• Home
  • News
  • દેશમાં ગુરુવારે સૌથી વધુ કેસ, હવે ભારત એશિયાનું પ્રથમ, દુનિયામાં 9મા સ્થાને
post

છૂટછાટ પછી 10 દિવસમાં 60 હજાર નવા દર્દી નોંધાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-29 09:35:10

નવી દિલ્હી: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ગુરુવારે એક જ દિવસમાં સૌથી વધુ 7,135 નવા દર્દી મળતા કુલ આંકડો 1,60,666 પર પહોંચી ગયો છે. આ સાથે એશિયામાં સૌથી વધુ દર્દી સાથે ભારત ટોપ પર પહોંચી ગયું છે. આ પહેલા એશિયામાં સૌથી વધુ 1,59,797 દર્દીઓ તૂર્કીમાં હતા. તૂર્કીને પાછળ છોડીને ભારત દુનિયામાં સૌથી વધુ દર્દી ધરાવતા દેશોની યાદીમાં નવમા સ્થાને પહોંચી ગયું છે. 


લૉકડાઉનનો ચોથો તબક્કો 31મી મેના રોજ ખતમ થશે 
લૉકડાઉન 4 પછી વધુ છૂટછાટ ધરાવતા વિસ્તારોમાં દસ જ દિવસમાં 60 હજાર નવા દર્દી નોંધાઈ ચૂક્યા છે. દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, ત્યારે લૉકડાઉનનો ચોથો તબક્કો 31મી મેના રોજ ખતમ થઈ રહ્યો છે. ત્યાર પછીની વ્યૂહનીતિ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે ચર્ચાવિમર્શ પણ શરૂ થઈ ગયો છે. તેમાં સૌથી વધુ સંક્રમિત 13 શહેર પર ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ગુરુવારે જિલ્લા મેજિસ્ટ્રેટો અને નગર નિગમ કમિશનરો સાથે એક વીડિયો કોન્ફરન્સ કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમાં તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવ પણ સામેલ હતા. 

adv

Related News

post
post
post
post
post
post
post