• Home
  • News
  • આખા દેશમાં માત્ર 600ની વસ્તી જ વધી છે, પણ લોકો ભારત આવવા નથી માંગતા, કહે છે-અહીંયા બોમ્બ અને ભારતમાં ગરીબી મારી નાંખશે
post

હુમલાની બીકમાં જીવી રહેલા હિન્દુ શીખ કહે છે કે આગામી હુમલામાં કદાચ અંતિમવિધી કરવા જેટલા લોકો પણ નહીં બચે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-23 11:23:27

કાબુલ :  અફઘાનિસ્તાનમાં હિંસાનો શિકાર બની રહેલા હિન્દુ અને શીખની મદદ માટે ભારત સરકારે પગલા માંડ્યા છે. સરકારે કહ્યું કે, અફઘાન યુદ્ધ દરમિયાન ત્યાં હુમલાનો શિકાર બનેલા હિન્દુ અને શીખ સમુદાયના વિઝા અને લોન્ગ ટર્મ રેસિડન્સી માટે પ્રયાસ કરી રહ્યા છીએ.ઘણા લોકોએ આ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી છે, પરંતુ તેમનું કહેવું છે કે ભારત પાછા જવાનો અર્થ છે ગરીબીમાં રહેવું.

પાછા જવા માટે અફઘાન હિન્દુ-શીખ લોન્ગ ટર્મ રેસિડન્સી માટે અરજી કરી શકે છે
શનિવારે ભારત સરકારના વિદેશ મંત્રાલયે નિવેદન આપી કહ્યું કે, ભારતે હુમલાઓનો શિકાર થઈ રહેલા અફઘાન હિન્દુ અને શીખ સમુદાયની ભારત વાપસીને સુવિધાજનક બનાવવાનો નિર્ણય કર્યો છે. કાબુલમાં ભારતીય અધિકારીએ કહ્યું કે, આ નિર્ણયનો અર્થ છે કે, અફઘાનિસ્તાનના હિન્દુ શીખને ભારતમાં વિઝા માટે પ્રાથમિકતા અને લોન્ગ ટર્મ રેસિડન્સી માટે અરજી કરવાની સુવિધા મળશે. 

અહીંયા હુમલામાં મરી શકીએ છીએ, પણ ભારતમાં ગરીબીથી મરી જશું 
અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુ-શીખોના ત્યાં ઘણી પેઢીઓથી દુકાન અને વેપાર છે. તે તેમના દિવસો આગામી હુમલાની આશંકામાં ગાળી દે છે. લોકોનું કહેવું છે કે ભારતમાં નવી શરૂઆત કરવાનો અર્થ ગરીબીમાં રહેવાનું છે. ખાસ કરીને મહામારી દરમિયાન આર્થિક સ્થિતિ નબળી છે.


કાબુલમાં ગુરુદ્વારા પાસે રહેતા 63 વર્ષના લાલા શેરે કહ્યું કે, સમુદાય એટલો નાનો થઈ ગયો છે કે હવે બીક રહે છે કે આગામી હુમલામાં મરનારા લોકો માટે અંતિમવિધી કરવા માટે પણ પૂરતા લોકો હશે કે નહીં. બની શકે છે કે હિન્દુ-શીખને મળી રહેલી ધમકીઓથી મરી જઈશ, પણ ભારતમાં ગરીબીથી મરી જઈશ.તેમણે કહ્યું કે, મેં મારું આખુ જીવન અફઘાનિસ્તાનમાં વિતાવ્યું છે. જો પૈસા નહીં હોય તો કદાચ હું કોઈ દુકાને જઈને બે ઈંડા અને બ્રેડ માંગીશ તો એ લોકો મને મફતમાં આપી દેશે પણ ભારતમાં મારી મદદ કોણ કરશે.

પાછા જવા માટે અફઘાન હિન્દુ-શીખ લોન્ગ ટર્મ રેસિડન્સી માટે અરજી કરી શકે છે
શનિવારે ભારત સરકારના વિદેશ મંત્રાલયે નિવેદન આપી કહ્યું કે, ભારતે હુમલાઓનો શિકાર થઈ રહેલા અફઘાન હિન્દુ અને શીખ સમુદાયની ભારત વાપસીને સુવિધાજનક બનાવવાનો નિર્ણય કર્યો છે. કાબુલમાં ભારતીય અધિકારીએ કહ્યું કે, આ નિર્ણયનો અર્થ છે કે, અફઘાનિસ્તાનના હિન્દુ શીખને ભારતમાં વિઝા માટે પ્રાથમિકતા અને લોન્ગ ટર્મ રેસિડન્સી માટે અરજી કરવાની સુવિધા મળશે. 

