• Home
  • News
  • આ વર્ષે રણજી અથવા વિજય હઝારેમાંથી કોઈ એક જ ટૂર્નામેન્ટ થશે, માર્ચમાં થશે વુમન્સ ડોમેસ્ટિક સીઝનની શરૂઆત
post

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી આ સીઝનમાં રણજી ટ્રોફી કરાવવાના પક્ષમાં હતા, જ્યારે અમુક સદસ્યોએ વિજય હઝારે ટ્રોફી (વનડે ફોર્મેટ) કરાવવાની વાત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-18 12:34:56

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)ના અપેક્સ કાઉન્સિલે ડોમેસ્ટિક ક્રિકેટ માટે મીટિંગ કરી. એમાં રણજી ટ્રોફી અને વિજય હઝારે ટૂર્નામેન્ટ અંગે નિર્ણય સ્થગિત કરાયો છે. જોકે એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોરોનાને કારણે આ વખતે બંનેમાંથી કોઈ એક જ ટૂર્નામેન્ટ થશે. જ્યારે વુમન્સ ડોમેસ્ટિક ક્રિકેટની શરૂઆત માર્ચથી થઈ શકે છે.

કોરોનાને કારણે લગભગ 10 મહિના પછી ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટની વાપસી થઈ ગઈ છે. 10 જાન્યુઆરીથી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમાઈ રહી છે. આ T-20 ટૂર્નામેન્ટ બાયો-બબલમાં રમાઈ રહી છે, જે 31 જાન્યુઆરી સુધી ચાલશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝન માર્ચ-એપ્રિલમાં રમાશે. તેવામાં બોર્ડ લીગ માટે વિન્ડો પણ ખાલી રાખવા માગે છે.

ગાંગુલી રણજી કરાવવાના પક્ષમાં
BCCI
ના એક સિનિયર ઓફિસરે ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે "અધ્યક્ષ (સૌરવ ગાંગુલી) આ સીઝનમાં રણજી ટ્રોફી કરાવવાના પક્ષમાં છે, જ્યારે અમુક સદસ્યો વિજય હઝારે ટ્રોફી કરાવવાની વાત કરી રહ્યા છે. તેવામાં કોઈ ટૂર્નામેન્ટ માટે સહમતી થઈ નથી. બંનેમાંથી કોઈ એક જ ટૂર્નામેન્ટ થશે, જેનો નિર્ણય આ અઠવાડિયાના અંત સુધીમાં લેવાશે.

વુમન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસીની પણ આશા
ઓફિસરે કહ્યું હતું કે "મહિલાઓની આખી હોમ સીઝન રમાશે. વુમન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી માટે પણ વાત કરાઈ રહી છે. ઇંગ્લેન્ડ અથવા શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવી શકે છે. " આ વર્ષે ઓક્ટોબરમાં ભારતની યજમાનીમાં થનાર મેન્સ T-20 વર્લ્ડ કપ અંગે BCCIએ સરકાર સાથે ટેક્સમાં છૂટ બાબતે વાત કરવાની છે. મીટિંગમાં આ મુદ્દે પણ ચર્ચા થઈ.

 

adv

Related News

post
post
post
post
post
post
post