• Home
  • News
  • શાસ્ત્રીએ કહ્યું- આ વર્ષે અમે બધી વન ડેનો T-20 વર્લ્ડ કપની તૈયારી માટે ઉપયોગ કરીશું
post

શાસ્ત્રીએ કહ્યું- વર્લ્ડ કપ જીતવું અમારું જુનૂન અને તે પૂરું કરવા માટે અમે બધું કરીશું

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-23 11:29:08

ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, T-20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે વર્ષે રમાનાર બધી વનડે મેચનો ઉપયોગ કરીશું. વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2020 સુધી ચાલશે. શાસ્ત્રીએ કહ્યું કે, ટીમમાં 'હું' નહીં, 'આપણે'ની વાત થાય છે. બધા એકબીજાની સફળતાની ઉજવણી કરે છે, કારણકે જીત ટીમની હોય છે.

 

ઓસ્ટ્રેલિયા સામેની જીત અમારી માનસિક તાકતનો પુરાવો

 ટીમ ઇન્ડિયા ફેબ્રુઆરી-માર્ચમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે 5 T-20, 3 વનડે અને 2 ટેસ્ટની સીરિઝ રમશે. તે પછી માર્ચમાં દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે 3 વનડેની સીરિઝ રમશે. તાજેતરમાં ભારતે 3 મેચની સીરિઝમાં 0-1થી પાછળ રહ્યા બાદ શ્રેણી પોતાના નામે કરી હતી. શાસ્ત્રીએ કહ્યું, "ઓસ્ટ્રેલિયા સામેની જીત ભારતની માનસિક તાકતનો પુરાવો છે. વાનખેડેમાં હાર પછી ટીમે શાનદાર વાપસી કરી, જેના વખાણ થવા જોઈએ. જીત સાબિત કરે છે કે અમે આક્રમક ક્રિકેટ રમીએ છીએ."

 

·         ટોસના મહત્ત્વ અંગે ઇન્ડિયન કોચે કહ્યું કે, "ટોસની વાત કરો. અમે દરેક પરિસ્થિતિમાં કોઈપણ દેશમાં દરેક ટીમ સામે સારું પ્રદર્શન કરી શકીએ છીએ. વર્લ્ડ કપ જીતવું અમારું જુનૂન છે અને અમે તે પૂરું કરવા બધું કરીશું."

 

·         ધવનની ઇજા અંગે શાસ્ત્રીએ કહ્યું કે, દુખની વાત છે. કારણકે તે અનુભવી ખેલાડી છે. કોઈપણ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો ટીમમાં બધા ખેલાડીઓ દુખી થાય છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસની તૈયારીઓ અંગે તેણે કહ્યું કે, "ટીમ તરીકે અમે વધુ વિચારતા નથી. ત્યાં પરિસ્થિતિ પ્રમાણે રમીશું."

 

·         વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે પછી કહ્યું હતું કે, લોકેશ રાહુલના રૂપમાં અમને વિકેટકીપર તરીકે સારો વિકલ્પ મળ્યો છે. અંગે શાસ્ત્રી કોહલીની વાત સાથે સહમત થયા હતા. તેમણે કહ્યું કે, ટીમ પાસે વધુ વિકલ્પ હોવા સારી વાત છે. તેમજ કેદાર જાધવને વનડેમાંથી સાઈડલાઈન કરવાની વાતને શાસ્ત્રીએ ખોટી કહી હતી. તેમણે કહ્યું કે, કેદાર ટીમનો મહત્ત્વનો ભાગ છે. તે ન્યૂઝીલેન્ડ સામે રમશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post