• Home
  • News
  • યુએન સેક્રેટરીએ મુંબઈ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી
post

કોઈપણ બહાનું આતંકવાદને યોગ્ય ઠેરવી શકે નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-19 19:18:07

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયા ગુતરેસ એ મુંબઈમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે તેમણે આતંકવાદને સંપૂર્ણ ખરાબ ગણાવ્યો અને કહ્યું કે કોઈ પણ કારણ કે બહાનું તેને યોગ્ય ઠેરવી શકે નહીં.

યુએન સેક્રેટરી-જનરલ ગુતરેસ 26 નવેમ્બર 2008 ના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલાની યાદમાં મુંબઈમાં તાજ હોટેલ ખાતેના સ્મારક સંગ્રહાલયમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. શ્રદ્ધાંજલિ આપતાં તેમણે કહ્યું, 'હું પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું. તેઓ આપણા વિશ્વના હીરો છે.

ગુતરેસ એ કહ્યું કે, કોઈ કારણ કે બહાનું કે ફરિયાદ આતંકવાદને યોગ્ય ઠેરવી શકતી નથી. વર્તમાન વિશ્વમાં આતંકવાદને કોઈ સ્થાન નથી.

યુએનના વડાનું આ નિવેદન પાકિસ્તાન અને ચીન જેવા આતંકવાદની તરફેણ કરનારા દેશો માટે એક મજબૂત સંદેશ છે કે વિશ્વની નજરમાં આતંકવાદ માત્ર આતંકવાદ છે બીજું કંઈ નથી.

સીએમ શિંદે અને ફડણવીસે પણ શ્રદ્ધાંજલિ આપી હતી

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ મુંબઈ હુમલાના મેમોરિયલ મ્યુઝિયમમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી

 

adv

Related News

post
post
post
post
post
post
post