• Home
  • News
  • 19300 ટેસ્ટમાંથી 1308 કેસ પોઝિટિવ નોંધાયા,880 દર્દી સાજા થયા, 58 લોકોના મોત
post

રિક્વરી રેટની બાબતમાં સુરત શહેર 68 ટકાની ઉપર પહોંચ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-23 11:29:30

સુરત: કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રોજે રોજ જેટલા નવા દર્દીઓ પોઝિટિવ નોંધાય છે એ સામે રિક્વરી પણ સારી એવી લોકો મેળવીને હોસ્પિટલમાંથી બહાર નીકળી રહ્યાં છે. પાલિકાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ 19,300 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાંથી કુલ 1308 લોકો કોરોના સંક્રમિત સામે આવ્યાં છે. જેમાંથી 880 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને હોસ્પિટલમાંથી બહાર નીકળ્યાં છે. 58 દર્દીઓના મોત થઈ ચુક્યા છે. જ્યારે 370 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ કોવિડ-19 હોસ્પિટલમાં છે.

1768 ટીમો દ્વારા સર્વેલન્સ

મ્યુ. કમિશનર જણાવ્યું કે, આજની સ્થિતિએ ૫૭૧૩ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૫૭૭ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૩૬  લોકો છે. ૧૭૬૮ જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. અત્યાર સુધી ૫૨ લાખ ૭૨ હજાર કરતા વધુ લોકોનુ સર્વેલન્સ કરવામાં આવ્યા છે. સ્લમ વિસ્તારોમાં કુલ ૩૬ ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. ૭૫ જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે.

દવાઓનું વિતરણ

અત્યાર સુધીમાં ૧૮ લાખ ૬૧ હજારથી વધુ લોકોને હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે, આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ આ દવાનું વિતરણ થતું હોવાથી તમામ લોકોએ સવારે ઉઠ્યા પછી ભૂખ્યા પેટે હોમિયોપેથી દવાનું સેવન કરવું જોઈએ જે સ્વાસ્થ્ય માટે હિતાવહ છે એમ તેમણે જણાવ્યું હતું.

જિલ્લામાં પણ પોઝિટિવ વધ્યા

સુરત જિલ્લામાં કુલ ૫૦ દર્દીઓને સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૯૦ હતી, જેમાં ૦૨ કેસનો વધારો થવાથી આજે કુલ ૯૨ કોરોના પોઝિટીવ કેસો થયા છે. જયારે કુલ ૦૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસ પૈકી માંગરોળ તાલુકાનાકોસંબા ગામના ૦૧ તેમજ ઓલપાડ તાલુકાના ભટગામના ૦૧ મળી આજે ૦૨ કેસો મળી કુલ ૯૨ કેસો આવ્યા છે. કુલ ૮૨૫૩ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૯૨ પોઝિટીવ અને ૮૧૧૬ નેગેટીવ કેસો જયારે ૪૫ રિપીટ સેમ્પલ નોંધાયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post