• Home
  • News
  • તહેવારો પહેલા આ શેરોમાં ખરીદીની તક, એક વર્ષમાંઆપી ચૂક્યા છે 110% સુધી રિટર્ન
post

ફેસ્ટિવ સીઝન પહેલા શેર બજારની તેજી વચ્ચે અનેક શેરોમાં રોકાણની તક સર્જાઈ છે. દશેરા અને દીવાળી પહેલા ગ્રાહકોની માગણી વધવાની આશા પર અપેરલ સેક્ટરના અનેક શેર આવનારા દિવસોમાં તગડી કમાણી કરાવી શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-02 16:18:29

ફેસ્ટિવ સીઝન પહેલા શેર બજારની તેજી વચ્ચે અનેક શેરોમાં રોકાણની તક સર્જાઈ છે. દશેરા અને દીવાળી પહેલા ગ્રાહકોની માગણી વધવાની આશા પર અપેરલ સેક્ટરના અનેક શેર આવનારા દિવસોમાં તગડી કમાણી કરાવી શકે છે. બ્રોકરેજ હાઉસ ICICI સિક્યુરિટીઝે અપેરલ સેક્ટરના કેટલાક શેરોમાં નવી ખરીદી અને પોર્ટફોલિયોમાં એડ કરવાની સલાહ આપી છે. ખાસ વાત એ છે કે બ્રોકરેજ હાઉસે જે શેરો પર દાવ લગાવ્યો છે તે શેર છેલ્લા એક વર્ષમાં 110 ટકા સુધી રિટર્ન આપી ચૂક્યા છે. તેમાં હાલ રોકાણ કરો તો ફેસ્ટિવ સીઝનની ડિમાન્ડનો ફાયદો આગળ મળી શકે છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે ડિમાન્ડ વધવાથી અપેરલ સેક્ટરના માર્જિનમાં જોરદાર વધારો થવાની આશા છે. આવનારા દિવસોમાં ડિમાન્ડ પ્રી-કોવિડ લેવલને પાર કરી શકે છે. 

Trent Ltd
બ્રોકરેજ હાઉસ ICICI સિક્યુરિટીઝે ટ્રેન્ડ લિમિટેડમાં 1160 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે. 1 ઓક્ટોબરના રોજ શેરના ભાવ 1039.95 પર રહ્યો. કરન્ટ પ્રાઈઝથી 120 રૂપિયા પ્રતિ શેર નફો મળી શકે છે. ગત એક વર્ષમાં આ શેર 55.36 ટકાનું રિટર્ન આપી ચૂક્યા છે. 

Aditya Birla Fashion and Retail Ltd
બ્રોકરેજ હાઉસ ICICI સિક્યુરિટીઝે આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડ (ABFR)માં 270 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે. 1 ઓક્ટોબરના રોજ શેરનો ભાવ 243.30 રૂપિયા રહ્યો. કરન્ટ પ્રાઈઝથી લગભગ 27 રૂપિયા પ્રતિ શેર નફો મળી શકે છે. ગત એક વર્ષમાં શેર 84.04 ટકા રિટર્ન આપી ચૂક્યા છે. 

V-Mart Retail Ltd
બ્રોકરેજ હાઉસે વી માર્ટ રિટેલમાં 4170 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે. 1 ઓક્ટોબરના રોજ શેરના ભાવ 3,658 રહ્યો. કરન્ટ પ્રાઈઝથી 512 રૂપિયા પ્રતિ શેર નફો રળી શકાય છે. છેલ્લા એક વર્ષમાં શેર 84.95 ટકા રિટર્ન આપી આપી ચૂક્યા છે. 

TCNS Clothing Co Ltd
ICICI
સિક્યુરિટીઝે TCNS ક્લોધિંગમાં 725 રૂપિયાના ટાર્ગેટ સાથે પોર્ટફોલિયોમાં એડ કરવાની સલાહ આપી છે. 1 ઓક્ટોબરના રોજ શેરના  ભાવ 650 રૂપિયા રહ્યો. કરન્ટ પ્રાઈઝથી 75 રૂપિયા પ્રતિ શેરનો નફો મળી શકે છે. ગત એક વર્ષમાં આ શેર  65.52 ટકાનું રિટર્ન આપી ચૂક્યા છે. 


Arvind Fashions Ltd
ICICI સિક્યુરિટીઝે અરવિંદ ફેશનમાં 310 રૂપિયાના ટાર્ગેટ સાથે પોર્ટફોલિયોમાં એડ કરવાની સલાહ આપી છે. 1 ઓક્ટોબરના રોજ શેરના ભાવ 270.35 રૂપિયા રહ્યો. કરન્ટ પ્રાઈઝથી લગભગ 40 રૂપિયા પ્રતિ શેરનો નફો મળી શકે છે. છેલ્લા એક વર્ષમાં આ શેર 110.47 ટકા રિટર્ન આપી ચૂક્યા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post