• Home
  • News
  • મતગણતરી પહેલાં જ મોંઘવારીનો મોટો માર, દૂધના ભાવમા વધારા પછી રાતોરાત ટોલ ટેક્સ વધી ગયો
post

નેશનલ હાઈવે ઓથોરિટીએ 3થી 5%નો વધારો કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2024-06-03 11:54:00

નવી દિલ્લી: લોકસભા ચૂંટણીના તમામ તબક્કા પૂર્ણ થયા બાદ એક તરફ દેશ પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે તો બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ જનતાને મોટો ઝટકો આપ્યો છે. NHAIએ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે.આજથી જ તમામ ટોલ પ્લાઝા પર ડ્રાઈવરોએ 5 ટકા વધુ ટોલ ટેક્સ ભરવો પડશે. માહિતી અનુસાર, હાઇવે યુઝર ફી વાર્ષિક સુધારણા હેઠળ અગાઉ (1 એપ્રિલ) લાગુ થવાની હતી, પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે આ વધારો મોકૂફ રાખવામાં આવ્યો હતો.

નેશનલ હાઇવે પર 855 યુઝર ફી આધારિત પ્લાઝા
NHAI
ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે નવા દરો 3 જૂન, 2024થી લાગુ થશે. તેમણે કહ્યું કે ટોલ ફીમાં સુધારો કરવો એ વાર્ષિક કવાયતનો એક ભાગ છે, જે જથ્થાબંધ ભાવ સૂચકાંકના આધારે ફુગાવાના ફેરફારો સાથે જોડાયેલ છે. તેમણે કહ્યું કે નેશનલ હાઈવે નેટવર્ક પર લગભગ 855 યુઝર ફી આધારિત પ્લાઝા છે, જેના પર નેશનલ હાઈવે ફી રૂલ્સ 2008 મુજબ યુઝર ફી વસૂલવામાં આવે છે. તેમાંથી લગભગ 675 પબ્લિક ફંડેડ છે અને 180 કન્સેશનર દ્વારા સંચાલિત છે.

 

ટોલના દરમાં ત્રણથી પાંચ ટકાનો વધારો
ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના એક અધિકારીએ જણાવ્યું કે ટોલ દરોમાં 3થી 5 ટકાનો વધારો સોમવાર, 3 જૂન, 2024થી અમલમાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે યુઝર ફી (ટોલ) દરોમાં સુધારો ચૂંટણી દરમિયાન મોકૂફ રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, આ દરો 3 જૂનથી લાગુ થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post