાઓની સપ્લાય સિવાય અહીં લોકોની અવરજવર પર કડક પાબંદી રહેશે. 

·         ક્ન્ટેનમેન્ટ ઝોનમાં ઉંડાણપૂર્વક કોન્ટેક્ટ ટ્રેસિંગ થશે. ઘરે ઘરે જઇને દેખરેખ કરવામા આવશે. અન્ય જરૂરી મેડકિલ નિર્ણયો લેવામા આવશે.

બફર ઝોન

રાજ્ય સરકાર કન્ટેનમેન્ટ ઝોન બહાર બફર ઝોનની ઓળખ કરી શકશે. આ એવા વિસ્તાર હશે જ્યાં નવા કેસ આવવાનો ખતરો વધારે છે. બફર ઝોનની અંદર પણ પ્રતિબંધો યથાવત રહી શકે છે. 
વિસ્તારોની પરિસ્થિતિ પ્રમાણે રાજ્ય સરકાર કન્ટેનમેન્ટ ઝોન બહાર અમુક ગતિવિધિઓને પ્રતિબંધિત કરી શકે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post