• Home
  • News
  • WhatsApp નું આ ફીચર પહેલાં કરતા છે વધુ સારું, હવે મેસેજ મોકલતા પહેલા સાંભળી શક્શો વોઈસ મેસેજ
post

વોઈસ મેસેજ મોકલતા પહેલા તેને ફરી એકવાર સાંભળી શકે તેવી લોકોની ઈચ્છાને WHATSAPPએ પૂર્ણ કરી છે. નવા ફીચરમાં કોઈ પણ વોઈસ મેસેજને મોકલતા પહેલા તેને રિવ્યુ કરી શકાશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-05 12:13:26

અમદાવાદઃ હાલના સમયમાં લોકો દ્વારા ઉપયોગમાં લેવાતું એપ WHATSAPP બહુ પ્રખ્યાત છે. WHATSAPPનો વોઈસ ફિયર પણ લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. આ ફીચરનો ઉપયોગ કરતા લોકોની ઈચ્છા હતી કે તેઓ વોઈસ મેસેજ મોકલતા પહેલા તેને ફરી એકવાર સાંભળે. વોઈસ મેસેજ મોકલતા પહેલા તેને ફરી એકવાર સાંભળી શકે તેવી લોકોની ઈચ્છાને WHATSAPPએ પૂર્ણ કરી છે. નવા ફીચરમાં કોઈ પણ વોઈસ મેસેજને મોકલતા પહેલા તેને રિવ્યુ કરી શકાશે.

WHATSAPP લાંબા સમયથી વોઈસ મેસેજની પ્લેબેક સ્પીડ પર કામ કરી રહ્યું હતું. આ ફીચરનું હાલમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરના ઉપયોગથી યુઝર કોઈ પણ વોઈસ મેસેજને ઝડપી અથવા ધીમી સ્પીડે સાંભળી શકશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે માઈકના બટનને ક્લિક કરવું પડશે. જે બાદ યુઝર પોતાના વોઈસ મેસેજના બટનને દબાવી રાખવાની સાથે મેસેજ રેકોર્ડ કરી કરી શકે છે. અને બટનને છોડતાની સાથે જ વોઈસ મેસેજ અન્ય યુઝર પાસે જતો રહેશે.

નવા વોઈસ મેસેજ ફીચર આવ્યા બાદ યુઝરને રિવ્યુ બટન પણ મળશે. એટલે કે કોઈ પણ યુઝર વોઈસ મેસેજને મોકલતા પહેલા તેને સાંભળી શક્શે તેમજ કેન્સલ પણ કરી શક્શે. હાલના સમયમાં WHATSAPPનું આ ફીચર ANDROID BETA યુઝર માટે છે. આ ફીચરને નોન બીટા યુઝર માટે પણ લોન્ચ કરવામાં આવશે. IOS યુઝર માટે પણ આ ફીચર લોન્ચ કરવામાં આવશે.

WHATSAPP DISAPPEARING MESSAGE-
WHATSAPP
એ હાલમાં DISAPPEARING મેસેજના ફીચરને લોન્ચ કર્યું હતુંજેને એક્ટિવેટ કરવાથી કોઈ પણ ચેટમાં મોકલેલા મેસેજ 7 દિવસની અંદર પોતાની રીતે ડિલીટ થઈ જશે. હવે કંપની DISAPPEARING ફોટોસ પર કામ કરી રહી છે. એક રિપોર્ટનો દાવો છે કે WHATSAPP DISAPPEARING ફોટો ફીચર પર કામ કરી રહ્યું છેજે અંતર્ગત મેસેજની જેમ નિર્ધારિત સમય બાદ મોકલેલો ફોટો પણ પોતાની રીતે ડિલીટ થઈ જશે.

મલ્ટી ડિવાઈસ સપોર્ટ-
કેટલાક લોકો માટે મહત્વનું ફીચર મલ્ટી ડિવાઈસ સપોર્ટ છે. હાલમાં WHATSAPPમાં એક એકાઉન્ટને માત્ર એક ડિવાઈસમાં જ ચલાવી શકાય છે. જેનો મતલબ છે કે તમે તમારી પ્રાઈમરી ડિવાઈસનો ઉપયોગમાં લેવાયેલા નંબરને કોઈ બીજી ડિવાઈસમાં રજિસ્ટર નહીં કરી શકે. જો તમે તમારો નંબરને કોઈ પણ ડિવાઈસમાં રજિસ્ટર કરો છોતો તમારું એકાઉન્ટ છેલ્લા ડિવાઈસથી હટી જશે. જો કે મલ્ટી ડિવાઈસ સપોર્ટના આવવાથી તેવું નહીં થાય. કંપની આ નવા ફીચર પર લાંબા સમયથી કામ કરી રહી છે. અને ખબરોની માનીએ તો હવે WHATSAPPમાં મલ્ટી ડિવાઈસ સપોર્ટ આવવામાં બહુ સમય બચ્યો નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post