• Home
  • News
  • સાચા આંકડા છુપાવતી સરકારને એના જ વિભાગોએ ખુલ્લી પાડી; 71 દિવસમાં 1.23 લાખ ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાં, પણ કોરોનાથી માત્ર 4,218નાં મોત નોંધ્યાં
post

મૃત્યુના સાચા આંકડા છુપાવનાર ગુજરાત સરકારને એના જ વિભાગોએ ખુલ્લી પાડી દીધી

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-14 10:52:23

ગુજરાતમાં કોરોનાથી કેટલા લોકોનાં મોત થયાં? આ સવાલનો જવાબ સરકાર આપવા માગતી નથી. મોર્બિડ અને કૉ-મોર્બિડના આંકડામાં ગૂંચવાયેલા ગુજરાતને આ સવાલનો જવાબ ખુદ સરકારી વિભાગોએ જ આપી દીધો છે. 1 માર્ચ 2021થી 10 મે 2021 દરમિયાન સરકારી રેકોર્ડમાં ભલે સરકારે કોરોનાથી 4218 મોત નોંધ્યા હોય, પણ આ દરમિયાન રાજ્યના 33 જિલ્લા અને 8 કોર્પોરેશનમાં 1,23,871 ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાં હતાં. ઇસ્યુ થયેલાં ડેથ સર્ટિફિકેટના જે આંકડા અમારી પાસે આવ્યા છે એ અત્યંત ચોંકાવનારા છે.

ગત વર્ષ કરતાં આ વર્ષે મોત બમણાં
મૃત્યુનાં પ્રમાણપત્રો મુજબ આ વર્ષે માર્ચ મહિનામાં રાજ્યમાં 26,026 મોત, એપ્રિલમાં 57,796 મોત નોંધાયાં હતાં, જ્યારે મે મહિનાના શરૂઆતના 10 દિવસમાં આ આંકડો વધીને 40,051 થયો હતો. આ આંકડાઓની સરખામણી 2020ના આ જ મહિનાઓ સાથે કરીએ તો માર્ચ 2020માં 23352, એપ્રિલ 2020માં 21591 તથા મે 2020માં 13125 મોત થયા હતા, એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષના શરૂઆતના 71 દિવસમાં મરણનો આંકડો બે ગણો વધારે છે.

·         માર્ચ 2021 - 26026

·         માર્ચ 2020 - 23352

·         એપ્રિલ 2021 - 57796

·         એપ્રિલ 2020 - 21591

·         મે 2021 - 40051

·         મે 2020 - 13125

ટોચનાં 5 શહેર, જ્યાં 71 દિવસમાં 45,211 ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાં

શહેર

કોરોના મોત

ડેથ સર્ટિફિકેટ

અમદાવાદ

2126

13593

સુરત

1074

8851

રાજકોટ

288

10887

વડોદરા

189

7722

ભાવનગર

134

4158

ટોચના 5 જિલ્લા, જ્યાં 71 દિવસમાં 21,908 ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાં

જિલ્લો

કોરોના મોત

ડેથ સર્ટિફિકેટ

મહેસાણા

132

3150

રાજકોટ

418

7092

જામનગર

341

2783

અમરેલી

36

5449

નવસારી

9

3434

...5 જિલ્લા, જ્યાં 71 દિવસમાં સૌથી ઓછા 1,947 સર્ટિફિકેટ ઇસ્યુ

જિલ્લા

કોરોના મોત

ડેથ સર્ટિફિકેટ

છોટાઉદેપુર

28

78

નર્મદા

9

368

મહીસાગર

41

419

ડાંગ

13

556

પાટણ

51

526

80% મોત કૉ-મોર્બિડનો ભોગ બનેલા દર્દીઓનાં, સૌથી વધુ હાયપરટેન્શનનાં
ડૉક્ટરો, દર્દીઓનાં સગાં પાસેથી મળેલી વિગતો મુજબ, 2021ના માર્ચ, એપ્રિલ અને મે મહિનાના 10 દિવસ એમ કુલ 71 દિવસમાં જે મૃત્યુ થયાં એમાં 80 ટકા એવા લોકો હતા જેમને અન્ય બીમારીઓ હતી. રાજ્યમાં સૌથી વધુ 38 ટકા મોત હાયપરટેન્શનનો ભોગ બનેલા દર્દીઓનાં થયાં છે. બીજા ક્રમે 28 ટકા મોત ડાયાબિટીસ અને કિડની, લિવરની બીમારીથી પીડિત દર્દીઓનાં થયાં છે. અન્ય બીમારીઓનો ભોગ બનેલા દર્દીઓનું પ્રમાણ 14 ટકા જેટલું છે.

4% મોત રિકવર થયા પછી બ્લડ ક્લોટિંગને કારણે હાર્ટ-અટેકથી થયાં
વિગતો અનુસાર કોરોનામાંથી રિકવર થયા બાદ હાર્ટ-અટેકને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા અંદાજે 3500થી 4000 જેટલી રહી છે. ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે લાંબા સમય સુધી ટ્રીટમેન્ટ ચાલી હોવાથી હૃદયમાં બ્લડ ક્લોટિંંગને કારણે કોરોનામાંથી રિકવર થયા પછી હૃદયરોગનો હુમલો દર્દી માટે જોખમી પુરવાર થઈ શકે છે.

