• Home
  • News
  • એશિયા કપમાં આ 4 પાકિસ્તાની પ્લેયર્સથી ભારતને ખતરો:બાબર હાલ નંબર-1 બેટર, અફ્રિદીએ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરને આઉટ કર્યા હતા
post

ભારત આ વખતે વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લેવા માટે મેદાને ઉતરશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-16 18:02:58

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28મી ઑગસ્ટે રમાવવાનો છે. આ વખતે કોહલી-બાબરની વચ્ચે રાઇવલરીની રીતે જોવામાં આવી રહ્યો છે. ભારત આ વખતે વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લેવા માટે મેદાને ઉતરશે. પરંતુ 4 એવા પાકિસ્તાની ખેલાડીઓ છે, જેનાથી ભારતે સાવધાની રાખવી પડશે. આ ખેલાડીઓમાં મેચ બદલવાની ક્ષમતા છે.

1.       બાબર આઝમ:

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેનામાં મેચ બદલાની ક્ષમતા છે. હાલ તે ICC T20 રેન્કિંગમાં નંબર-1 છે. બાબરે 2021માં 127.58ની સ્ટ્રાઈક રેટથી 939 રન કર્યા છે. તેના બેટેથી એક સદી પણ આવેલી છે.ભારત સામેની વાત કરવામાં આવે તો આ ખેલાડીએ એકમાત્ર મેચ રમેલી છે. જેમાં તેણે 68* રનની ઇનિંગ રમી હતી. ભારત સામે સ્ટ્રાઈક રેટ 130.76નો છે.

2.      શાહિન અફ્રિદી:

 બાબર આઝમ પછી જો ભારતને જેની ચિંતા હોય તો તે શાહિન શાહ અફ્રિદી છે. આ યુવા બોલર નવા બોલથી વિકેટ લેવાની કાબેલિયત ધરાવે છે. વર્લ્ડ કપમાં અફ્રિદાએ જ ભારતના ટોપ ઓર્ડરને આઉટ કરીને ભારતની કમર ભાંગી નાખી હતી.. 22 વર્ષના આ ફાસ્ટ બોલર ટેસ્ટ અને વનડે રેન્કિંગમાં બીજા નંબરે છે. જોકે T20માં તે ટોપ-10મામ પણ સ્થાન ધરાવતો નથી. ભારતીય બેટરો આ ડાબા હાથના બોલર સામે છેલ્લા થોડા વર્ષોથી સંઘર્ષ કરતા જોવા મળે છે.

3.      મોહમ્મદ રિઝવાન:

T20 ફોર્મેટમાં નંબર-3નું સ્થાન ધરાવતા 30 વર્ષના આ બેટરે T20 વર્લ્ડ કપમાં બાબર આઝમ સાથે 152 રનની ભાગીદારી કરીને ભારતને હાર અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતના બોલરોને પણ તેની વિકેટ લેવામાં સફળતા મળી નહોતી. તે મેચમાં રિઝવાને 55 બોલમાં 1473.64ની સ્ટ્રાઈક રેટથી 79*ની ઇનિંગ રમી હતી.રિઝવાને ગયા વર્ષે T20માં 26 ઇનિંગમાં 73.66ની શાનદાર એવરેજથી 1326 રન ફટકાર્યા હતા. તે ઇનિંગને સંભાળી પણ શકે છે, અને જો જરૂર પડે તો ફટકાબાજી પણ કરી શકે છે.

4.      ફખર ઝમન:

ડાબા હાથના આ બેટર ભારતની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. ફખર ઝમને 5 વર્ષ અગાઉ ચેમ્પિયંસ ટ્રોફીની ફાઈનલમાં ભારત સામે પોતાના પ્રથમ મેચમાં જ સદી ફટકારી હતી. આ મેચમાં ભારતની હાર થઈ હતી. અને પાકિસ્તાને જીત મેળવીને ચેમ્પિયંસ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. 32 વર્ષના ફખર ઝમનની તાકાત ગાઉન્ડેડ શૉટ છે. ગયા વર્ષે તેના બેટેથી 415 રન આવ્યા હતા. જેમાં 3 અર્ધસદી સામેલ હતી. પાકિસ્તાનના ટૉપ-3 ખેલાડીઓમાં તેનું નામ આવે છે. એટલે ભારતે ફખર ઝમનથી બચીને રહેવું પડશે.

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post