• Home
  • News
  • કોરોનાકાળમાં સૌથી મોટું વર્ચુઅલ સેલિબ્રેશન; 6 દેશમાં ઇસ્કોનના 15 મંદિર એકસાથે જોડાશે, બે દિવસ સુધી ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઓનલાઇન ઉજવાશે
post

અમેરિકા, રશિયા, યૂકે જેવા દેશમાં ભક્ત ઓનલાઇન ભજન-પૂજન કરશે, બે દિવસ સુધી કાર્યક્રમો યોજાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 11:46:20

12 ઓગસ્ટે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી છે. કોરોનાકાળમાં અત્યાર સુધીનો સૌથી મોટું વર્ચુઅલ સેલિબ્રેશન 11-12 ઓગસ્ટના રોજ થવા જઇ રહ્યું છે. ઇસ્કોન બેંગ્લોર સાથે 5 દેશના 15 કૃષ્ણ મંદિર બે દિવસ માટે કનેક્ટ થશે. બે દિવસ સુધી વિવિધ પ્રોગ્રામ યોજાશે. ઇસ્કોનની યોજના કાર્યક્રમને પોતાના એક કરોડથી વધારે ભક્તો સુધી પહોંચાડવાની છે.

આ વર્ષે જન્માષ્ટમીએ મંદિરમાં રાતે 12 વાગ્યા સુધી ભક્તોની ભીડ વચ્ચે ભગવાનનો જન્મોત્સવ ઉજવાશે નહીં. ઇસ્કોન બેંગ્લોર પોતાના બધા 15 મંદિરોને એકસાથે ઓનલાઇન જોડીને શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવશે. અમેરિકાના 3 મંદિર, રશિયા, યૂનાઇટેડ કિંગ્ડમ, મલેશિયા અને સિંગાપુર જેવા દેશના મંદિર આ વર્ષે યૂ-ટ્યૂબ અને ઓફિશિયલ વેબસાઇટ દ્વારા જોડાશે. સાથે જ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ પ્લેટફોર્મ્સ પર પણ આ પ્રોગ્રામ બે દિવસ લાઇવ કરવામાં આવશે. આ દરમિયાન આ બધા પ્લેટફોર્મ્સ લાઇવ ટીવી તરીકે કામ કરશે.

એક કરોડથી વધારે લોકોને જોડવાની કોશિશઃ-
દર વખતે મંદિરમાં જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. એક મંદિરમાં મોટાભાગે એકથી દોઢ લાખ લોકો સામેલ થઇ શકે છે. પરંતુ આ વર્ષે પોતાના વર્ચુઅલ સેલિબ્રેશનથી ઇસ્કોન દુનિયાભરમાં લગભગ એક કરોડ લોકોને જોડવાની યોજના બનાવી રહ્યું છે. તેના માટે ભારત સહિત અન્ય દેશોમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

પહેલીવાર વિદેશીઓની પ્રસ્તુતિ જોઇ શકાશેઃ-
ઇસ્કોનના કમ્યૂનિકેશન હેડ નવીન નીરદ દાસ પ્રમાણે આ સંપૂર્ણ પ્રોગ્રામને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે કે, પહેલીવાર અમેરિકા, રશિયામાં વસેલાં ઇસ્કોનના ભક્ત ભારતીય ભક્તોની પ્રસ્તુતિઓ અને ભારતી ભક્ત વિદેશીઓની પ્રસ્તુતિ જોઇ શકશે.

અક્ષયપાત્રા સાથે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામઃ-
આ વર્ષે જન્માષ્ટમીએ ઇસ્કોનના અક્ષયપાત્રા ફાઉન્ડેશન સાથે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની જ એક જ બ્રાન્ચ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ઇન્ડિયા પણ જોડાયેલ છે. આ જન્માષ્ટમીએ એક સ્પેશિયલ ઓનલાઇન પેનલ ડિસ્કશનમાં આ સંગઠન સાથે જોડાયેલાં અધિકારી પણ ઇસ્કોન સાથે સામેલ થશે. વિવિધ વિષયો ઉપર ડિબેટ અને પ્રોગ્રામ રાખવામાં આવ્યાં છે. જે 11 અને 12 ઓગસ્ટે ઓનલાઇન જોઇ શકાશે. આ વિવિધ પેનલમાં અનુપમ ખેર, હેમા માલિની જેવી હસ્તિઓ પણ સામેલ થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post