• Home
  • News
  • દીપડાની ઘાતક પક્કડ સામે રાખડીના સંબંધોની જીત:બહેનને દીપડો ખેંચી રહ્યો હતો, ભાઈએ એક હાથે બાઈક ચલાવ્યું અને બીજા હાથે બહેનને પકડી રાખી, છેવટે દીપડો હાર્યો
post

મહારાષ્ટ્રમાં શાળાએ જતા ભાઈ-બહેન પર દીપડાએ હુમલો કર્યો, ભાઈએ હિંમ્મત દાખવતા બન્નેના જીવ બચ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-20 19:01:00

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં 14 વર્ષનો ભાઈ તેની 17 વર્ષની બહેનને 10 કિમી દૂર શાળાને મુકવા જઈ રહ્યો હતો ત્યારે તેના બાઈક પર એક દીપડાએ હુમલો કર્યો હતો. 4 કિ.મી માર્ગ પર દીપડાએ પોતાના શિકારને દબોચી લેવા શક્ય તમામ પ્રયત્નો કર્યાં, પણ બહાદુર ભાઈએ પોતાના જીવની પરવાહ કર્યાં વગર બહેનની રક્ષા કરી અને સલામત રીતે શાળાએ પહોંચાડી. છેવટે દીપડાની ઘાતક પકડ સામે રાખડીના મજબૂત સંબંધોની જીત થઈ. આ ઘટના ગત બુધવારની છે. 17 વર્ષિય તુપ્તિ રવીન્દ્ર તાંબે દીપડાના ઓચિંતા હુમલાથી ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે તેના મામાના દિકરા ભાઈ યશ અશોક બાજેના પગમાં દીપડાના દાંત ઘૂસી ગયેલા છે.

બુધવારે વહેલી સવારનો સમય હતો. જ્યારે હું મારી ફઈબાની દિકરી તુપ્તિને 10 કિમી દૂર શાળાએ છોડવા બાઈક પર જઈ રહ્યો હતો. 4 કિમી બાદ શાળા માટે બસ મળવાની હતી. પણ 4 કિમીનો આ માર્ગ જીવનની પરીક્ષા સાબિત થયો.

બહેન તૃપ્તિની સ્કૂલ બેગ દીપડાના પકડમાં આવી ગઈ
અમારા ઘરથી થોડે દૂર દીપડો ઝાડીમાં છૂપાઈને બેઠો હતો અને અમે ત્યાંથી પસાર થયા ત્યારે ત્યારે તેણે છલાંગ લગાવી મારા પગને દાંતથી ઝકડી લીધો. મેં હિંમત કરીને પગ છોડાવી લીધો, પણ દાંત મારા પગમાં ઘૂસી ગયા હતા. દીપડો જાણે નક્કી કરીને આવ્યો હતો કે ગમે તેમ કરીને શિકારને નહીં છોડું. મારો પગ તેના મોઢામાંથી છૂટ્યો તે સાથે તે બાઈકની સાથે દોડવા લાગ્યો અને પાછળ બેઠેલી મારી બહેન તુપ્તિ પર હુમલો કર્યો.

મને લાગ્યું કે તુપ્તિ પર તેણે હુમલો કર્યો છે, પણ તેણે કહ્યું કે પીઠ પર લગાવેલી સ્કૂલ બેગ તે પાછળથી ખેંચી રહ્યો હતો, તો હું સમજી ગયો કે તેના મોઢામાં બેગ આવી ગઈ છે અને તુપ્તિ સુરક્ષિત છે. જેથી મે બાઈકની ઝડપ ખૂબ વધારી અને તૃપ્તિને પકડી શક્યો નહીં. હવે સ્થિતિ એવી સર્જાઈ કે આગળ આગળ બાઈક અને પાછળ દીપડો પીછો કરી રહ્યો હતો.

50 મીટર સુધી દીપડા સાથેનો સંઘર્ષ ચાલતો રહ્યો
મે એક હાથથી તૃપ્તિને પકડી રાખી અને બીજા હાથથી બાઈક ચલાવી રહ્યો હતો. આશરે 50 મીટર સુધી આ સંઘર્ષ ચાલ્યો. મનમાં ભગવાનનું નામ લેતો હતો ત્યારે શરીરમાં સ્ફૂર્તિ હતી. ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. દીપડાની પકડને લીધે બેગનો પટ્ટો તૂટી ગયો. બેગ દીપડાની જડબામાં ફસાયેલી રહી ગઈ અને અમારા બાઈકની ઝડપ ખૂબ તેજ થઈ ગઈ.

છેવટે દીપડો પાછળ છૂટી ગયો. અમે નિરાતનો શ્વાસ લીધો. જોકે, દીપડો આશરે 200 મીટર સુધી અમારો પીછો કરતો રહ્યો હતો. તેની ગર્જનાનો અવાજ આવતો હતો. ત્યારબાદ અમે બસની રાહ જોવાનું ભૂલી ગયા અને સીધા જ પાંઢુર્લીમાં શાળાએ જઈને અટક્યાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post