અન્ય એક વીડિયોમાં અર્ચના કહે છે કે ગાર્ડનમાં સાપ છે પરંતુ તે ચાલવાનું તો ચાલુ જ રાખશે
મુંબઈ: લૉકડાઉન હોવાને કારણે
અર્ચના પુરણ સિંહ હાલમાં પોતાના પરિવાર સાથે મડ આઈલેન્ડમાં રહે છે. ઘરના ગાર્ડનમાં
અર્ચનાએ સાપ જોયો હતો. અર્ચનાએ ઈન્સ્ટાગ્રામમાં વીડિયો શૅર કરીને આ અંગે વાત કરી
હતી. અર્ચનાએ અલગ-અલગ ત્રણ વીડિયો શૅર કર્યાં હતાં.
અર્ચના
પહેલાં વીડિયોમાં તેના મમ્મીને સાપ અંગે પૂછે છે, જેમાં તેની મમ્મી કહે છે
કે તે તો અવાર-નવાર સાપ જુએ છે. તેમને ત્રણવાર સાપ જોયો છે. અર્ચનાએ આ વીડિયો શૅર
કરીને કહ્યું હતું કે તેમના ગાર્ડનમાં આજે સાપ આવ્યો અને તેમના માટે આ વાત સહેજ પણ
નવાઈ ભરેલી નથી. વીડિયોમાં અર્ચનાના મમ્મી કહે છે કે એકવાર તો તેમના પગ આગળથી જ
સાપ નીકળ્યો હતો અને બે કૂતરાઓ ભસવા લાગ્યા હતાં. ત્યારબાદ સાપ જતો રહ્યો હતો. આ
વીડિયોમાં અર્ચના પોતાનું મોટું ગાર્ડન બતાવે છે. ગાર્ડનમાં વાંસના ઝાડ પણ હોય છે.
અર્ચના કહે છે કે તેઓ લાંબા સમયથી અહીંયા રહે છે અને તેમની સાથે કંઈ જ એવું બન્યું
નથી. સાપ પણ તેમની સાથે ટેવાઈ ગયા છે પરંતુ અહીંયા બહુ બધા સાપ છે.
અન્ય
એક વીડિયોમાં અર્ચના કહે છે કે ગાર્ડનમાં સાપ છે પરંતુ તે ચાલવાનું તો ચાલુ જ
રાખશે. વીડિયોમાં અર્ચનાનું આખું ગાર્ડન જોવા મળે છે. તે ફૂલોને લઈ તેની માતા સાથે
ચર્ચા કરતી જોવા મળે છે.
અંતિમ
વીડિયોમાં અર્ચના કહે છે કે તેને સાપનો ઘણો જ ડર લાગે છે. તેણે મોર્નિંગ વોકનો રૂટ
પણ બદલી નાખ્યો છે.