• Home
  • News
  • CCTVથી બચવા ચોરનો પ્રયાસ:વડોદરામાં સૂતાં સૂતાં દુકાનનું તાળું તોડવાનો પ્રયાસ નિષ્ફળ થતાં છેવટે બેસીને તાળું તોડ્યું
post

નિઝામપુરાની ભક્તિનગર સોસાયટીમાં રહેતા પ્રેમજી હાથીયાણી જય કોમ્પ્લેક્ષમાં બ્યુલાઈટ પ્રિન્ટ સોલ્યુશન નામની ઝેરોક્ષ પ્રિંટીંગની દુકાન ચલાવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-10 18:14:43

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારના જય કોમ્પ્લેક્ષમાં ફિલ્મી ઠબે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ચોરે પહેલા 2 દુકાનના નકુચાઓ તોડવાના પ્રયાસ કર્યાં હતા, પણ તે ન તૂટતા તે ઘસડાઈને ત્રીજી દુકાનમાં ગયો હતો અને ત્યાંથી 8 હજારના મુદ્દામાલની ચોરી કરી હતી. પોલીસે CCTV તપાસતાં જોવા મળ્યું હતું કે, આરોપી એક દુકાનેથી બીજી દુકાને ઘસડાઈને ગયો હતો.

માલિક પહોંચ્યા ત્યારે દુકાનના શટરના નકુચા તૂટેલા હતા
નિઝામપુરાની ભક્તિનગર સોસાયટીમાં રહેતા પ્રેમજી હાથીયાણી જય કોમ્પ્લેક્ષમાં બ્યુલાઈટ પ્રિન્ટ સોલ્યુશન નામની ઝેરોક્ષ પ્રિંટીંગની દુકાન ચલાવે છે. મંગળવારે સવારે 8 વાગે તે દુકાને પહોંચ્યા, ત્યારે શટરના નકુચા તૂટેલા હતા. તેમણે પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક તેમની દુકાને આવી જોતાં દુકાનના ગલ્લામાંથી 8 હજારની રોકડ રકમ ગાયબ હતી.

તસ્કર 60 ફુટ ઘસડાઈને દુકાનમાં પહોંચ્યો
પોલીસે દુકાનના અને કોમ્પ્લેક્ષના CCTV તપાસ્યા હતાં. કોમ્પ્લેક્ષના CCTVમાં જોવા મળ્યું હતું કે, ચોરે પહેલા જય કોમ્પ્લેક્ષમાં આવેલી જય પેથોલોજી અને જય મેડિકલના તાળા તોડવાના પ્રયાસ કર્યાં હતા, પણ તે ન તૂટતા 60 ફુટ ઘસડાઈને પ્રેમજીની દુકાનમાં આવ્યો હતો. પહેલા તેણે સુતાસુતા તાળુ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પણ ના તૂટતાં તેણે બેસીને તાળુ તોડી દુકાનમાં પ્રવેશ્યો હતો.

દુકાનમાં ગલ્લા અને મંદિરમાંથી ચોરી
દુકાન માલિક પ્રેમજી હાથીયાણીએ જણાવ્યું હતું કે, મારી દુકાનમાં રાત્રે દોઢ વાગ્યે ચોરી થઈ છે. એક તસ્કરે આવીને શટરના બંને લોક તોડીને ગલ્લા અને મંદિરમાંથી ચોરી કરી છે. ચોર 25થી 30 વર્ષની ઉંમરનો હોય તેવો દેખાય છે. મારી દુકાન પાસેની ટીમ્બર માર્ટની દુકાન તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો લોક ન તૂટતા મારી દુકાનમાં ચોરી કરી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post