• Home
  • News
  • ઈટાલીમાં દર 100 વ્યક્તિએ 12ના મોત થઈ રહ્યા છે, આ દર વિશ્વમાં સૌથી વધારે; ભારતનો દર 2.75
post

ઈટાલીમાં કોરોનાથી થનાર મોતમાં 71% પુરુષ અને 29% મહિલા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-06 10:23:29

નવી દિલ્હી: જોન હોપકિંસ યૂનિવર્સિટી મુજબ વિશ્વના 181 દેશો કોરોનાના ભરડામાં છે. આ દેશોમાં અત્યાર સુધીમાં 11 લાખથી વધારે કેસ નોંધાયા છે. 60 હજારથી વધારે લોકોના જીવ ગયા છે. 2.26 લાખ લોકો સાજા થઈ ગયા છે. સૌથી વધારે મોત 14681 ઈટાલીમાં થયા છે. સૌથી વધારે કેસ 2.77 લાખ અમેરિકામાં નોંધાયા છે.


વિશ્વના સૌથી વધારે પ્રભાવિત દેશોમાં કોરોના વાઈરસથી થનાર મૃત્યુના દરની વાત કરીએ તો ઈટાલીમાં સૌથી વધારે છે. ઈટાલીમાં દર 100 સંક્રમિત વ્યક્તિમાંથી લગભગ 12 લોકોના મોત થાય છે. ફ્રાન્સ બીજા નંબરે છે. અહીં 100 દર્દીમાંથી 10ના મોત થાય છે. ત્રીજા નંબરે નેધરલેન્ડ છે. અહીં 100 કોરોનાના દર્દીમાંથી 9 લોકોના મોત થાય છે.


ભારતમાં કોરોનાના અત્યાર સુધીમાં 3127થી વધારે કેસ નોંધાયા છે અને 86 લોકોના જીવ ગયા છે. આ પ્રમાણે ભારતમાં કોરોનાથી મૃત્યુદર 2.75 છે. કુલ કેસની બાબતમાં ભારત વિશ્વમાં 29માં નંબરે છે. એટલે કે 28 દેશમાં ભારત કરતા વધારે કેસ નોંધાયા છે.


કોરોના પ્રભાવિત ટોપ 10 દેશમાં જર્મનીમાં સૌથી ઓછો 1.4 મૃત્યુદર
કોરોના પ્રભાવિત ટોપ 10 દેશમાં જર્મનીમાં સૌથી ઓછો મૃત્યુદર છે. અહીં 100 સંક્રમિત દર્દીઓમાંથી 1.4 વ્યક્તિના મોત થાય છે. જર્મનીમાં અત્યાર સુધીમાં 91159 કેસ નોંધાયા છે અને 1330 લોકોના મોત થયા છે. 26400 લોકો સાજા થઈ જતા રજા અપાઈ છે. અમેરિકામાં પણ ઓછો મૃત્યુદર છે અહીં 2.77 લાખ કેસ અને 7174 મોત છે. અહી મૃત્યુદર 2.6 છે. આ દર ભારત અને ચીન કરતા પણ ઓછો છે. ચીનમાં 4 અને ભારતમાં 2.75 છે.

કોરોનાનું જોખમ મહિલાઓ કરતા વધારે પુરુષોને છે
કોરોનાનો મહિલાઓ કરતા વધારે જોખમ પુરુષોને છે. આવું અમુક દેશોના મોતના આંકડાં જણાવે છે. ઈટાલીમાં કોરોનાથી થનાર કુલ મોતમાં 71% પુરુષ અને 29% મહિલાઓ છે. આ રીતે સ્પેનમાં કોરોનાથી 65% પુરુષો અને 35% મહિલાઓના જીવ ગયા છે. મેડીકલ એક્સપર્ટનું કહેવું છે કે આ બીમારી પુરુષો માટે ઘાતક છે. માનવામાં આવે છેકે મહિલાની રોગપ્રતિકાર ક્ષમતા પુરુષો કરતા વધારે હોય છે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post