• Home
  • News
  • ઇન્દોરમાં પોઝિટિવ પિતાનું મૃત્યુ 10 દિવસ પહેલા થઇ ગયું હતુ, પણ પરિવારને જાણ ન કરી, પુત્ર સમજતો રહ્યો કે પિતાની સારવાર ચાલી રહી છે
post

54 વર્ષના તાનાજીને 6 સપ્ટેમ્બરે સાંજે MTH હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, 9 સપ્ટેમ્બરે તેમનું મૃત્યુ થયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-19 16:46:51

મધ્યપ્રદેશના સૌથી મિતિ સરકારી હોસ્પિટલ મહારાજ યશવંત રાવ હોસ્પિટલ (MYH)માં લાપરવાહી અટકવાનું નામ લઇ રહી નથી. હવે હોસ્પિટલમાં 54 વર્ષીય તાનાજીનો મૃતદેહ મળ્યો છે. 10 દિવસ પહેલા કોરોનાથી મૃત્યુ થયા બાદ મૃતદેહને મહારાજ તુકોજીરાવ હોસ્પિટલ (MTH) ખસેડાયો હતો.પણ તાનાજીના મૃત્યુ બાબતે હોસ્પિટલ તરફથી પરિવારને જાણ કરવામાં આવી ન હતી. પરિવારના લોકો સમજતા રહ્યા કે MTH હોસ્પિટલમાં પિતાનો ઈલાજ ચાલી રહ્યો છે. તેઓ અહીંયા આવ્યા ત્યારે કર્મચારીઓ પર ભારે રોષે ભરાયા હતા અને મૃતદેહ લઇ ગયા હતા.

એમવાયએચની મોર્ચરીમાં 15 સપ્ટેમ્બરના રોજ નરકંકાલ અને 17 સપ્ટેમ્બરના રોજ અઢી મહિનાના બાળકનો મૃતદેહ મળ્યો હતો. શુક્રવારે શહેરમાં એક જ દિવસમાં સૌથી વધુ 408 નવા કોરોનાના દર્દીઓ નોંધાયા છે, જ્યારે સાત લોકોનું મૃત્યુ થયું છે.

6 સપ્ટેમ્બરે દાખલ થયા હતા, 9 સપ્ટેમ્બરે મૃત્યુ થયું
તાનાજીને પરિવારજનો 6 સપ્ટેમ્બરના રોજ સાંજે સાડા ચાર વાગે સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા. કોરોના પોઝિટિવ આવવા પર તાનાજીને MTH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 9 સપ્ટેમ્બરે તમાનું મૃત્યુ થઇ ગયું હતું। કર્મચારીઓએ પોલોથિનમાં લપેટીને એમવાયની મોરચારી રૂમમાં મોકલી દીધો હતો. ત્યાર બાર આ બાબતે કોઈએ ધ્યાન આપ્યું નહીં. મોરચારીમાં નાર કંકાલ મળ્યા બાદ એક-એક મૃતદેહની તપાસ કરવામાં આવી રહી હતી, તે દરમિયાન આ બાબત સામે આવી હતી. સૂત્રોનું કહેવું છે કે જે દિવસે મૃતદેહ MYHમાં આવ્યો ત્યારે પોલીસ ચોકીના જવાનોને ફક્ત એ જાણકારી આપવામાં આવી હતી કે તેના પરિજનોને શોધવાના છે.

હેડ કોન્સ્ટેબલ નારાયણસિંહે કહ્યું કે અમે 9 સપ્ટેમ્બરના રોજ એન્ટ્રી કરી લીધી હતી. પરંતુ કોઈએ પરિવારનું નામ અને સરનામું આપ્યું નથી. શુક્રવારે એમટીએચ પાસેથી ફોન નંબર લીધો અને પરિવારજનોને ફોન કરી બોલાવ્યા . પુત્ર અને પત્ની મૃતદેહને લઈ ગયા હતા. ભાસ્કરે પરિવારનો સંપર્ક કર્યો, પરંતુ તેઓ આ મામલે કંઇપણ બોલવા તૈયાર ન હતા.

હોસ્પિટલની કેવી-કેવી દલીલો

·         દર્દીનું 9 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ થયું હતું, ત્યાર બાદ પરિવારને જાણ કરવામાં આવી હતી. તેઓ આવ્યા નહિ માટે મૃતદેહને MYHના મોરચારી રૂમમાં રાખવામાં આવ્યો હતો. પરિવારજનોએ સંપર્ક કર્યો ન હતો. શુક્રવારે ફરી જાણ કરવામાં આવતા તેઓ આવ્યા હતા.

