• Home
  • News
  • વિન્ડીઝની ટેલર મહિલા ટી20માં 3 હજાર રન બનાવનારી બીજી ખેલાડી, કોઈ પુરુષ ખેલાડીએ આ સિદ્ધિ મેળવી નથી
post

ઈન્ટરનેશનલમાં મહિલાઓનું પ્રદર્શન વધુ સારું, પરંતુ મોટા ભાગની લીગ પુરુષોની રમાઈ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-25 10:09:44

ઈંગ્લેન્ડની મહિલા ટીમે બીજી ટી20માં વિન્ડીઝને 47 રને હરાવ્યું છે. તેની સાથે જ ટીમે પાંચ મેચની સીરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. આ દરમિયાન વિન્ડીની કેપ્ટન સ્ટેફની ટેલરે ટી20માં 3 હજાર રન પૂરા કર્યા છે. તે આમ કરનારી બીજી મહિલા ખેલાડી છે. અત્યાર સુધી એક પણ પુરુષ ખેલાડી આવી સિદ્ધિ મેળવી શક્યો નથી. આજે દુનિયાના મોટા બોર્ડ પુરુષ ટી20 લીગ પર ધ્યાન આપી રહ્યા છે. માત્ર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા જ મહિલાઓની મોટી લીગનું આયોજન કરી રહી છે.

ટી20માં સૌથી વધુ રન બનાવનાર મહિલા અને પુરુષ ખેલાડી : ટોપ-5માં ત્રણ મહિલા

ખેલાડી

કેટેગરી

દેશ

મેચ

રન

સુઝી બેટ્સ

મહિલા

ન્યૂઝીલેન્ડ

119

3243

સ્ટેફની ટેલર

મહિલા

વિન્ડીઝ

105

3020

વિરાટ કોહલી

પુરુષ

ભારત

82

2794

મેગ લેનિંગ

મહિલા

ઓસ્ટ્રેલિયા

104

2788

રોહિત શર્મા

પુરુષ

ભારત

108

2773

ટી20માં સૌથી વધુ વિકેટ લેનારા મહિલા અને પુરુષ ખેલાડી : 3 મહિલા 100+ વિકેટ લઈ ચુકી છે

ખેલાડી

કેટેગરી

દેશ

મેચ

વિકેટ

અનિશા મોહમ્મદ

મહિલા

વિન્ડીઝ

111

120

એલિસ પેરી

મહિલા

ઓસ્ટ્રેલિયા

120

114

લસિથ મલિંગા

પુરુષ

શ્રીલંકા

84

107

અન્યા શ્રુબસોલે

મહિલા

ઈંગ્લેન્ડ

77

102

શબનમ ઈસ્માઈલ

મહિલા

દ.આફ્રિકા

92

99

ટી20માં સૌથી વધ મેચ જીતનારી મહિલા અને પુરુષ ટીમ : ભારતીય પુરુષ ટીમ ચોથા સ્થાને

ટીમ

કેટેગરી

મેચ

જીત

ઈંગ્લેન્ડ

મહિલા

143

101

પાકિસ્તાન

પુરુષ

157

93

ઓસ્ટ્રેલિયા

મહિલા

138

91

ભારત

પુરુષ

134

83

ન્યૂઝિલેન્ડ

મહિલા

124

74

​​​​​​​ગ્લેનના ઓલરાઉન્ડ દેખાવથી ઈંગ્લેન્ડની ટીમનો બીજો વિજય

ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને 8 વિકેટે 151 રન બનાવ્યા હતા. ઓપનર ટેમી બીયુમોન્ટે 21 અને એની જોન્સે 25 રન બનાવ્યા હતા. અ જવાબમાં વિન્ડીઝનો સ્કોર પણ એક સમયે એક વિકેટે 72 રન હતો. જોકે, પછી વિન્ડીઝ ટીમ 8 વિકેટે 104 રન જ બનાવી શકી. ગ્લેને બે વિકેટ લીધી અને મેન ઓફ ધ મેચ બની હતી.