60% મોત 45+ના લોકોનાં, 20% મોત 25થી ઓછી વયના લોકોનાં થયાં
ગુજરાતમાં સૌથી વધુ મોત એવા લોકોના થયાં છે જેમની વય 45 કરતાં વધારે વર્ષની હતી. જોકે આ ઉંમરમાં અન્ય બીમારીઓ પણ હોય છે અને ઇમ્યુનિટી પણ ઓછી હોય છે. તેથી કોરોનાથી સંક્રમિત થવાની સંભાવના તેમને વધારે રહે છે. બીજી ચોંકાવનારી બાબત એ છે કે આશરે 20 ટકા 25 વર્ષથી ઓછી વયના લોકોના છે.

71 દિવસમાં ઇસ્યું થયેલાં ડેથ સર્ટિફિકેટ
કોરોનાને કારણે થયેલાં મોતના સાચા આંકડા સરકારે મોર્બિડ-કૉ મોર્બિડના નામે આપવાનું ટાળ્યું છે, પણ સરકાર દ્વારા જ આ વર્ષે માર્ચ, એપ્રિલ અને મે મહિનાના 10 દિવસમાં ઇસ્યુ થયેલાં મૃત્યુનાં પ્રમાણપત્રના આંકડા વાસ્તવિકતાનો અંદાજ આપે છે. અહીં 2021ના ત્રણ મહિનામાં તથા 2020માં માર્ચ, એપ્રિલ અને મેના 10 દિવસમાં ઇસ્યુ થયેલાં ડેથ સર્ટિફિકેટની વિગતો આપી છે.

શહેર/જિલ્લો

માર્ચમાં ઇસ્યુ થયેલાં ડેથ સર્ટિ.

એપ્રિલમાં ઇસ્યુ થયેલાં સર્ટિ.

મેના પ્રથમ 10 દિવસમાં ઇસ્યુ થયેલાં સર્ટિ.

કુલ 2021

માર્ચ-2020માં ઇસ્યુ થયેલાં ડેથ સર્ટિ.

એપ્રિલ-2020માં ઇસ્યુ થયેલાં સર્ટિ.

મે-2020ના પ્રથમ 10 દિવસમાં ઇસ્યુ થયેલાં ડેથ સર્ટિ.

કુલ 2020

અમદાવાદ શહેર

4237

5924

3432

13593

2685

3052

2049

7786

અમદાવાાદ જિ.

1016

2325

2525

5866

874

804

928

2606

ગાંધીનગર શહેર

238

585

415

1238

208

213

89

510

ગાંંધીનગર જિ.

565

1486

1080

3131

495

1358

689

2542

આણંદ

486

1338

202

2026

162

178

163

503

ખેડા

467

969

211

1647

421

290

373

1084

મહેસાણા

358

1889

903

3150

332

235

306

873

પાટણ

113

91

322

526

54

51

83

188

બનાસકાંઠા

294

452

780

1526

231

220

273

724

સાબરકાંઠા

173

626

237

1036

94

90

100

284

અરવલ્લી

413

397

159

969

423

261

386

1070

સુરેન્દ્રનગર

222

1192

80

1494

189

176

40

405

રાજકોટ શહેર

1370

4474

5034

10878

1259

1014

310

2583

રાજકોટ

1008

2984

3100

7092

2211

1890

1859

5960

મોરબી

354

1759

449

2562

256

314

397

967

જામનગર શહેર

697

1182

904

2783

478

580

161

1219

જામનગર જિ.

1109

2102

1683

4894

826

956

270

2052

દેવભૂમિ દ્વારિકા

344

629

219

1192

243

284

101

628

જૂનાગઢ શહેર

365

1224

833

2422

276

322

99

697

જૂનાગઢ

696

1200

1268

3164

716

640

95

1451

અમરેલી

858

2739

1852

5449

829

802

81

1712

ગીર સોમનાથ

735

1154

1033

2922

549

525

71

1145

પોરબંદર

114

520

654

1288

806

166

257

1229

ભાવનગર શહેર

654

1844

1660

4158

570

577

210

1357

કચ્છ

951

1321

963

3235

891

878

992

2761

વડોદરા શહેર

1573

3618

2531

7722

1149

1031

193

2373

છોટાઉદેપુર

29

33

16

78

19

38

18

75

પંચમહાલ

202

454

214

870

209

207

63

479

મહીસાગર

111

175

133

419

68

65

56

189

દાહોદ

536

877

1142

2555

733

748

944

2425

ભરૂચ

266

947

575

1788

188

183

126

497

નર્મદા

65

169

134

368

49

20

23

92

સુરત શહેર

2526

4795

1530

8851

2054

715

---

2769

સુરત

129

367

157

653

82

99

83

264

તાપી

634

1666

932

3232

509

425

337

1271

નવસારી

958

1867

609

3434

953

975

98

2026

ડાંગ

146

220

190

556

107

126

41

274

વલસાડ

423

615

566

1604

277

274

212

763

બોટાદ

345

1068

1000

2413

307

232

339

878

ભાવનગર

246

519

324

1089

570

577

210

1357

કુલ

26026

57796

40051

123873

23352

21591

13125

58068

 

adv

Related News

post
post
post
post
post
post
post