• Home
  • News
  • છેલ્લા 1 વર્ષમાં માર્કેટમાં નકલી નોટોનું પ્રમાણ 24% વધ્યું, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં નકલી નોટોનું સંકટ ગંભીર
post

નકલી નોટોથી દેશના અર્થતંત્રને વરસે 1 લાખ કરોડનું નુકસાન

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 09:49:53

નવી દિલ્હી: 2018ની સરખામણીએ 2019ના વર્ષમાં દેશમાં નકલી નોટોના પ્રમાણમાં 24 ટકાનો વધારો થયો છે. ઑથેન્ટીકેશન સૉલ્યુશન પ્રોવાઇડર્સ એસો.(એએસપીએ) ના અહેવાલમાં આ વિગતો જણાવવામાં આવી છે. અહેવાલ મુજબ દેશમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ નકલી નોટો મળી છે. એ પછી બિહાર અને રાજસ્થાનનો ક્રમ આવે છે. દેશમાં કુલ મળી આવેલી નકલી નોટોમાંથી 45 ટકા નકલી નોટો માત્ર આ ત્રણ રાજ્યોમાંથી મળી છે.

ધ સ્ટેટ ઑફ કાઉન્ટરફીટીંગ ઇન ઇન્ડિયા -2020’ નામના આ અહેવાલમાં જણાવાયું છે કે મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, ઝારખંડ, દિલ્હી, ગુજરાત અને ઉત્તરખંડમાં નકલી નોટોની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાથી અહીં તાકીદે ધ્યાન આપવાની જરૂર છે. જે 10 વિવિધ સેક્ટરોમાં નકલી નોટો સૌથી વધારે મળી આવે છે એમાં એફએમસીજી, આલ્કોહોલ, ફાર્મા, ડોક્યુમેન્ટ, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમોબાઇલ, તમાકુ, લાઇફસ્ટાઇલ અને એપરલનો સમાવેશ થાય છે. એફએમસીજી સેક્ટરમાં સૌથી વધુ નકલી નોટો મળી આવી છે. 2019માં એફએમસીજી સેક્ટરમાં નકલી નોટો મળવાનું પ્રમાણ 63 ટકા વધ્યું છે.

એએસપીએ અધ્યક્ષ નકુલ પાસરીચાએ જણાવ્યું કે, દેશના વિવિધ સેક્ટરમાં નકલી ચલણી નોટોના દૂષણને કારણે અર્થતંત્રને વરસે 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચે છે. આ દૂષણને ડામવા માટેના આપણા પગલાં પૂરતા નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post