• Home
  • News
  • PM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની ગુજરાત ATSએ યુપીથી ધરપકડ કરી
post

ગુજરાત ATS કથિત ધમકીભર્યા ઈ-મેલનું લોકેશન ટ્રેસ કરીને આરોપી સુધી પહોંચી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-28 17:32:28

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીની ઉત્તર પ્રદેશના બદાયુથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ઈ-મેલ દ્વારા ધમકી આપી હતી. આરોપીએ ઈ-મેલમાં કથિત રીતે લખ્યું હતું કે, પીએમ મોદીને RDXથી ઉડાવી દઈશું. ગુજરાત ATSએ આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત ATS કથિત ધમકીભર્યા ઈ-મેલનું લોકેશન ટ્રેસ કરીને આરોપી સુધી પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ATS દ્વારા ધરપકડ કરાયેલ આરોપી બદાયુના આદર્શ નગર વિસ્તારનો રહેવાસી છે. ગુજરાત ATS શનિવારની રાત્રે ઈ-મેલને ટ્રેસ કરતી આદર્શ નગર પહોંચી અને આરોપીની ધરપકડ કરી હતી.

ગુજરાત રાજ્યના જામનગર જિલ્લા ખાતે વડાપ્રધાન મોદીના કાર્યક્રમ દરમિયાન તેમની હત્યા તેમજ દિલ્હીમાં કેન્દ્રીય સચિવાલયની ઈમારતમાં બ્લાસ્ટ કરવાની યોજના તાન્યા નામની છોકરી જે દિલ્હીમાં વકીલાત કરે છે અને તે પટનાની છે અને તેની સાથે બદાયુનો અમન નામનો છોકરો પણ આમાં સામેલ હતો.

ગુજરાત ATSની ટીમે દિલ્હી જઈ તપાસ હાથ ધરી હતી આ દરમિયાન તેમને જણવા મળ્યું કે, શુભમ રાજકુમાર છાલેરિયાની ખોટી ડીજીટલ ઓળખ ધારણ કરી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આ અરજી ઈમેલ કરવામાં આવી હતી. અગાઉ પણ આ પ્રકારની ખોટી અરજીઓ કરવામાં આવી હતી.

આરોપીના પિતાએ આપી ચોંકાવનારી જાણકારી

પ્રાપ્ત માહિતી પ્રમાણે બદાયુના વરિષ્ઠ અધિક્ષક ઓપી સિંહે જણાવ્યું કે, સ્થાનિક પોલીસે આરોપી સુધી પહોંચલવામાં ગુજરાત ATSની મદદ કરી છે. આરોપીના પિતાએ ચોંકાવનારી માહિતી આપી છે. બદાયુના આદર્શ નગરમાં જ રહેનારા આરોપી અમન સક્સેનાના પિતા સુભાષ સક્સેનાએ જણાવ્યું કે, પીએમઓમાં ઈ-મેલ મોકલામાં તેના પુત્રની સાથે દિલ્હીની એક છોકરી પણ સામેલ છે. છોકરી અમનની મિત્ર છે અને તેના પુત્રનો મોબાઈલ તે છોકરી પાસે જ છે 

IIT મુંબઈનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે આરોપી

સુભાષ સક્સેનાએ જણાવ્યું કે, તેણે તેના એકમાત્ર પુત્ર અમનને તેના ખરાબ વર્તનને કારણે કાઢી મૂક્યો છે. આ સંબંધમાં થોડા મહિના પહેલા અખબારમાં એક જાહેરાત આપવામાં આવી હતી. પુત્રએ IIT મુંબઈમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો તેણે થોડા દિવસ નોકરી પણ કરી હતી પરંતુ હવે તે માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમન એકવાર લેપટોપ ચોરીના કેસમાં પકડાયો હતો પરંતુ ત્યારે ડિવાઈસ રિકવર કરી આરોપીને વિદ્યાર્થી સમજી તેને સૂચના આપી છોડી મૂક્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે કથિત ધમકીભર્યા ઈ-મેલનું લોકેશન ટ્રેસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અમનને ગુજરાત ATSની ઓફિસમાં લાવી પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, અમને તા. 29-09-2022થી 25-11-2022 દરમિયાન 12થી 15 જેટલી અરજીઓ શુભમ રાજકુમાર છાલેરિયાના ઈ-મેલ આઈડી તથા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને DPG પોર્ટલ પર ભારતના તથા વિદેશના મહાનુભાવોને મારી નાખવાની યોજના તેમજ કેન્દ્રીય સચિવાલય તથા ચૂંટણીમાં બ્લાસ્ટ કરવાની યોજના બાબતે કર્યા હતા. તથા તેણે પોતાના ઈ-મેલ આઈડી ઉપર ખોટા ઈ-મેલ આઈડી પરથી પોતાને જાનથી મારી નાખવાની તેમજ રૂ. 25 લાખ બેંક એકાઉન્ટમાં જમા કરવા માટે ઈ-મેલ કર્યો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post