• Home
  • News
  • રાજકોટ : પિચ બેટિંગ માટે બહુ સારી હતી, અમારા અનુસાર 180 પાર સ્કોર હતો: વોશિંગ્ટન સુંદર
post

ભારતે બાંગ્લાદેશને ૮ વિકેટે હરાવીને ટી-૨૦ સિરીઝ જીવંત રાખી

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-08 10:30:49

રાજકોટ : ભારતે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે 8 વિકેટે મેચ જીતીને ત્રણ મેચની સીરિઝમાં 1-1ની બરોબરી કરી હતી. મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતાં ભારતે બાંગ્લાદેશને 153 રનના સ્કોર સુધી સીમિત રાખ્યું હતું. ભારતીય સ્પિનર્સ સામે ઝઝૂમતા બાંગ્લાદેશી બેટ્સમેન મોટો સ્કોર કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી હતી.


મેચ પછી મીડિયા સાથે વાત કરતાં સુંદરે કહ્યું કે, પિચ બેટિંગ માટે બહુ સારી હતી. અમારા અનુસાર 180 પાર સ્કોર હતો. બોલ બેટ પર સારી રીતે આવી રહ્યો હતો, પ્રથમ બેટિંગ કરી હોત તો અમે 180થી 190 રનનો કરવાનો ટાર્ગેટ રાખ્યો હોત. તેમને 153 રન સુધીમાં સીમિત રાખીને બોલિંગ યુનિટ તરીકે અમે બહુ સારું કામ કર્યું હતું.


રોહિતને બેટિંગ કરતો જોવો બધા માટે એક આનંદદાયક વાત છે :

રોહિત શર્મા આ ફોર્મેટમાં જોરદાર અનુભવ ધરાવે છે. તેને બેટિંગ કરતા જોવો બધા માટે એક આનંદદાયક વાત છે. તે જાણે છે કે તેને બેટ વડે શું કરવાનું છે. તે ટીમની તાકત છે અને હંમેશાની જેમ આજે પણ સારા ટચમાં હતો.


T-20માં સ્પિનર્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે :
સુંદરે કહ્યું કે, રમતના સૌથી નાના ફોર્મેટમાં સ્પિનર્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેઓ વિવિધતા સાથે બોલિંગ કરે છે અને જયારે યોગ્ય રીતે સ્પીડમાં બદલાવ કરે તો બેટ્સમેનને તકલીફ પડે છે. સ્પિનર્સનું તે જાણવું જરૂર છે કે બેટ્સમેન તેને ક્યાં ટાર્ગેટ કરી રહ્યો છે અને તે અમને મેચમાં આગળ રાખે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post