• Home
  • News
  • અમેરિકામાં ગર્ભપાતનો કાયદાકીય અધિકાર સુપ્રીમ કોર્ટે છીનવ્યો
post

હવે મહિલાઓને ગર્ભપાતનો કાયદાકીય અધિકાર નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-25 17:01:14

ન્યૂયોર્ક: અમેરિકાની સુપ્રીમકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં ગર્ભપાતને કાયદેસરની મંજૂરી આપતા પાંચ દાયકા જૂના પોતાના ચુકાદાને બદલી નાખ્યો છે. એવું મનાય છે કે હવે મહિલાઓને ગર્ભપાતનો કાયદાકીય અધિકાર મળશે નહીં અને તેના અંગે રાજ્ય પોત-પોતાના અલગ નિયમ બનાવી શકે છે. કોર્ટે પચાસ વર્ષ જૂના રો વિરુદ્ધ વેડ કેસમાં આપેલો ચુકાદો બદલી નાખ્યો છે, જેના દ્વારા ગર્ભપાત કરાવવાને કાયદેસર ઠેરવવામાં આવ્યું હતું અને કહેવાયું હતું કે, બંધારણ ગર્ભવતી મહિલાને ગર્ભપાત અંગેનો નિર્ણય લેવાનો અધિકાર આપે છે.

 

સુપ્રીમ કોર્ટે શું કહ્યું:

સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતા જણાવ્યું હતું કે બંધારણ ગર્ભપાતનો અધિકાર આપતું નથી. તેમણે એમ પણ જણાવ્યુંહતું કે ગર્ભપાતને દૂર કરવાનો અધિકાર લોકો અનેતેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પરત મોકલાયોછે. બહુમતથીલેવાયેલા આ ચુકાદામાં ન્યાયમૂર્તિ સેમ્યુઅલઅલિટોએ જણાવ્યું હતું કે ગર્ભપાતએક ગહન નીતિગત મુદ્દો છે. અમેરિકામાં  તેને લઈને પારસ્પરિક વિરોધી વિચાર જોવા મળે છે. બંધારણ દરેક રાજ્યના નાગરિકોને ગર્ભપાતને નિયમિત કરવાનો કે તેનો પ્રતિબંધિત કરવાનો કે પ્રતિબંધિત નહી કરવાનો અધિકાર આપે છે. અમેરિકામાં ગર્ભપાત એક નિયમિત અને સુરક્ષિત સ્વાસ્થ્ય દેખભાળ પ્રક્રિયા છેજેનો ઉપયોગ દર ચારે એક મહિલા કરે છે. વર્ષ ૨૦૨૧માં કરવામાં આવેલા એક સર્વેક્ષશ્રણમાં 80 ટકા અમેરિકનોએ અથવા મોટાભાગનાએ  ગર્ભપાતનું સમર્થન કર્યુ હતુ. આ ઉપરાંત ૬૦ ટકા લોકોએ રો વિ. વેડના કેસમાં આપવામાં આવેલા ચુકાદાની હિમાયત કરી હતી.

 

અમેરિકા 150 વર્ષ પાછળ ધકેલાઈ ગયુ:

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન પણ આ ચુકાદા પર ભડકયા છે. તેમણે કહ્યુ હતુ કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય દુખદ છે. આજ સુધી કોર્ટે આ પ્રકારે ચુકાદો આપ્યો નથી. આ ચુકાદો આપીને કોર્ટે મહિલાઓના બંધારણિય અને મૌલિક અધિકાર છીનવી લીધા છે. મહિલાઓનુ સ્વાસ્થ્ય અને જીવન હવે ખતરામાં છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો અમેરિકાને 150 વર્ષ પાછળ ધકેલી દેશે. અમે મહિલાઓના અધિકારોની સુરક્ષા માટે જે પણ થશે તે કરવા માટે તૈયાર છે.


આ મુદ્દે અમેરિકાના લોકો એકસાથે આવે:

ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ ચુકાદા પર નિરાશા વ્યક્ત કરીને કહ્યુ હતુ કે હજી બધુ ખતમ નથી થયુ. અમેરિકા પાસે હંમેશા આગળ વધતા રહેવાની તાકાત છે અને લોકો પાસે એવા નેતા ચૂંટવાની ક્ષમતા છે જે તેમના અધિકારીઓની રક્ષા કરી શકે. આ મુદ્દા પર અમેરિકાના લોકોએ એક સાથે આવવુ જોઈએ.

 

લાખો લોકોની સ્વતંત્રતા પર હુમલો:

પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામાએ પણ આ ચુકાદાની ટીકા કરીને કહ્યુ છે કે, સુપ્રીમ કોર્ટે લાખો લોકોની સ્વતંત્રતા પર હુમલો કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post