• Home
  • News
  • ઊગતા સૂર્યની જેમ 700 કરોડમાં બનશે નવું આર્મી ભવન
post

39 એકરમાં બનનારા આર્મી ભવનના ગ્રીન બિલ્ડિંગમાં 8 માળ હશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-22 09:22:07

નવી દિલ્હી: ઇન્ડિયન આર્મીની દિલ્હીની તમામ ઓફિસ હવે એક છત નીચે આવી જશે. 39 એકરમાં બનનારા નવા આર્મી ભવનમાં 8 માળ હશે. આ ભવન ગ્રીન બિલ્ડિંગ સ્વરૂપે હશે. તેમાં 6000થી વધુ ઓફિસ હશે. 4000થી વધુ કાર પાર્કિંગ હશે. તેને ઊગતા સૂર્યની પેટર્ન પર બનાવાશે. અત્યારે દિલ્હીમાં આર્મીની 8 ઓફિસ છે અને તે અલગ-અલગ સ્થળે છે. આ ભવનનો ખર્ચ 700 કરોડથી વધુ થવાનો અંદાજ છે. શુક્રવારે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ ભવનનું ભૂમિપૂજન કર્યું હતું.

 

     

adv

Related News

post
post
post
post
post
post
post