• Home
  • News
  • IPL-14 માં '171'ની માયાજાળ, આ સ્કોર પર કેમ અટકી જાય છે પહેલાં બેટિંગ કરનારાની ઈનિંગ્સ?
post

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)-14ની છેલ્લી ત્રણ મેચમાં એક અનોખો સંયોગ જોવા મળ્યો છે. આ ત્રણેય મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમનો દાવ 20 ઓવરમાં 171 પર અટકી ગયો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-30 11:19:14

અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે IPL-14ની સિઝનમાં અનેક નવા રેકોર્ડ બની રહ્યા છે. તો છેલ્લી ત્રણ મેચમાં એક અનોખો સંયોગ પણ જોવા મળ્યો. આ ત્રણેય મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમનો દાવ 20 ઓવરમાં 171 રને પૂરો થઈ ગયો. આ મેચ રૉયલ ચેલેન્ઝર્સ બેંગ્લોર (RCB)- દિલ્લી કેપિટલ્સ (DD), સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)- ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રૉયલ્સ (RR)- મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની વચ્ચે રમાઈ.

પહેલી મેચ:
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી મેચમાં RCBએ પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 171 રન બનાવ્યા. જવાબમાં દિલ્લીની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે 170 રન જ બનાવી શકી. RCB આ મેચ 1 રનથી જીતવામાં સફળ રહી.

બીજી મેચ:
તેના પછી બુધવારે દિલ્લીમાં CSK અને સનરાઈઝર્સ વચ્ચે મેચ રમાઈ. જેમાં પહેલા બેટિંગ કરતાં SRHની ટીમે 20 ઓવરમાં 171 રન બનાવ્યા. CSK172 રનના લક્ષ્યને 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો.

ત્રીજા મેચ:
ગુરુવારે દિલ્લીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાનની વચ્ચે મેચ રમાઈ. આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને રાજસ્થાનને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. સંજુ સેમસનની કેપ્ટનશીપમાં ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે લક્ષ્યાંકને 18.3 ઓવરમાં 3 વિકેટે હાંસલ કરી લીધો.

આ ત્રણેય મેચમાંથી બે મેચમાં રન ચેઝ કરનારી ટીમે બાજી મારી. જ્યારે એક મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમે જીત મેળવી. આ મેચ RCB અને દિલ્લી કેપિટલ્સ વચ્ચે હતી.