• Home
  • News
  • રિયા જેલમાંથી બહાર આવી:વકીલે બંગાળની વાઘણ કહીને જેલમાં કેવી રીતે દિવસો પસાર કર્યા તે જણાવ્યું, કહ્યું- ઘરનું ભોજન ના મળ્યું, સામાન્ય કેદીની જેમ રહેતી હતી
post

CBI હવે આ એંગલ પર તપાસ કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-09 11:27:10

ડ્રગ્સ કેસમાં એક મહિના સુધી મુંબઈની ભાયખલા જેલમાં રહેનાર રિયા ચક્રવર્તીના 7 ઓક્ટોબરના રોજ જામીન મળ્યા હતા અને તે જેલમાંથી બહાર પણ આવી ગઈ છે. રિયાના વકીલ સતીશ માનશિંદેએ તેને બંગાળની વાઘણ ગણાવીને કહ્યું હતું કે તે જરૂરથી કમબેક કરશે અને તમામ મૂર્ખાઓનો સામનો કરશે.

NDTV સાથેની વાતચીતમાં માનશિંદેએ કેટલીક મીડિયા ચેનલનો ઉલ્લેખ કરીને કહ્યું હતું, 'તે એ તમામ મૂર્ખાઓ સામે લડશે. તમામ બેશરમ લોકોએ તેની ઈમેજને બરબાદ કરી, તે મારો ઈન્ટરવ્યૂ કરવા માટે મારી ઓફિસની બહાર લાઈન લગાવીને ઊભા છે. ન્યૂઝ ચેનલે માત્ર TRP માટે બોગસ તથા ફૅક ન્યૂઝ ચલાવે રાખ્યા હતા.'

હાઈકોર્ટનો આભાર કર્યો
રિયાને જામીન મળ્યા પછી વકીલે કહ્યું હતું, 'જજને લાગ્યું કે ડ્રગ્સની માત્રા ઘણી જ ઓછી છે અને તે એટલી માત્રા નથી કે તેનો વેપાર કરી શકાય. હું આ વાત માટે હાઈકોર્ટનો આભારી છું કે જજે તમામ સામગ્રી જોઈ.'

ચેનલ મારી ફી અને કારની ચર્ચા કરે છે
રિયા ચક્રવર્તીની બદનામી અંગે માનશિંદેએ કહ્યું હતું, 'બોમ્બે હાઈકોર્ટે મીડિયા ટ્રાયલની ભૂમિકાની પણ તપાસ કરી છે. સુપ્રીમ કોર્ટ આ કેસમાં મીડિયા ટ્રાયલની ભૂમિકાની તપાસ કરી રહ્યું છે. એક ચેનલે મારી ફી, મારી કાર તથા મારી ઓફિસ અંગે ચર્ચા કરી હતી. સોશિયલ મીડિયામાં પર મને ટ્રોલ કરવામાં આવ્યો હતો. મારી ફી સાથે કોઈને શું મતલબ?'

સુશાંતનો પરિવાર રિયા પાસેથી બદલો લેવા ઈચ્છે છે
વકીલે વધુમાં કહ્યું હતું, 'સુશાંત સિંહ રાજપૂતનો પરિવારને રિયા પ્રત્યે બદલાની ભાવના હતી. લોકો રિયાને એટલા માટે ટાર્ગેટ કરતા હતા, કારણ કે તે સુશાંત સિંહની પ્રેમિકા હતી, તેની લિવ-ઈન પાર્ટનર હતી. તે ઘરને ચલાવતી હતી.'

જેલમાં યોગ કરતી હતી
વકીલે કહ્યું હતું, 'હું અંગત રીતે વર્ષો બાદ મારા કોઈ ક્લાયન્ટને જોવા માટે જેલ ગયો હતો. હું જોવા માગતો હતો કે તે કઈ પરિસ્થિતિમાં છે. મેં જોયું કે તે ઠીક હતી. જેલમાં તે પોતાનું ધ્યાન રાખતી હતી. તે અન્ય કેદીઓની સાથે મળીને યોગ કરતી હતી. તેણે જેલમાં પોતાને એડજસ્ટ કરી લીધી હતી. કોરોનાને કારણે ઘરેથી ભોજન આવી શકે તેમ નહોતું. બાકી કેદીઓની જેમ જ રિયાએ પણ સામાન્ય સુવિધાની વચ્ચે રહી હતી. એક આર્મી ગર્લ હોવાને કારણે તેણે આ પરિસ્થિતિનો યુદ્ધની જેમ સામનો કર્યો. હવે તે દરેક વ્યક્તિને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. રિયા એટલા માટે ડરી ગઈ હતી, કારણ કે તેની પાછળ તેનો પરિવાર છે.'

ફોરેન્સિક ઓડિટમાં પણ કંઈ જ શંકાસ્પદ ના મળ્યું
બીજી બાજુ સુશાંતના બેંક ખાતાના ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં પણ કોઈ જ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યું નથી. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, સુશાંતના તમામ બેંક ખાતામાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન 70 કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઈ હતી, જેમાંથી માત્ર 55 લાખ રૂપિયા રિયા ચક્રવર્તી પાછળ ખર્ચ કરવામાં આવ્યા હતા. સુશાંતે મોટાભાગે પ્રવાસ, સ્પા તથા ગિફ્ટ ખરીદવા માટે પૈસા ખર્ચ કર્યા હતા.

સુશાંતના પિતાએ કેસ કર્યો હતો
રિયા વિરુદ્ધ સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં 15 કરોડ રૂપિયાનો ફ્રોડનો કેસ ફાઈલ કરાવ્યો હતો. ત્યાર બાદ EDએ મની લોન્ડરિંગનો કેસ ફાઈલ કર્યો હતો અને એક્ટ્રેસની ત્રણ વખત પૂછપરછ કરી. જોકે, EDએ હજુ તેનો ફાઇનલ રિપોર્ટ જાહેર કર્યો નથી. આ કેસની તપાસ દરમિયાન રાજપૂતનાં બેન્ક ખાતાંનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું હતું.

CBI હવે આ એંગલ પર તપાસ કરશે
આત્મહત્યા કેસ સ્પષ્ટ થયા બાદ CBI હવે એ જાણવા માગે છે કે સુશાંતે કેમ આત્મહત્યા કરી હતી, જેમાં રિયા-શોવિકની ભૂમિકા, બોલિવૂડમાં પ્રોફેશનલ દુશ્મનાવટ, નેપોટિઝમ, નશીલી દવાનો દુરુપયોગ તથા એક્ટરના માનસિક સ્વાસ્થ્યનો એંગલ સામેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post