• Home
  • News
  • દેશમાં ઓનલાઈન ફૂડ મગાવવાનો ટ્રેન્ડ વધ્યો, 2024 સુધી 15 હજાર કરોડનું ક્લાઉડ કિચન માર્કેટ બનશે
post

લૉકડાઉન પછી ઓનલાઈન ઓર્ડર વેલ્યુ 50થી 60% વધી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-07 09:00:07

નવી દિલ્હી: કોરોના વાઈરસને લીધે મોટાભાગના રેસ્ટોરન્ટ બંધ છે. તેમ છતાં દેશમાં ઘરે ઓનલાઈન ફૂડ મગાવવાનો ટ્રેન્ડ તેજીથી વધ્યો છે. ઘર પર ફૂડ મગાવવા માટે ક્લાઉડ કિચનને સૌથી વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. ક્લાઉડ કિચન એવું બિઝનેસ મોડલ છે. જ્યાં કોમર્શિયલ કુકિંગની સારી સુવિધાઓ હોય છે. પરંતુ ત્યાં બેસી ભોજનની સુવિધા હોતી નથી. ઓનલાઇન ઓર્ડર કરેલુ ફૂડ ડિલિવર થાય છે. 

રેડસીર મેનેજમેન્ટ કન્સલ્ટિંગ મુજબ, 2024 સુધીમાં આ માર્કેટની સાઈઝ રૂ. 15 હજાર કરોડ થઈ જશે. 2019માં આ માર્કેટની સાઈઝ રૂ. 3 હજાર કરોડ હતી. કંપનીઓ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં 21 ટકા લોકોએ જણાવ્યું હતું કે, લોકડાઉન થયા પછી, તેઓને લાગ્યું હતું કે, તેમનો ઓનલાઈન ઓર્ડર વધશે. બેન ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ એન્ડ રિટેલ પ્રેક્ટિસના હેડ જયદીપ ભટ્ટાચાર્યે જણાવ્યુ હતુ કે, કોરોનાને લીધે બિનજરૂરી આઉટડોર ગતિવિધિઓ ઘટશે. જેથી ક્લાઉડ કિચનની માગ વધશે. લોકડાઉન પહેલા આ ટ્રેન્ડ વધ્યો હતો. પરંતુ કોરોના બાદ આ તેજી સ્થાયી બનશે.  બોસલ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપના એમડી રચિત માથુર આ ટ્રેન્ડ પર જણાવે છે કે, નાના મેન્યુ અને ફૂડ કિટથી માર્કેટમાં આ બિઝનેસ સુરક્ષિત થશે. 

લૉકડાઉન પછી ઓનલાઈન ઓર્ડર વેલ્યુ 50થી 60% વધી
રેબેલ ફૂડ ઈન્ડિયા બિઝનેસ હેડ રાઘવ જોષીએ જણાવ્યું હતું કે, લૉકડાઉનની જાહેરાત બાદ ઓનલાઈન ફૂડ ઓર્ડર વેલ્યુ 50થી 60 ટકા વધ્યુ છે. જેનુ મુખ્ય કારણ લોકો ઘરમાં જ છે. તેથી સંપૂર્ણ પરિવાર માટે ફૂડ ઓર્ડર કરે છે. જોષી જણાવે છે કે, જો માત્ર ઓનલાઈન જ ફૂડ ઓર્ડર કરે તો તે અમારા પક્ષમાં રહેશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post