• Home
  • News
  • સાઉદી સરકારે પહેલી વખત મક્કાના કાળ પથ્થરની હાઈડેફિનેશનવાળી તસવીર જાહેર કરી, 50 કલાક લાગ્યા તેને તૈયાર કરવામાં
post

સાઉદી વહિવટીતંત્રએ આ તસવીર પ્રથમ વખત પ્રસિદ્ધ કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-06 11:51:13

સાઉદી આરબ સ્થિત મુસ્લિમોના પવિત્ર ધર્મસ્થળ મક્કાના કાળા પથ્થર (Black Stone)ની તસવીર સામે આવી છે. આ પણ પહેલી વખત થયું કે સાઉદી પ્રશાસને આ તસવીર જાહેર કરી છે. અરબીમાં આ કાળ પથ્થરને અલ-હઝર-અલ-અસ્વાદ કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે, સિયાહ કે કાળો પથ્થર. આ ફોટોગ્રાફ્સને ખાસ કેમેરાથી કેદ કરવામાં આવ્યો છે. 49 હજાર મેગાપિક્સલની આ તસવીરને ડેવલપ કરવામાં લગભગ 50 કલાક જેટલો સમય લાગ્યો છે.

એન્જિનિયરિંગ એજન્સીએ મિશન પુરુ કર્યું
મસ્જિદ પ્રશાસને તેના માટે પોતાની એન્જિનિયરિંગ એજન્સીની મદદ લીધી છે. આ દરમિયાન 1050 ફોટોગ્રાફ કેપ્ચર કરવામાં આવ્યા. જેમાં કુલ 7 કલાક લાગ્યા. જે માટે ફોકસ સ્ટાકિંગ (focus stacking) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. તેના અલગ-અલગ એન્ગલથી લેવામાં આવેલા ફોટોગ્રાફ્સને કમ્બાઈન કરવામાં આવે છે અને બાદમાં એક શાર્પ અને હાઈક્વોલિટી ફોટોગ્રાફ તૈયાર કરવામાં આવે છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઈસ્લામિક સ્ટડીઝના રિસર્ચર અફિતિ અલ-અકિતિ મુજબ આ પથ્થર હકિકતમાં કાળો નથી, જેવો હું સમજતો રહ્યો છું. આ પહેલી વખત છે કે આ પથ્થરનો ફોટો મેગ્નીફાઈ કરીને લેવામાં આવ્યો છે. જેને હવે અત્યંત બારિકાઈથી અને વ્યક્તિગત રીતે જોઈ શકાય છે.

પથ્થરને ચુમવાની પરંપરા
આ પથ્થર મસ્જિદના પૂર્વ ભાગમાં લાગેલો છે અને તેની ચારે બાજુ શુદ્ધ ચાંદીની બોર્ડર છે. હજ યાત્રા પર જનારા લોકો પરિક્રમા દરમિયાન તેના બોસા (ચુંબન) લેવાનો પ્રયાસ કરે છે. જો કે દરેક હાજી માટે આ બધું જ શક્ય નથી થઈ શકતું, કેમકે લાખો શ્રદ્ધાળુઓ હાજર હોય છે. તેથી દૂરથી જ ઈશારાથી ચુમવાની વિધિ પૂરી કરવામાંં આવે છે. બે વર્ષથી કોરોના વાયરસને કારણે હજ યાત્રા પ્રભાવિત થઈ છે.

શું આ પથ્થર સફેદ હતો?
અમેરિકી ચેનલ CNN સાથેની વાતચીતમાં ઈસ્લામિક સ્ટડીઝના રિસર્ચર અફિતિ અલ-અકિતિ કહે છે- મને લાગે છે કે આ પથ્થર પહેલાં સફેદ રહ્યો હશે. તે માની શકાય છે કે મોટી સંખ્યામાં લોકો દ્વારા અડવામાં આવવાથી તેનો રંગ કાળો થઈ ગયો હશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post