• Home
  • News
  • લોકડાઉનમાં પણ ભ્રષ્ટાચાર ખીલ્યો:લોકપાલને આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે 55 ફરિયાદો મળી, જેમાં 3 સાંસદો વિરુદ્ધ
post

લોકપાલે 13 ફરિયાદોની તપાસના આદેશ આપ્યા હતા, 12ની તપાસ સીવીસી અને એક સીબીઆઈને સોંપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-23 11:53:55

ભારત સહિત સમગ્ર દુનિયા આ વર્ષની શરૂઆતથી જ કોરોના મહામારી સામે લડવામાં વ્યસ્ત છે. આંકડાઓ અનુસાર, મહામારી વચ્ચે પણ ભ્રષ્ટાચાર નિયામક સંસ્થા લોકપાલને એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે 55 ફરિયાદો મળી. તેમાંથી ત્રણ ફરિયાદો સાંસદો વિરુદ્ધ હતી.

ઓફિશિયલ ડેટા અનુસાર, તેમાં 22 ફરિયાદો ગ્રૂપ-એ અને બી કેટેગરીના કેન્દ્ર સરકારના અધિકારીઓ વિરુદ્ધ છે. 26 ફરિયાદો અલગ-અલગ બોર્ડ/નિગમો/ઓટોનોમસ બોડીના મેમ્બર્સ અને સ્ટાફના વિરુદ્ધ હતી, જેને આંશિક કે પૂર્ણ સ્વરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ફાઈનાન્સ કરવામાં આવે છે. જ્યારે, અન્ય ચાર કેટેગરીની વિરુદ્ધ છે.

2020-21 માટે સપ્ટેમ્બરના અંત સુધી અપડેટ લોકપાલના આંકડાઓ અનુસાર, પ્રાથમિક તપાસ પછી 28 ફરિયાદોનો ઉકેલ કરી દેવાયો હતો. તેમાં કહેવાયું છે કે લોકપાલે 13 ફરિયાદોની તપાસના આદેશ આપ્યા હતા. 12ની તપાસ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસીઃ અને એક સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કરશે.

લોકપાલના અધ્યક્ષ જસ્ટિસ પીસી ઘોષ છે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત વર્ષે 23 માર્ચે જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષને લોકપાલના અધ્યક્ષ તરીકે શપથ લેવડાવ્યા હતા. સરકારમાં ઉચ્ચ પદો પર કામ કરનારા વ્યક્તિઓની વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદો સાંભળતી અને તેના પર કાર્યવાહી કરનારી સંસ્થા છે. લોકપાલના આઠ મેમ્બર્સને જસ્ટિસ ઘોષએ 27 માર્ચે શપથ લેવડાવ્યા હતા.

જો કે, લોકપાલના એક મેમ્બર જસ્ટિસ અજય કુમાર ત્રિપાઠીનું આ વર્ષે મે મહિનામાં નિધન થયું. બીજા મેમ્બર જસ્ટિસ દિલીપ બી. ભોંસલેએ આ વર્ષે જાન્યુઆરીમાં રાજીનામું આપી દીધું હતું. નિયમોના અનુસાર, લોકપાલ પેનલમાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ આઠ સભ્યોની જોગવાઈ છે.

2019-20માં 613 ફરિયાદો રાજ્યના અધિકારીઓની વિરુદ્ધ
આંકડાઓ અનુસાર, 2019-20 દરમિયાન લોકપાલને 1427 ફરિયાદો મળી હતી. તેમાં 613 રાજ્ય સરકારના અધિકારીઓ અને ચાર કેન્દ્રીય મંત્રી અને સાંસદોની વિરુદ્ધ હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે 245 ફરિયાદો કેન્દ્ર સરકારના અધિકારીઓ, 200 પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ, કાયદાકીય સંસ્થાઓ, જ્યુડિશિયલ ઈન્સ્ટીટ્યુશન અને ઓટોનોમસ બોડીમાં કામ કરનારા અધિકારીઓ અને 135 ખાનગી વ્યક્તિઓ અને સંગઠનોની વિરુદ્ધ હતા.

કુલ ફરિયાદોમાંથી 220 રિક્વેસ્ટ અને સજેશન
લોકપાલ ડેટાના અનુસાર, 6 ફરિયાદો રાજ્ય મંત્રીઓ અને વિધાનસભાના સભ્યોની વિરુદ્ધ અને ચાર કેન્દ્રીય મંત્રીઓ વિરુદ્ધ હતી. કુલ ફરિયાદોમાંથી 220 રિક્વેસ્ટ/કમેન્ટ્સ/સજેશન હતા. તેમાં 613 ફરિયાદો રાજ્ય સરકારના અધિકારીઓ, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ, કાયદાકીય સંસ્થાઓ, જ્યુડિશિયલ સંસ્થાઓ અને રાજ્ય સ્તરીય ઓટોનોમસ બોડીની વિરુદ્ધ હતી.

આ ફરિયાદોમાંથી 1347નો નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે 1152 લોકપાલના અધિકાર ક્ષેત્રની બહારની હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post