• Home
  • News
  • T20 World Cup માં આ 4 ટીમ પહોંચશે સેમિફાઇનલમાં, પૂર્વ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી
post

આકાશ ચોપડાએ સોશિયલ મીડિયા પર સવાલ-જવાબ સેશન દરમિયાન જણાવ્યું કે, તે કઈ-કઈ ચાર ટીમો છે જે આ વખતે સેમિફાઇનલમાં જવાની દાવેદાર છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-15 10:06:02

નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપ 2021નો પ્રારંભ 17 ઓક્ટોબરથી UAE ની ધરતી પર થવા જઈ રહ્યો છે. આઈસીસીની આ મેગા ઇવેન્ટ પહેલા વિશ્વભરના ક્રિકેટ નિષ્ણાંતો મોટી-મોટી ભવિષ્યવાણી કરી રહ્યાં છે. પૂર્વ ભારતીય ઓપનર અને કોમેન્ટ્રેટર આકાશ ચોપડાએ ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં પહોંચનાર 4 મોટી દાવેદાર ટીમોના નામ જણાવ્યા છે. 

ટી20 વિશ્વકપમાં આ 4 ટીમ હશે સમિફાઇનલિસ્ટ
આકાશ ચોપડાએ સોશિયલ મીડિયા પર સવાલ-જવાબ સેશન દરમિયાન જણાવ્યું કે, તે કઈ-કઈ ચાર ટીમો છે જે આ વખતે સેમિફાઇનલમાં જવાની દાવેદાર છે. આકાશ ચોપડાની આ ચાર ટીમોમાંથી ત્રણ ટીમો પાછલા વિશ્વકપની સેમિફાઇનલમાં પણ પહોંચી હતી. આકાશ ચોપડાએ જણાવ્યુ કે ભારત, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાનની ટીમ ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકે છે. ભારત અને પાકિસ્તાન ગ્રુપ 2માં છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ ગ્રુપ-1માં છે. આકાશ ચોપડાએ ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમોને નજરઅંદાજ કરી છે. 

17 ઓક્ટોબરથી શરૂ થશે ટી20 વિશ્વકપ
ICC T20 World Cup
નું આયોજન 17 ઓક્ટોબરથી યૂએઈમાં થશે. આ ટૂર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લેશે. જ્યારે આ ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો 14 નવેમ્બર રમાશે. આઈપીએલ પૂરી થયા બાદ ટી20 વિશ્વકપની શરૂઆત થવાની છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post