• Home
  • News
  • આ ખેલાડીની લોટરી લાગી, ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયામાં મળ્યું સ્થાન
post

વિરાટ કોહલીને પ્રભાવિત કર્યા બાદ ટીમમાં મળ્યું સ્થાન

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-11 10:09:02

આઇપીએલ 2021ના બીજા તબક્કામાં પોતાની ફાસ્ટ બોલિંગથી કહેર વર્તાવનાર જમ્મૂ-કાશ્મીરના પેસર ઉમરાન મલિકની લોટરી લાગી ગઇ છે. આ યંગ બોલરને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી શાનદાર બોલિંગ કરવાનું ઇનામ મળ્યું છે.

ટીમ ઇન્ડિયાનો નેટ બોલર બન્યો ઉમરાવ

ઉમરાન મલિકને આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2021 માટે ટીમ ઇન્ડિયાના નેટ બોલર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તેણે ગત દિવસોમાં આઇપીએલ 2021 દરમિયાન ફાસ્ટ બોલિંગ કરી હતી.

‘UAEમાં જ રોકાશે ઉમરાન મલિક

સૂત્રો અનુસાર, ઉમરાન ટીમની સાથે જ નેટ બોલર તરીકે ત્યાં જ રોકાશે. તે આઇપીએલમાં ખુબ જ સારૂ પ્રદર્શન કર્યું અને અમને અનુભવાયું કે બેટ્સમેનોને નેટમાં તેનો સામનો કરવો એક સારો આઇડિયા રહેશે. તેના (ઉમરાન) માટે પણ આ એક સારી તક રહેશે. કારણ કે તે કોહલી અને રોહિત જેવા ક્વોલિટી બૈટર્સ સામે બોલિંગ કરશે.

નોંધનિય છે કે, ઉમરાન મલિકને ટી નટરાજનના કોરોના વાયરસ પીડિત થયા બાદ ટીમમાં રમવાની તક મળી. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ વિરૂદ્ધ ડેબ્યૂ મેચમાં જ્યાં 151.03 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરી ત્યાં જ પોતાની બીજી મેચમાં આરસીબી વિરૂદ્ધ 152.95 કિલોમીટરની ઝડપે બોલિંગ કરી હતી.

ઉમરાન મલિકની બોલિંગથી વિરાટ કોહલી એટલો પ્રભાવિત થયો કે તેણે પોતાના ઓટોગ્રાફવાળી RCBની જર્સી તેને ભેટમાં આપી હતી અને બંન્નેની તસવીર ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post