·         હોસ્પિટલના રજિસ્ટરમાં દર્દીના નામ અંગે થોડી મૂંઝવણ હતી. રજિસ્ટરમાં સ્પેલિંગ ખોટો હતો. પરિવાર આવી ગયો હતો, પરંતુ નામની મૂંઝવણને કારણે તેઓ જાણી શક્યા નહીં કે દર્દી કયાં છે.

·         દર્દીનો પરિવાર સ્વયં ક્વોરેન્ટાઇન હતો. આને કારણે અમે જાણકારી મળ્યા પછી પણ આવી શક્યા નહીં. જ્યારે ક્વોરેન્ટાઇન સમયગાળો પૂરો થયો ત્યારે શુક્રવારે સાંજે મૃતદેહ લઇ ગયા હતા.

·         સત્તાવાર રીતે કોઈ કંઇપણ કહેવા માટે તૈયાર નથી, ઓફ ધ રેકોર્ડ જવાબદાર અલગ-અલગ વાત કરી રહ્યાં છે.

મોર્ચરીથી જાણ કરવાની કોઈ સિસ્ટમ જ નથી

·         2016થી મોરચારીમાં કોઈ પ્રભારી નથી. અજાણ્યા મૃતદેહનું પોસ્ટ મોર્ટમ અને તેના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા જ નથી.

·         એમવાયવાય અને કોર્પોરેશન વચ્ચે સૂચના મોકલવાની કોઈ સિસ્ટમ નથી.

·         કોરોનાના કારણે મૃતદેહોની સંખ્યા વધી રહી છે. એમ કહીને પણ ફ્રીઝર ખરીદ્યા નથી. હવે 4 યુનિટ ફ્રીઝર (16 શબ માટે) લેવાની ભલામણ કરવામાં આવી છે.

ડીન અને અધિક્ષકને નોટિસ, ડોક્ટરનું 4 ઇન્ક્રીમેન્ટ અટકાવવામાં આવ્યું
આ તરફ, એમવાયના મોર્ચરીમાં કંકાલ બદલવાના મામલામાં 9 લોકોની લાપરવાહી સામે આવી છે. તપાસ રિપોર્ટ બાદ કમિશ્નર ડો. પવન કુમાર શર્માએ મોદી રાત્રે ડીન ડો. જ્યોતિ બિંદલ અને અધિક્ષક ડો. પી.એસ.ઠાકુરને શોકોજ નોટિસ ફટકારી હતી. એમએલસી પ્રભારી ડો. દિપક ફણસેઉ 4 ઇન્ક્રીમેન્ટને અટકાવવાના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલે ચાર ડ્યુટી વોર્ડ બોયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ અંતિમ સંસ્કાર નથી કરનાર એસ આઈ મનીષ ગુર્જર અને કોન્સ્ટેબલ દિપક ધાકડને એસપીએ સસ્પેન્ડ કર્યા છે.

એક વૃદ્ધ વ્યક્તિનો મૃતદેહ 30 ઓગસ્ટના રોજ આવ્યો હતો
કંકાલ બનેલો મૃતદેહ 60 વર્ષીય વૃદ્ધાનો નીકળ્યો હતો. 23 ઓગસ્ટના રોજ સંયોગીતાગંજ પોલીસ મથકથી ત્રણ અજાણ્યા મૃતદેહ મોકલાયા હતા, જેમાં બે મૃતદેહનું પોસ્ટમોર્ટમ બાદ અંતિમ સંસ્કાર 5 અને 7 સપ્ટેમ્બરે કરવામાં આવ્યા હતા. આ જાણ કરવા માટે કમીટીએ ફરીને કંકાલનું પોસ્ટમોર્ટન કરાવડાવ્યું હતું. જેમાં સ્પષ્ટ થયું કે 30 ઓગસ્ટના રોજ જે 60 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ આવ્યો હતો, તે આ જ હતો. તપાસમાં ખુલાસો થયો કે પીએમ પછી પણ વોર્ડ બોય કે એમ.વાય.એચ.એ કોર્પોરેશનને તેના નિકાલ અંગે જાણકારી આપી ન હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post