• Home
  • News
  • કાજોલની પહેલી શોર્ટ ફિલ્મ ‘દેવી’નું પોસ્ટર રિલીઝ, માત્ર બે દિવસમાં શૂટ થઈ હતી
post

આ ફિલ્મને નિરંજન અય્યંગર તથા રાયન સ્ટીફને સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-17 11:26:52

મુંબઈઃ કાજોલની શોર્ટ ફિલ્મદેવીનો લુક રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મના પોસ્ટરમાં કાજોલની સાથે શ્રુતિ હસન, નેહા ધૂપિયા, નીના કુલકર્ણી, મુક્તા બાર્વે, સંધ્યા મ્હાત્રે, રમા જોષી, શિવાની રઘુવંશી તથા યશસ્વીની દયામા છે. કાજોલ તથા શ્રુતિની પહેલી શોર્ટ ફિલ્મ છે

નવ મહિલાની વાત

ફિલ્મમાં નવ મહિલાઓની વાત કરવામાં આવી છે, જે એક નાના રૂમમાં રહે છે. નવ મહિલાઓ પોતાના જીવનમાં ઘણું બધું સહન કરી ચૂકી હોય છે. તેઓ પોતાની વાતને એવા દેશની સામે મૂકે છે, જે દર્દ તથા ટ્રેજેડીને સામાન્ય સમજે છે શોર્ટ ફિલ્મના પોસ્ટરમાં તમામ પાત્રો જોવા મળે છે, જેમાં કેટલાંકના ચહેરા પર મુશ્કેલી તો કેટલાંકના ચહેરા પર ગુસ્સો જોવા મળે છે.

 

બે દિવસમાં શૂટ થઈ

દેવીશોર્ટ ફિલ્મ બે દિવસમાં શૂટ થઈ ગઈ હતી. ફિલ્મને નિરંજન અય્યંગર તથા રાયન સ્ટીફને સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મને પ્રિયંકા બેનર્જીએ ડિરેક્ટ કરી છે. કાજોલે સ્પેશિયલ પ્રોજેક્ટ અંગે કહ્યું હતું કે તેદેવીશોર્ટ ફિલ્મથી સારો સબ્જેક્ટ પહેલી શોર્ટ ફિલ્મ માટે ક્યારેય પસંદ કરી શકત નહીં. એક પાવરફુલ સ્ટેટમેન્ટ છે, જેને પ્રિયંકાએ ઘણી સારી રીતે લખ્યું છે. એવી ફિલ્મ છે, જેને દુનિયાની સામે શૅર કરવી જરૂરી છે. તે જ્યોતિનું પાત્ર પ્લે કરી રહી છે. આજે લિંગભેદ, શોષણ તથા ઉત્પીડનની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવામાં આવે છે અને સમયેદેવીનું આવવું જરૂરી છે. તે ખુશ છે કે તેણે ફિલ્મમાં કામ કર્યું.

 


 

adv

Related News

post
post
post
post
post
post
post