• Home
  • News
  • લાલ થયું આખું આકાશ:અમેરિકામાં 38 વર્ષ બાદ ફાટ્યો દુનિયાનો સૌથી મોટો જ્વાળામુખી મૌનાલાઓ
post

હવાઇમાં 2018માં ફાટેલા વોલ્કેનાથી 700 ઘર તબાહ થયાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-29 20:00:21

અમેરિકામાં સોમવારે દુનિયાનો સૌથી મોટો જ્વાળામુખી વોલ્કેનો મૌનાલાઓ ફાટ્યો હતો. લગભગ 4 દશક પછી ફાટેલા આ વોલ્કેનોથી આખું આકાશમાં લાલી છવાઇ ગઇ. US જિઓલોજિકલ સર્વે અનુસાર વોલ્કેનોના ફાટવાની શરૂઆત રવિવાર રાતથી જ થઇ ચૂકી હતી. ત્યાર બાદ ઇમર્જન્સી ક્રૂને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. વોલ્કેનો ફાટ્યા પછી તેમાંથી નીકળેલો કાટમાળ વધુ દૂર સુધી નથી પડ્યો. જેથી આસપાસના લોકોને કોઇ નુકસાન નથી થયું.

મૌનાલાઓ વોલ્કેનો ફાટ્યા પછી તેમાંથી નીકળેલો લાવા અને બીજો કાટમાળ કેવળ સીમિત વિસ્તારમાં જ રહ્યો છે. સીમિતનો મતલબ વોલ્કેનોના શિખરથી છે. જોકે તેમાંથી નીકળેલા પદાર્થને બહુ દૂર સુધીના વિસ્તારથી પણ જોવામાં આવ્યો. જિઓલોજિકલ સર્વેમાં લગાવેલા કેમેરામાં વોક્લકેનો ફાટવાનાં દૃશ્યો કેદ થયાં. તેમાં જોવા મળ્યું કે જ્વાળામુખીના મુખમાંથી એક લાંબી ધાર નીકળી.

1984માં 22 દિવસ સુધી વહેતો રહ્યો હતો લાવા
હકીકતમાં હવાઇ આઇલેન્ડમાં 6 એક્ટિવ વોલ્કેનો છે. જેમાંથી મૌનાલાઓ દુનિયાનો સૌથી મોટો વોલ્કેના માનવામાં આવે છે. જિઓલોજિકલ સર્વે અનુસાર મૌનાલાઓ 1843ની આસપાસ 33 વાર ફાટી ચૂક્યો છે. સોમવાર પહેલાં આ લાવા 1984માં ફાટ્યો હતો. જેમાં સતત 22 દિવસ સુધી સાત કિમી.ના એરિયામાં લાવા વહી રહ્યો હતો.

હવાઇમાં 2018માં ફાટેલા વોલ્કેનાથી 700 ઘર તબાહ થયાં હતાં
આની પહેલાં વર્ષ 2018માં મૌનાલાઓની પાસે કિલાઉવે વોલ્કેનો ફાટ્યો હતો. આમાં લગભગ 700 ઘર તબાહ થઇ ગયાં હતાં. એ નસીબની વાત છે કે 28 નવેમ્બર, સોમવારના ફાટેલા મૌનાલાઓથી કોઇ નુકસાની નથી થઇ, કારણ કે તેનું ધસવું એકદમ સીધું હતું જેના કારણે લાવા નીચે જવાની સંભાવના વધી જાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post