• Home
  • News
  • કાલથી થઈ રહેલા મહત્ત્વના ફેરફારો:આરોગ્ય, વાહન, વીમા, ટેક્સ, ગેસ સહિત આ 9 મામલે ફેરફાર થવાના છે, કયા ફેરફારથી તમને કેવી રીતે, કેટલો ફાયદો થશે તે જાણો
post

ખુલ્લી મીઠાઇ પર એક્સપાયરી ડેટ દર્શાવવી પડશે, આરોગ્ય વીમામાં વધુ રોગો ઉમેરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-30 10:02:39

1 ઓક્ટોબરથી આ 9 ફેરફાર થવાના થશે.

·         લાઇસન્સ-આરસી બુક રાખવાની ઝંઝટ નહીં: વાહન ચલાવતી વખતે હવે લાઇસન્સ અને રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ સાથે રાખવાની જરૂર નહીં પડે. તેમની સોફ્ટ કોપી પણ માન્ય ગણાશે. મોટર વાહન અધિનિયમ, 1989માં સુધારા અંતર્ગત વાહનના ડોક્યુમેન્ટ્સની આઇટી પોર્ટલ દ્વારા જાળવણી થશે.

·         વાહન ચલાવતી વખતે મોબાઇલ યુઝ કરી શકાશે: વાહન ચલાવતી વખતે રૂટ નેવિગેશન માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકાશે. ડ્રાઇવરનું ધ્યાન ભંગ ન થવું જોઇએ. મોબાઇલ પર વાત કરવા બદલ 5 હજાર રૂ. સુધીનો દંડ થઇ શકશે.

·         ખુલ્લી મીઠાઇ પર એક્સપાયરી ડેટ લખવી પડશે: બજારમાં વેચાતી ખુલ્લી મીઠાઇ માટે વેપારીએ તેના ઉપયોગ માટેની એક્સપાયરી ડેટ દર્શાવવી પડશે. ખાદ્ય નિયામક એફએસએસએઆઇએ તે ફરજિયાત કરી દીધું છે.

·         આરોગ્ય વીમા પોલિસીમાં ફેરફાર: વીમા નિયંત્રક ઇરડાના નવા નિયમો મુજબ પોલિસીધારકે સતત 8 વર્ષ પ્રીમિયમ ચૂકવ્યું હોય તો કંપનીઓ ક્લેમ રિજેક્ટ નહીં કરી શકે. વધુ બીમારીઓ પણ કવર થશે. જોકે, તેના કારણે પ્રીમિયમ વધી શકે છે.

·         વિદેશમાં નાણા મોકલવા પર 5 ટકા ટેક્સ: વિદેશમાં સંતાનોને કે સંબંધીઓને નાણા મોકલો કે પ્રોપર્ટી ખરીદો તો જે-તે રકમ પર 5 ટકા ટીસીએસ ચૂકવવો પડશે. ફાઇનાન્સ એક્ટ, 2020 મુજબ લિબરલાઇઝ્ડ રિમિટન્સ સ્કીમ હેઠળ વાર્ષિક 2.5 લાખ ડોલર સુધીની રકમ વિદેશ મોકલી શકાય છે. તેને ટીસીએસના દાયરામાં લવાઇ છે.

·         સરસીયામાં ભેળસેળ નહીં: હવે સરસવનું તેલ (સરસીયું) શુદ્ધ મળશે. એફએસએસએઆઇએ તેમાં બીજા તેલ મિલાવવા પર રોક લગાવી દીધી છે. અત્યાર સુધી તેમાં રાઇસ બ્રાન ઓઇલ કે સસ્તા તેલ મિલાવાતા હતા.

·         કલર ટીવી મોંઘા થશે: કેન્દ્ર સરકારે કલર ટીવીના એસેમ્બલિંગમાં વપરાતા ઓપન સેલ કમ્પોનન્ટની આયાત પર 5 ટકા કસ્ટમ ડ્યુટી બહાલ કરી દીધી છે. તેના પર સરકારે એક વર્ષની છૂટ આપી હતી.

·         ગૂગલ મીટ પર ફ્રી મીટિંગ 60 મિનિટ જ: ઓનલાઇન મીટિંગ માટે ગૂગલ મીટનો ઉપયોગ મર્યાદિત થશે. ફ્રી યુઝર મહત્તમ 60 મિનિટ મીટિંગ કરી શકશે. પેઇડ યુઝર્સ તેનાથી લાંબી મીટિંગ કરી શકશે.

·         ઉજ્જવલા ગેસ કનેક્શન ફ્રી નહીં: એલપીજી (રાંધણગેસ) કનેક્શન વિના મૂલ્યે મેળવવાની પ્રક્રિયા 30 સપ્ટેમ્બરે પૂરી થઇ રહી છે. કોરોનાના કારણે આ તારીખ લંબાવાઇ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post