• Home
  • News
  • લિવ-ઇન પાર્ટનરે પ્રેમિકાના 35 ટુકડા કર્યા:બજારમાંથી ફ્રિજ ખરીદ્યું, અગરબત્તી વડે દુર્ગંધ દબાવી; રોજ રાત્રે 2 વાગે જંગલમાં ટુકડા ફેંકવા જતો હતો
post

શ્રદ્ધાના મૃતદેહના ટુકડા જંગલમાં ઠેકાણે પાડ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-14 17:47:40

નવી દિલ્હી: મુંબઈના કોલ સેન્ટરમાં નોકરી કરતાં મિત્રતા થઈ હતી, દોસ્તી પછી પ્રેમ પાંગર્યો. પ્રેમ એટલો ગાઢ હતો કે જ્યારે પરિવારે વિરોધ કર્યો તો બંને ઘર છોડીને દિલ્હી આવી ગયાં, પરંતુ એક દિવસ ઝઘડો થયો અને યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારીને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા. આ સનસનીખેજ હત્યાનો મામલો દિલ્હીના મહેરૌલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. જોકે હત્યાની આ ઘટના 6 મહિના જૂની છે અને આમાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે, જેનું નામ આફતાબ છે. આરોપીએ મૃતદેહના ટૂકડા છુપાવી રાખવા માટે બજારમાંથી ફ્રિજ ખરીદ્યું હતુ અને દુર્ગંધ દબાવવા માટે અગરબત્તી સળગાવતો હતો.

મુંબઈમાં મુલાકાત, બંને દિલ્હીમાં લિવ-ઈનમાં રહેતાં હતાં
કહાનીની શરૂઆત માયાનગરી મુંબઈથી થાય છે, જ્યાં મુંબઈના મલાડ વિસ્તારમાં કોલ સેન્ટરમાં કામ કરતી શ્રદ્ધાની મુલાકાત આફતાબ સાથે થઈ હતી. બંને મિત્રો બન્યાં અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી.

શ્રદ્ધાના પરિવારે વિરોધ કરતાં બંને દિલ્હી જતાં રહ્યાં હતાં
થોડા દિવસ મુંબઈમાં રહ્યા પછી બંને દિલ્હી આવ્યાં અને અહીં જ રહેવા લાગ્યાં હતાં. દોસ્તી ધીરે ધીરે પ્રેમમાં ફેરવાઈ ગઈ. પરિવારજનોના વિરોધ પર બંને દિલ્હી આવી ગયાં હતાં. શ્રદ્ધાના પરિવારજનો ફોન દ્વારા દીકરી વિશે માહિતી મેળવતા હતા.

દીકરીએ ફોન ઉપાડવાનું બંધ કરતાં પરિવારજનો દિલ્હી પહોંચી ગયા હતા
18
મે પછી શ્રદ્ધાએ પરિવારના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી ચિંતા થતાં પિતા વિકાસ મદન દીકરીની હાલત જાણવા 8મી નવેમ્બરે દિલ્હી પહોંચ્યા હતા. જ્યારે તેઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં તાળું હતું. પિતાને દિલ્હીમાં દીકરી ન મળતાં તેમણે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પુત્રીના અપહરણનો આરોપ લગાવ્યો હતો. શ્રદ્ધાના પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી મુંબઈના કોલ સેન્ટરમાં કામ કરતી હતી. અહીં તેની મુલાકાત આફતાબ નામના યુવક સાથે થઈ અને બંને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી.


શ્રદ્ધાએ લગ્ન માટે દબાણ કરતાં આફતાબે હત્યા કરવાનું કાવતરું ઘડ્યું
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાએ આફતાબ પર લગ્ન માટે દબાણ કર્યું ત્યારે તેણે તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. દિલ્હી પોલીસના એક અધિકારીએ મીડિયાને કહ્યું- હત્યા બાદ આફતાબે મૃતદેહના 35 ટુકડા કર્યા હતા અને 18 દિવસ સુધી તે આ ટુકડાઓને દિલ્હીમાં જુદા જુદા વિસ્તારોમાં ફેંકીને ઠેકાણે પાડતો હતો. પોલીસની ફોરેન્સિક ટીમ મૃતદેહો વિશે માહિતી એકઠી કરી રહી છે.