ભારતના પ્રસ્તાવ અંગે અફઘાન સરકારે પ્રતિક્રિયા ન આપી
અત્યાર સુધી અફઘાન સરકારે ભારતની રજુઆતની કોઈ પ્રતિક્રિયા આપી નથી. એક વરિષ્ઠ અફઘાન અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે, હિંસાએ દરેક અફઘાનીને પ્રભાવિત કર્યા છે અને હિન્દુ શીખોની સુરક્ષાની રજુઆતે અફઘાનિસ્તાનમાં ધાર્મિક વિવિધતા અંગે સવાલ ઊભો કર્યો છે. અધિકારીએ કહ્યું કે, આ કાવતરું ભારતના સ્થાનિક પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવ્યું છે. જ્યાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને હિન્દુ ઓળખ અપાવવા માટે સેક્યુલરથી દૂર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં સ્થિતિ બગડી રહી છે 
અફઘાનમાં ધાર્મિક લઘુમતી પહેલાથી વધુ અનિશ્વિત થઈ ગયા છે, કારણ કે અમેરિકાએ 18 વર્ષ પછી તેમના સૈનિકોને પાછા બોલાવી લીધા છે. આ ઉપરાંત 1990માં શાસન કરનારી તાલિબાન સરકાર સાથે સૈન્યની ભાગીદારી કરવા અંગે વાતચીત કરવા માટે તૈયાર છે. યુદ્ધના મેદાનમાં પહેલાથી વધુ ઉથલ પાથલ થઈ ગઈ છે. અહીંયા ઈસ્લામિક સ્ટેટ જેવા ઉગ્રવાદી જૂથ જોડાઈ ગયા છે, જે લઘુમતીને ટાર્ગેટ કરે છે.

સરકારના જરૂરી પદો પર ફરજ અદા કરતા હિન્દુ-શીખ દેશ છોડીને જઈ ચુક્યા છે
અફઘાનિસ્તાનમાં હિન્દુ-શીખ સમુદાયની સંખ્યા એક સમયે હજારમાં હતી. અહીંયા આ લોકો મોટા વેપાર અને સરકારમાં ઉચ્ચ પદવી સંભાળતા હતા પણ આમાથી લગભગ તમામ દાયકાઓથી ચાલી રહેલા યુદ્ધ અને અત્યાચાર પછી ભારત,યૂરોપ અને ઉત્તર અમેરિકા ચાલ્યા ગયા છે.
નંગરહારના પૂર્વ પ્રાંતમાં હજારોમાંથી માત્ર 45 પરિવાર વધ્યા છે. જ્યારે પક્ટિયામાં માત્ર એક જગમોહન સિંહનો પરિવાર જ બાકી છે.તે હર્બલ ડોક્ટર છે અને તેમની પત્ની અને બે બાળકો સાથે રહે છે. તેમના વધુ બે બાળકો પહેલાથી જ કાબુલ માટે ભાગી ચુક્યા છે. ડોક્ટર સિંહે જણાવ્યું કે, થોડાક દાયકા પહેલા પક્ટિયાના બીજા જિલ્લા અને વિસ્તારમાં લગભગ 3 હજાર હિન્દુ અને શીખ પરિવાર હતા. મારા પરિવારને બાદ કરતા બધા ચાલ્યા ગયા. 

આખા દેશમાં માત્ર 600 હિન્દુ-શીખ વધ્યા 
હવે જ્યારે તેમની સંખ્યામાં ઘટાડો થયો તો હિન્દુ-શીખ ઘણી વખત એકસાથે મોટા કમ્પાઉન્ડમાં સાથે રહે છે અને એકબીજાના પૂજા સ્થળનો ઉપયોગ કરે છે. હવે આખા અફઘાનિસ્તાનમાં માત્ર 600 હિન્દુ-શીખ રહે છે, બે વર્ષમાં થયેલા બે મોટા હુમલામાં લગભગ 50 લોકોના મોત પછી પરિવારજનો બીકમાં જીવી રહ્યા છે. તાજેતરમાં માર્ચમાં બનેલી ઘટનામાં ઈસ્લામિક સ્ટેટે 6 કલાક સુધી ગુરુદ્વારા અને કાબુલ ખાતે આવેલા હાઉસિંગ કોમ્પલેક્સને સીઝ કરી દીધા હતા. જેમા નાના બાળકો સહિત 25 લોકોના મોત થયા હતા.
આ હુમલા પછી સમુદાયના નેતાઓને ચેતવણી આપવામાં આવી, ત્યારપછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિત અફઘાન અધિકારીઓએ સુરક્ષા ઉપાય કરવાનો વાયદો કર્યો પણ સમુદાયના પ્રતિનિધિ નરેન્દ્ર સિંહ થાલસાએ અફઘાન સંસદમાં કહ્યું કે, મંદિર બંધ છે અને કઈ પરિવર્તન નથી આવ્યું. વિસ્તારમાં થોડા પોલીસ અધિકારીઓ સિવાય તેમને કોઈ મદદ મળી નથી જે તેમની ચિંતાઓમાં ઘટાડો કરે.

