• Home
  • News
  • ‘બચપન કા પ્યાર’નું ઓરિજિનલ વર્ઝન હાલોલના સિંગરનું; છત્તીસગઢના 7 વર્ષીય બાળકે ગાયું, 6 દિવસમાં 11 લાખ લાઇક્સ મળ્યાં
post

કમલેશ બારોટનું 'બચપન કા મેરા પ્યાર' ગીત છત્તીસગઢના બાળકે ગાઈ વાયરલ કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-02 11:40:50

જાનું મેરી જાનેમન બચપન કા મેરા પ્યાર ભૂલ નહિ જાના રેનામનું ગીત છત્તીસગઢના નાના સહદેવ નામના બાળકને તેની 5 વર્ષની ઉંમરમાં શાળામાં તેના શિક્ષક દ્વારા ગવડાવ્યું હતું. જેનો વિડીયો હાલમાં જ્યારે આ બાળકની ઉંમર 7 વર્ષની છે. ત્યારે સોશિયલ મીડિયામાં એવો તો વાયરલ થયો કે છત્તીસગઢના મુખ્ય પ્રધાન હોય કે બોલિવૂડના પ્લેબેક સિંગર બાદશાહ હોય તમામે આ બાળકને સન્માનિત કર્યો. બાળક દ્વારા ગાવામાં આવેલા આ ગીતને લઈને સોશિયલ મીડિયામાં અસંખ્ય બીજા વીડિયો, રીલ બન્યા.

ત્યારે હવે આ ગીતને લખનાર અને તેને પ્રથમ કંઠ આપનાર હાલોલ શહેરના લોકગાયક કમલેશ બારોટ છે. જાણીને નવાઈ લાગશે પરંતુ ગુજરાતભરમાં પ્રચલિત એવા ટીમલી સ્ટાર કલાકાર કમલેશ બારોટ દ્વારા વર્ષ 2017માં આ ગીતને લખવામાં આવ્યું હતું. અને તેનું ઓડિયો વર્જન બહાર પાડ્યું હતું. જ્યારે તેનું વિડીયો વર્જન 2018માં યૂટ્યૂબ પર મુકવામાં આવ્યું હતું. જોકે જેતે સમયે આ ગીત એટલું પ્રચલિત ન બની શક્યું પરંતુ છત્તીસગઢના સહદેવ નામના બાળક દ્વારા આ ગીતના માત્ર અમુક લાઈનો જ ગાવામાં આવી અને વીડિયો એટલો લોકોમાં ચાહના મેળવતો ગયો કે બોલીવુડના એક્ટરો, સિંગરો પણ આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

ત્યારે આ સમગ્ર મામલે ગુજરાતી લોકગાયક પણ સ્વીકારી રહ્યા છે કે સહદેવએ આ ગીતને ચાર ચાંદ લગાવ્યા છે સાથે તેનો આભાર પણ માની રહ્યા છે કે તેને લઈને તેમને પણ એક નવી ઓળખ મળી છે. તેઓ આજ ગીતનો બીજો ભાગ પણ આગામી ટૂંક સમયમાં રજૂ કરવાના છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post