• Home
  • News
  • UNમાં ભારતની ભૂમિકા વધશે:સરકારે સંસદમાં કહ્યું- સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના 5 પૈકી 4 કાયમી સભ્ય દેશ ભારતને સિક્યુરિટી કાઉન્સિલમાં સામેલ કરવાના પક્ષમાં
post

કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી.મુરલીધરને સોમવારે સંસદમાં કહ્યું કે ચીને પણ વર્ષ 2015માં ભારતને UNSCના કાયમી સભ્ય બનવા સમર્થન કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-22 10:53:14

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પાંચ કાયમી દેશો પૈકી ચાર દેશ ભારતને કાયમી બેઠક આપવાનું સમર્થન કર્યું છે. વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને સોમવારે સંસદમાં આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે 'UNSCનું વિસ્તરણ થવાના સંજોગોમાં ભારતને કાયમી સભ્યપદ મળવાની સંભવાના પ્રબળ છે. જોકે, ભારતની તરફેણમાં કયા દેશોએ અવાજ ઉઠાવ્યો છે તે અંગે તેમણે માહિતી આપી ન હતી.

તેમણે કહ્યું કે મે,2015માં ભારતના પ્રધાનમંત્રીના ચીન પ્રવાસ સમયે ચીને પણ UNSCમાં ભારતનો સમાવેશ કરવાની બાબતને ટેકો આપ્યો હતો. તે સમયે જાહેર કરવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યુ હતું કે ચીન એક વિકાસશીલ દેશ તરીકે આંતરરાષ્ટ્રીય બાબતોમાં ભારતની ભૂમિકાને મહત્વની સમજે છે. તે UN સુરક્ષા પરિષદમાં ભારતનો સમાવેશ થાય તે બાબતને ટેકો આપે છે.

સુરક્ષા પરિષદમાં કુલ 15 દેશ છે
UNSC
માં કુલ 15 દેશ છે. આ પૈકી પાંચ કાયમી સભ્ય છે. તેમાં અમેરિકા, રશિયા, ફ્રાંસ, બ્રિટન અને ચીન છે. 10 દેશ હંગામી સભ્ય તરીકે છે. પ્રત્યેક વર્ષ પાંચ હંગામી સભ્યને પસંદ કરવામાં આવે છે. હંગામી સભ્યોનો કાર્યકાળ બે વર્ષનો હોય છે. પરિષદના કામગી સભ્ય દેશ કોઈ પણ પ્રસ્તાવને વીટો પાવરનો ઉપયોગ કરી શકે છે. દુનિયાની વર્તમાન સ્થિતિને જોતા UNSCમાં કાયમી દેશોની સંખ્યા વધારવાની માંગ ઉગ્ર બની છે. ભારત, બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા અને જાપાન તેમા સામેલ થવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે. UNSC આંતરરાષ્ટ્રીય સ્તર પર શાંતિ સ્થાપવા અને સુરક્ષા માટે કામ કરે છે.

અત્યારે ભારત UNSCનું હંગામી સભ્ય છે
ભારત આ વર્ષે જુલાઈમાં 8 વર્ષમાં 8મી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું હંગામી સભ્ય બન્યુ હતું. વોટિંગમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 193 દેશોએ ભાગ લીધો હતો. તેમા 184 દેશોએ ભારતને સમર્થન આપ્યુ હતું. ભારત અત્યારે બે વર્ષ માટે UNSCનું હંગામી સભ્ય છે. સુરક્ષા પરિષદમાં હંગામી સભ્યની નિમણૂક કરવાનો ઉદ્દેશ પ્રાદેશિક સંતુલન જાળવી રાખવાનો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post