• Home
  • News
  • એમિટી શાળામાં ભણતી વિદ્યાર્થિનીએ KGથી ધોરણ 12 સુધી એકપણ રજા નથી પાડી, ત્યાં જ શિક્ષિકા તરીકે ફરજ નિભાવે છે, પ્રજાસત્તાક દિવસે સન્માન થશે
post

તેણીને પણ સતત 14 વર્ષ સુધી 100 ટકા હાજરી આપવા બદલ શાળાએ સન્માનિત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 10:13:51

કોરોનાકાળમાં શાળા-કોલેજો બંધ હતી જેને કારણે શૈક્ષણિક વર્ષ 2020-21માં નિયમિત હાજરી આપનાર વિદ્યાર્થીઓનું શાળાઓ દ્વારા સન્માન કરાય છે. પરંતુ શાળાઓ બંધ હોવાથી આ વર્ષને બદલે કેજીથી ધો. 12 સુધી 100 ટકા હાજર રહેનાર વિદ્યાર્થીનીનું ભરૂચની એમિટી શાળા દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે સન્માન કરાશે. સંજોગો વસાત એમિટી શાળામાં જ એક સમયે અભ્યાસ કરતી વિદ્યાર્થીની જે હાલ એજ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેણીને પણ સતત 14 વર્ષ સુધી 100 ટકા હાજરી આપવા બદલ શાળાએ સન્માનિત કરી હતી.

વિદ્યાર્થીનીનું સન્માન કરવામાં આવશે
72
માં પ્રજાસત્તાક દિન નિમિત્તે કેજીથી ધો.12 દરમિયાન 100 ટકા હાજર વિદ્યાર્થીની ધ્વનિ બિરેન જાદવને શાળાની શિક્ષિકા જ્યોતિબેન વણકરના હસ્તે સન્માન કરાશે.વિદ્યાર્થીઓ શાળામાં કાયમ હાજર રહે તો શૈક્ષણિક કાર્યમાં આગળ પડતા થાય છે. જેના કારણે સન્માન સમારોહનું આયોજન કરીને અન્ય વિદ્યાર્થીઓને પણ 100 ટકા હાજરી નોંધાય તેવું પ્રોત્સાહન પુરૂ પડાય છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઇ શક્યુ નથી. જ્યારે જિલ્લા કક્ષાનો ધ્વજ વંદનનો કાર્યક્રમ ભરૂચના હોસ્ટેલ ગ્રાન્ટ ખાતે ઉજવાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post