• Home
  • News
  • ભ્રષ્ટાચારમાં ભારતની સ્થિતિમાં લગાતાર બીજા વર્ષે કોઇ સુધાર નહીં, લગાતાર બીજા વર્ષે પણ 78મા નંબરે
post

ગ્લોબલ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2019માં ભારતની રેન્કિંગમાં કોઇ સુધારો થયો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 08:47:54

નવી દિલ્હી: ગ્લોબલ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2019માં ભારતની રેન્કિંગમાં કોઇ સુધારો થયો નથી. તે 2018ની જેમજ 78 ક્રમાંકે યથાવત છે. નિષ્પક્ષ રીતે વૈશ્વિક સ્તર પર ભ્રષ્ટાચારનું વિશ્લેષણ કરનારી સંસ્થા ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા જાહેર કરવામાં આવેલા સર્વે પ્રમાણે ભારતનો ઇન્ડેક્સમાં કુલ સ્કોર 41 રહ્યો અને તે 78મા સ્થાને છે. 2017માં ઇન્ડેક્સમાં 40 પોઇન્ટ સાથે 81મા સ્થાન પર હતું. પહેલા 2016માં ભારત ઇન્ડેક્સમાં 79 સ્થાને હતું.

 

વખતે રસપ્રદ વાત રહી કે ભારત સાથે ચીન, ઘાના, બેનિન અને મોરક્કો પણ 78મા રેન્ક પર છે. પાડોસી દેશ પાકિસ્તાનની રેન્કિંગ 120 રહી. તે વધારે ભ્રષ્ટાચાર દર્શાવે છે. ઇન્ડેક્સમાં સાર્વજનિક ક્ષેત્રના ભ્રષ્ટાચારના મામલાઓમાં 180 દેશોને રાખવામાં આવ્યા છે. ઇન્ડેક્સ 0થી 100ના પોઇન્ટનો ઉપયોગ કરે છે જેમાં 0 સૌથી વધારે ભ્રષ્ટાચાર દર્શાવે છે જ્યારે નંબર 100 ખૂબજ ભ્રષ્ટાચારમુક્ત દર્શાવે છે.

 

બે તૃતિયાંશ દેશોનો સ્કોર 50થી ઓછો
ગ્લોબલ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ પ્રમાણે બે તૃતિયાંશ દેશોનો સ્કોર 50થી ઓછો છે અને એવરેજ સ્કોર 43 છે. 2012થી લઇને અત્યાર સુધી 22 દેશોએ તેમને સ્કોર સુધાર્યો છે. તેમાં એસ્ટોનિયા, ગ્રીસ અને ગુયાના સામેલ છે. 21 દેશોના સ્કોરમાં પછડાટ જોવા મળી જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા અને નિકારગુઆ સામેલ છે. જી-7 દેશોના ચાર દેશોના સ્કોરમાં ઘટાડો નોંધાયો હતો. તેમાં કેનેડા, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા સામેલ છે. જર્મની અને જાપાનના સ્કોરમાં કોઇ સુધારો નથી થયો. ઈટલીના સ્કોરમાં એક આંકડાનો સુધારો નોંધાયો છે.

 

રેન્ક

દેશ

સ્કોર

1.

ડેનમાર્ક

87

2.

ન્યૂઝીલેન્ડ

87

3.

ફિનલેન્ડ

86

4.

સિંગાપોર

86

5.

સ્વીડન

85

6.

સ્વિત્ઝર્લેન્ડ

85

7.

નોર્વે

84

8.

નેધરલેન્ડ

82

9.

જર્મની

80

10.

લક્ઝમ્બર્ગ

80

78.

ભારત

41

 

adv

Related News

post
post
post
post
post
post
post