કોઈ ચીસો સાંભળી ન શકે એ માટે શ્રદ્ધાનું મોઢું દબાવી દીધું અને મોતને ઘાટ ઉતારી
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, 18 મેના રોજ આરોપી આફતાબ અને શ્રદ્ધા વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન શ્રદ્ધા બૂમો પાડી રહી હતી. આરોપી આફતાબે શ્રદ્ધાનું મોઢું દબાવી દીધું, જેથી આસપાસના લોકો અવાજ ન સાંભળી શકે અને આ દરમિયાન શ્રદ્ધાનું મોત થઈ ગયું. શ્રદ્ધાને મૃત જોઈને આફતાબ ગભરાઈ ગયો, ત્યાર બાદ આફતાબે શ્રદ્ધાના મૃતદેહને ઠેકાણે પાડવાનું વિચાર્યું હતું.

બજારમાંથી એક મોટું નવું ફ્રિજ ખરીદ્યું હતું
પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરોપી આફતાબ 18 દિવસ સુધી રાત્રે 2 વાગે ઘરની બહાર નીકળતો હતો અને શ્રદ્ધાના મૃતદેહના ટુકડાઓ એક પછી એક મહેરૌલીનાં જંગલોમાં ફેંકી ઠેકાણે પાડતો હતો. આરોપી એટલો ચાલાક હતો કે 18 દિવસ સુધી શ્રદ્ધાના મૃતદેહના ટુકડામાંથી ગંધ ન આવે એ માટે તેણે બજારમાંથી એક મોટું ફ્રિજ ખરીદ્યું અને એમાં શ્રદ્ધાના શરીરના ટુકડા છુપાવી રાખ્યા હતા.

આરી વડે મૃતદેહના ટુકડા કરવામાં આવ્યા હતા
પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબે શરીરના ટુકડા કરવા માટે આરીનો ઉપયોગ કર્યો હતો. તેણે પહેલા તેના હાથના ત્રણ ટુકડા કર્યા. આ પછી પગના ત્રણ ટુકડા પણ કર્યા. આ પછી તે દરરોજ એને થેલીમાં લઈને મોડી રાત્રે ઘરની બહાર નીકળીને જંગલમાં ફેંકવા માટે લઈ જતો.

મૃતદેહના 35 ટુકડા કરી ફ્રિજમાં સંતાડી રાખ્યા હતા
તેણે મે મહિનામાં શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કરીને તેના મૃતદેહના 35 જેટલા ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં આ ટુકડાને જંગલમાં અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને આરી વડે મૃતદેહના 35 ટુકડા કરી પોતાના ઘરમાં રાખ્યા હતા. આ માટે આફતાબે નવું મોટું ફ્રિજ ખરીદ્યું હતું. મૃતદેહના 35 જેટલા ટુકડાને ફ્રિજમાં સંતાડી રાખ્યા હતા. બાદમાં 18 દિવસ સુધી રાત્રે બે વાગ્યે તે એક પછી એક મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને જંગલમાં ફેંકી ઠેકાણે પાડવા જતો હતો.

પોલીસથી બચવા માટે મૃતદેહના ટુકડા જંગલમાં ફેંકી ઠેકાણે પાડતો હતો
આરોપી આફતાબે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે ધરપકડથી બચવા માટે તેણે મૃતદેહના ટુકડા કરી મેહરૌલીનાં જંગલોમાં ફેંકી દીધા હતા. તેણે વધુમાં જણાવ્યું હતું કે હત્યા કરવાનું કારણ લગ્ન માટે દબાણ ઊભું કરવાનું હતું. શ્રદ્ધા રોજ ઝઘડા કરતી હતી, તેથી કંટાળીને તેણે તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી આફતાબની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post