• Home
  • News
  • 'ધ કાશ્મીર ફાઇલ્સ':ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ ટેક્સ ફ્રી, PM નરેન્દ્ર મોદીએ ફિલ્મના વખાણ કર્યાં હતાં
post

ફિલ્મે બે દિવસમાં 12.05 કરોડની કમાણી કરી, ગુજરાતમાં 9% GST માફ કરવામાં આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-14 11:15:48

નવી દિલ્લી : હિન્દી ફિલ્મ કાશ્મીર ફાઇલ્સને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. જેનો અમલ તાત્કાલિક અસરથી થિયેટર માલિકોએ કરવાનો રહેશે તેવી સ્પષ્ટતા પણ કરી છે. આ અગાઉ હરિયાણા સરકાર આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી ચૂકી છે. ગુજરાત પછી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આવી જાહેરાત કરી છે. એડવાન્સ બુકીંગ થઇ ગયું હોવાથી ટિકિટ માલિકોએ કેવીરીતે લાભ આપવો તે પણ પ્રશ્ન છે ઉપરાંત ટિકિટ બુકીંગના સોફટવેરમાં પણ ફેરફાર કરવો પડે તેમ હોવાથી પ્રેક્ષકો સુધી લાભ પહોંચતા એકાદ-બે દિવસ થઇ શકે છે તેવું થિયેટર માલિકોનું કહેવું છે. કાશ્મીર પીડિતોની વ્યથાને વ્યકત કરતા ફિલ્મને ગુજરાત સરકારે ટેકસની માફી આપી છે.

અભિષેકે શું કહ્યું?
અભિષેકે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે માનનીય વડાપ્રધાન મોદીજીને મળીને ઘણું જ સારું લાગ્યું. આ મુલાકાત વધુ ખાસ એટલા માટે હતી, કારણ કે તેમણે ફિલ્મના વખાણ કર્યાં. આ ફિલ્મને પ્રોડ્યૂસ કરવાનો ગર્વ છે. થેંક્યૂ મોદી જી.'

વિવેક અગ્નિહોત્રીએ અભિષેકની પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'અભિષેક મને ઘણો જ આનંદ થાય છે. તમે ભારતના સૌથી પડકાર જનક સત્યને પ્રોડ્યૂસ કરવાની હિંમત કરી છે.'

ફિલ્મે બે દિવસમાં 12.05 કરોડની કમાણી કરી
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કહ્યું હતું, 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે બીજા દિવસે 8.50 કરોડની કમાણી કરી છે. ફિલ્મે પહેલા દિવસે 3.55 કરોડ કમાયા હતા. ફિલ્મે બીજા દિવસે 139.44% વધુ કમાણી કરી. ફિલ્મે બે દિવસમાં 12.05 કરોડની કમાણી કરી છે.

આ બાબતે જણાવતા ગુજરાત મલ્ટિ પ્લેક્સ એસોસિયેશનના સભ્ય અને વાઇડ એંગલના માલિક રાકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાત સરકારની જાહેરાતને અમે આવકારીએ છીએ,પણ તાત્કાલિક જાહેરાત કરી હોવાથી થોડી વહીવટી મુશ્કેલી અમને પડશે,પણ જાહેરાત પ્રેક્ષકોના હીતમાં હોવાથી સારી બાબત છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં મલ્ટીપ્લેક્સની ટિકિટ પર રૂ. 10018 ટકા સીએસટી-જીએસટી છે. ગુજરાત સરકારે જીએસટી માફ કર્યો હોવાથી 18 ટકામાંથી 9 ટકા માફ થતા રૂ. 100 પર 9 ટકા ટેક્સ માફી લેખે પ્રેક્ષકોને રૂ. 9નો ફાયદો થશે. રૂ.100થી નીચેનો ટિકિટનો દર હોઇ તો 12 ટકા જીએસટી-સીએટી હોવાથી જીએસટી 6 ટકા માફ થશે એટલે પ્રેક્ષકોને રૂ. 100ની ટિકિટ પર રૂ. 6નો ફાયદો થશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post