• Home
  • News
  • સંયુક્ત રાષ્ટ્ર સંઘે ભારતનો વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડી 5.7 ટકા કર્યો, વૈશ્વિક વિકાસ દર પણ 10 વર્ષની નીચી સપાટીએ રહે તેવી શક્યતા
post

વર્ષ 2018-19માં ભારતનો વિકાસ દર 6.8 ટકા રહ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-17 11:46:09

સંયુક્ત રાષ્ટ્ર સંઘે કહ્યું છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 5.7 ટકા રહેવાનો અંદાજ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અંદાજવામાં આવેલો વૃદ્ધિ દર તેના અગાઉના 6.8 ટકા અંદાજ કરતા નીચો છે. એક અભ્યાસમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) કહ્યું છે કે અન્ય કેટલાક વિકાસશીલ દેશમાં GDP વૃદ્ધિ દર વર્ષે નોંધપાત્ર પ્રમાણમાં વધી શકે છે. ગત વર્ષ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર સૌથી ઓછો 2.3 ટકા રહ્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર તરફથી માહિતી આપવામાં આવી છે.
UN
વૈશ્વિક આર્થિક સ્થિતિ અને સંભાવના (World Economic Situation and Prospects)(WESP),2020ના મતે વર્ષ 2020માં વૈશ્વિક અર્થતંત્રની આર્થિક વૃદ્ધિ 2.5 ટકા રહેવાની સંભાવના છે. જોકે, વ્યાપાર ક્ષેત્ર સ્પર્ધાત્મકતા, આર્થિક મોરચે ભારે અફરા-તફરી તથા ભૂ-રાજકીય તણાવ વધવાને લીધે વૈશ્વિક અર્થતંત્ર પર અસર થઈ શકે છે.

વર્ષ 2018-19માં 6.8 ટકા દર હતો

વર્ષ 2018-19માં વિકાસ દર 6.8 ટકા રહ્યો હતો. જેને જોતા વધુ એક વખત તેમાં 1.8 ટકાનો ઘટાડો આવી શકે છે. વિશ્વની લગભગ તમામ રેટિંગ એજન્સી અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) ભારતના GDP અંદાજમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો કર્યો છે. મૂડીઝે (moody's) માર્ચ,2020માં પૂરા થનારા નાણાકીય વર્ષ માટે GDP અંદાજ 5.8 ટકાથી ઘટાડી 4.9 ટકા કર્યો છે. ફિચ (Fitch) નાણાકીય વર્ષ 2019-20 માટે વિકાસ દર 4.6 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. બીજીબાજુ વર્ષ 2020-21 માટે અંદાજ 5.6 ટકા અને વર્ષ 2021-22 માટે 6.5 ટકા અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

જુલાઈ-સપ્ટેમ્બરમાં 4.5 ટકા વિકાસ દર હતો

જુલાઈ-સપ્ટેમ્બર, 2019ના ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો આર્થિક વિકાસ દર ઘટીને 4.5 ટકા થઈ ગયો હતો, જે લગભગ સાડા વર્ષની નીચી સપાટી પર હતો. સતત છઠ્ઠા ત્રિમાસિક ગાળા દરમિયાન GDPમાં સુસ્તીભર્યુ વલણ જોવા મળ્યું છે. અગાઉ જાન્યુઆરી-માર્ચ,2013 ત્રિમાસિક ગાળામાં GDP વિકાસ દર 4.3 ટકા રહ્યો હતો, જે એક વર્ષ અગાઉની સમાન અવધી એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર,2018 ત્રિમાસિક ગાળામાં સાત ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસ દર પાંચ ટકા રહ્યો હતો.

કેન્દ્ર સરકારે પણ અંદાજ દર્શાવ્યો હતો

અગાઉ કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે વિકાસ દરનો અંદાજ દર્શાવ્યો હતો. અંદાજ પ્રમાણે નાણાકીય વર્ષમાં GDP પાંચ ટકા રહેવાનો અંદાજ છે, જે ગત એક દાયકામાં સૌથી ઓછો છે. સરકારે બજેટ બાદ ફેબ્રુઆરી મહિનામાં નાણાંકીય વર્ષનો બીજો અંદાજ રજૂ કરશે.

RBI પણ GDP અંદાજ ઘટાડ્યો હતો

અગાઉ પાંચમી ડિસેમ્બર,2019ના રોજ ભારતીય રિઝર્વ બેન્ક (RBI) પણ GDP અંદાજમાં ઘટાડો કર્યો હતો. મધ્યસ્થ બેન્કના અંદાજ પ્રમાણે વર્ષ 2019-20 દરમિયાન GDPમાં વધુ ઘટાડો આવશે અને તે 6.1 ટકાથી ઘટી પાંચ ટકા રહી શકે છે.

 


 

adv

Related News

post
post
post
post
post
post
post