મંદિરની બહાર દુકાન ચલાવનારા 22 વર્ષના વર્જેત સિંહ કહે છે કે, તેમણે થોડા ચેક પોઈન્ટ્સ બનાવી દીધા છે, જ્યાં ઘણા અધિકારી હાજર રહે છે. અહીંયા મંદિરની બહાર સિંહના માતા અને ભાઈની હત્યા થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું કે, અધિકારીઓને ખબર છે કે તે મંદિરની બહાર ઊભેલા એક પોલીસ અધિકારી સાથે કોઈ હુમલાને રોકી નહીં શકે.

સ્થિતિ બદલાઈ નથી, જીવને જોખમ છે 
વર્જેતે જણાવ્યું કે, અમારી સ્થિતિમાં કંઈ ફેરફાર થયો નથી. હું મારા જીવને જોખમમાં મુકીને રોજ સવારે કામ માટે નીકળું છું. હું હજુ પણ મારા કમ્પાઉન્ડ પર આગામી હુમલા અંગે ચિંતિત છું. સરકાર પાસેથી આર્થિક મદદ માંગી રહેલા સિંહે જણાવ્યું કે, જ્યારથી હુમલામાં તેમનો પરિવાર જતો રહ્યો અને પૂજા કરવાનું સ્થળ પણ છીનવી લેવાયું છે ત્યારથી તેમનું જીવન અસહ્ય થઈ ગયું છે. તેમની પત્ની ગર્ભવતી હોસ્પિટલ જતા પણ ગભરાઈ રહી છે, કારણ કે તાજેતરમાં જ મેટરનિટી વોર્ડ પર હુમલો થયો હતો, જ્યાં માતા અને બાળકોને મારી નંખાયા હતા.

તેમણે કહ્યું કે, ભારત જ્યારે લોન્ગ ટર્મ વિઝા આપશે તો હું ત્યાં જઈશ અને જ્યાં સુધી પરિસ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી પાછો નહીં આવું. દેશની સ્થિતિ સુધરશે ત્યારે હું પાછો આવીશ.

એક્ટિવિસ્ટ રવૈલ સિંહની કહાની
રવૈલ સિંહના પરિવારને દિલ્હી આવ્યાને એક વર્ષથી વધુનો સમય થઈ ગયો છે પણ અહીંયા જીવવું સરળ નથી. સિંહ 2018માં જલાલાબાદમાં થયેલા બ્લાસ્ટમાં માર્યા ગયેલા 14 શીખોમાંથી એક હતા. તે એક્ટિવિસ્ટ હતા. તે રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 

સિંહના પત્ની પ્રીતિએ કહ્યું કે, તે પતિના મોતના ત્રણ મહિના પછી ત્રણ બાળકો સાથે ભારત આવી ગઈ છે. અહીંયા તેમના 16 વર્ષીય દીકરા પ્રિન્સને એક ટેલરની દુકાન પર એપ્રેન્ટિસ તરીકે કામ મળ્યું છે. આ સાથે જ અફઘાનિસ્તાન અથવા અન્ય સ્થળો પરથી મિત્રો દ્વારા મળતી આર્થિક મદદથી તેમનો પરિવાર બે રૂમમાં રહી શક્યો છે, જેનું ભાડુ લગભગ 2 હજાર રૂપિયા હતું.

મહામારીએ દીકરાની નોકરી છીનવી 
મહામારીના કારણે દીકરા પ્રિન્સની નોકરી જતી રહી. ટેલરે કહ્યું કે, હવે તે પૈસા નહીં આપી શકે. પ્રીતિએ કહ્યું કે, તેમનો પરિવારે બે રૂમમાં કેદ થઈ અને મદદની રાહમાં દિવસો ગાળ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post