• Home
  • News
  • શૈલેષ લોઢા ફરી શો માં આવશે તેવી ચાલી રહી છે અટકળો, જુઓ ટીવી શોનો ચાર્મ કેટલો જળવાશે
post

ટીવીની જુની અને જાણીતી સિરિયલ તારક મહેતાના ઉલટા ચશ્મા પરથી એક સમાચાર સામે આવ્યા છે. એવી અટકળો ચાલું છે કે નજીકના આવનારા એપિસોડમાં શૈલેષ લોઢા શોમાં પાછા ફરી રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-30 18:44:38

મુંબઈ: તારક મહેતા શો અત્યાર સુધીનો સૌથી લાંબો ચાલવા વાળો શો રહ્યો છે. નાનાથી માંડીને મોટાં લોકો સુધી  શો પ્રિય રહ્યો છે. સિરિયલનું દરેક પાત્ર આજે લોકોના દિલો પર રાજ કરે છે. વર્ષોથી  શોએ પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે અને  સિરિયલ નંબર પર છે. હમણાં   શો ચર્ચાનો વિષય બન્યો છે. કેમ કે થોડાં સમય પહેલા શૈલેષ લોઢાએ  શો છોડ્યો હતો. કહેવામાં આવી રહ્યું હતું કે સિરિયલ મેકર્સ અને શૈલેષ વચ્ચે બનતું નહોતું અને એક સાથે કામ કરવા માગતા નહોતા અને શૈલેષ લોઢાએ શાયરીઓ લખીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો પરંતુ શૈલેષ લોઢા સિરિયલ મેકર્સ સાથે પાછા જોવા મળી રહ્યા છે.

તાજેતરમાં એવું કહેવાય છે કે જેઠાલાલના બેસ્ટ ફ્રેન્ડ તારક મહેતા એટલે કેએક્ટર શૈલેષ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શોને અલવિદા કહી દીધું હતું પરંતુ હવે જેઠાલાલ એટલે કે અભિનેતા દિલીપ જોશીના નિવેદન બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે અભિનેતા શોમાં પરત ફરી શકે છે. હકીકતમાંઅભિનેતા દિલીપ જોશીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પરિવર્તન એક સ્પષ્ટ વસ્તુ છે. જ્યારે તે શો છોડે છે ત્યારે તે થોડું મુશ્કેલ છેકારણ કે તમારા કોસ્ટાર સાથે એક તાલ સેટ થઈ ગયો હોય છે. ના કહેવાનો કોઈ મતલબ નથી કેમ કે શૈલેષ ભાઈ   પણ આવી શકે છે. અભિનેતાના  નિવેદન બાદ શોના ચાહકોમાં ખુશીના લહેર છવાઈ ગઈ છે.

તારક મહેતા શોના ડાયરેક્ટર માલવ રાજદાએ પોતાના ઈન્સ્ટા પર એક ફોટો પોસ્ટ કર્યો છે. તેના લીધે બધે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.  ફોટામાં તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા પોતાના ફ્રેન્ડ સાથે હસતા જોવા મળી રહ્યા છે. અને નીચે કેપ્શન પણ લખ્યું છે કેમહેતા સાહેબ કો છોડ કર બાકી સબ કા પૈકઅપ.

તારક મહેતાના ફેન્સ  પોસ્ટ પર ખુશીમાં આવીને રિએક્શન આપી રહ્યા છે. સિરિયલના ફેન્સ મેકર્સને કહી રહ્યા છે કે તેને ફરીથી શોમાં પાછા લાવો. જેનો સીધો અર્થ એવો થાય છે કે શૈલેષ લોઢાને ફરીથી  શોમાં જોવા માગે છે.  ફોટો લોકોમાં આશાનું કિરણ ફેલાવી રહ્યો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post