• Home
  • News
  • બિગ બોસ ફેમ દિવ્યા અગ્રવાલને આ રીતે અપૂર્વએ કર્યુ પ્રપોઝ, વીડિયો વાયરલ
post

બર્થ ડે ગર્લે સુંદર ડ્રેસમાં જોવા મળી રહી છે. એક તસવીરમાં તેણે રિંગ પણ ફ્લોન્ટ કરી છે, જે યૂનિક છે અને તેના પર લખ્યું છે 'બાઈકો'.

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-07 19:12:31

મુંબઈ : બિગ બોસ ફેમ દિવ્યા અગ્રવાલનો 5 ડિસેમ્બરે પોતાનો 30મો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેનું સેલિબ્રેશન પણ ખાસ હતું, કારણકે અપૂર્વએ દિલ્યાને પ્રપોઝ કર્યુ હતું. જેનો વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો સામે આવતા દિવ્યાના ચાહકો તેણીને શુભકામના આપવા લાગ્યા છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે. 

બર્થ ડે ગર્લે સુંદર ડ્રેસમાં જોવા મળી રહી છે. એક તસવીરમાં તેણે રિંગ પણ ફ્લોન્ટ કરી છે, જે યૂનિક છે અને તેના પર લખ્યું છે 'બાઈકો'.

આ વીડિયોમાં અપૂર્વા દિવ્યાને રિંગ પહેરાવી હતી. તેના પહેલા દિવ્યાએ પોતાની સગાઈના ફોટો પણ શેર કરતા પોસ્ટમાં લખ્યુ હતું, "શું હું ક્યારેય સ્માઈલ કરવાનું બંધ કરી શકીશ? કદાચ નહીં. જીવનમાં વધારે ચમક આવી ગઈ છે અને મને આ યાત્રાને શેર કરવા માટે એક બરાબર વ્યક્તિ મળી ગયું છે..."

અપૂર્વ પડગાંવકર એન્જિનિયર છે. તે એક બિઝનેસમેન છે અને પોતાની રેસ્ટોરાં ચલાવે છે. મુંબઈમાં તેની માલિકીની ચાર રેસ્ટોરાં છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post