• Home
  • News
  • અટલ ટનલ:10 હજાર ફૂટની ઊંચાઈ પર બનેલી વિશ્વની સૌથી લાંબી ટનલ તૈયાર, 3 ઓક્ટોબરે ઉદઘાટન, મનાલી-લેહ વચ્ચેનું અંતર 46 કિ.મી. ઘટશે
post

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 ઓક્ટોબરે ટનલનું ઉદઘાટન કરી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-25 09:45:23

હિમાચલ પ્રદેશના મનાલીને લદાખના લેહ સાથે જોડતી અટલ ટનલ તૈયાર થઈ ગઈ છે. અંદાજે 10 હજાર ફૂટની ઊંચાઈ પર બનેલી આ વિશ્વની સૌથી લાંબી ટનલ છે. એ 9.2 કિ.મી. લાંબી છે અને 10 વર્ષમાં બનીને તૈયાર થઈ છે. એનાથી મનાલી-લેહ વચ્ચેનું અંતર 46 કિ.મી. ઘટશે અને 4 કલાક બચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 ઓક્ટોબરે ટનલનું ઉદઘાટન કરી શકે છે. ઉદઘાટન સમારોહમાં અભિનેત્રી કંગના રનૌત પણ પહોંચી શકે છે. હાલ ટનલને ફાઇનલ ટચ અપાઈ રહ્યો છે. ટનલ સાથે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીનું નામ જોડાયું છે.

પ્રોજેક્ટના ડાયરેક્ટર કર્નલ પરીક્ષિત મેહરાએ કહ્યું, ટનલનું નિર્માણ 6 વર્ષમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે એમાં વિલંબ થયો. લેહને જોડવા માટે આ અમારું સપનું હતું અને કનેક્ટિવિટી મજબૂત કરવાની દિશામાં પ્રથમ પગલું હતું. આ ટનલ એક પડકારજનક પ્રોજેક્ટ રહ્યો, કેમ કે અમે માત્ર બે છેડેથી કામ કરી રહ્યા હતા. બીજો છેડો રોહતાંગ પાસમાં ઉત્તરમાં હતો. વર્ષમાં માત્ર 5 મહિના જ કામ થઈ શકતું હતું.

અટલ ટનલ એક નજરમાં

·         2,958 કરોડ રૂ. ખર્ચ થયો ટનલ બનાવવામાં.

·         14508 મેટ્રિક સ્ટીલ વપરાયું.

·         2,37, 596 મેટ્રિક સિમેન્ટનો ઉપયોગ થયો.

·         14 લાખ ઘનમીટર ભેખડો ખોદાઈ.

·         500 મીટરના અંતરે ઇમર્જન્સી એક્ઝિટ.

·         150 મીટરના અંતરે.

·         4-જીની સુવિધા પણ છે.

·         10.5 મીટર પહોળી અને 10 મીટર ઊંચી છે ટનલ.

·         60 મીટરના અંતરે સીસીટીવી પણ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post