• Home
  • News
  • દુનિયાભરમાંથી 33 હજાર લોકો મદદ માટે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા, રૂ. એક હજાર કરોડનું દાન મળ્યું
post

રાહત સામગ્રીથી કોમ્યુનિટી હૉલથી લઈને ફૂટબોલનાં મેદાન ભરાઈ ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-13 11:27:41

સિડની: ઓસ્ટ્રેલિયાના 136 સ્થળે લાગેલી ભીષણ આગથી 1.4 હેક્ટરમાં ફેલાયેલો જંગલ વિસ્તાર બળીને ભસ્મીભૂત થઈ ગયો છે. દુર્ઘટનામાં 100 કરોડથી વધુ વન્ય જીવો પણ જાન ગુમાવી ચૂક્યા છે. બે હજારથી વધુ ઘર ખાક થઈ ગયા છે અને અત્યાર સુધી 26 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે, દુર્ઘટના જેટલી મોટી છે, લોકોએ તેટલી મદદ કરીને માનવીય મૂલ્યોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દુર્ઘટનામાં લોકોને મદદ કરવા અત્યાર સુધી રૂ. 1 હજાર કરોડનું દાન મળી ચૂક્યું છે. ઉપરાંત લોકો કરિયાણું, પાણી, કપડાં, જૂતા, પાણી અને દવાઓ સહિત રોજિંદા જીવનમાં ઉપયોગી હજારો ચીજવસ્તુઓ પણ મોકલી રહ્યા છે. ચીજવસ્તુઓથી ફાયર સ્ટેશનો, કોમ્યુનિટી હોલ અને ફૂટબોલ ગ્રાઉન્ડ પણ ભરાઈ ગયા છે. ઓસ્ટ્રેલિયા સરકારે પણ દુર્ઘટનાને નાથવા આશરે રૂ. દસ હજાર કરોડ જાહેર કર્યા છે. એટલું નહીં, પ્રત્યક્ષ મદદ માટે દુનિયાભરના 33 હજારથી વધુ કાર્યકરો પણ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે. મદદની આવી મિસાલ નોર્થ વિક્ટોરિયાની મહિલા ફાયર ફાઈટરની ટીમે પણ આપી છે.


100
થી વધુ મહિલાઓનું જૂથ રાત-દિવસ કામ કરી રહ્યું છે
ખાસ વાત છે કે, સમૂહનું સુકાન 52 વર્ષીય કેરિમાન સેલિંગના હાથમાં છે. 100થી વધુ મહિલાઓનું જૂથ રાત-દિવસ કામ કરી રહ્યું છે. પીળા કપડાના કારણે તેમને યલો બ્રિગેડની ઓળખ મળી છે. જૂથ 90ના દસકામાં બન્યું હતું. હકીકતમાં તેમના લેક ટાયર્સ વિસ્તારમાં ફાયર બ્રિગેડ પહોંચવામાં 45 મિનિટનો સમય લાગતો. એટલે મહિલાઓએ આગ બુઝાવવાનું શીખી લીધું. રીતે સ્વ-સહાય ફાયર બ્રિગેડની રચના થઈ ગઈ. ત્યાર પછી દુનિયાભરમાં ક્રોકોડાઈલ મેન તરીકે જાણીતા સ્ટિવ ઈરવિનના પરિવારે તેમની પરંપરાને આગળ વધારી. 2006માં એક ડોક્યુમેન્ટરીનું શૂટિંગ કરતીવખતે એક દરિયાઈ માછલીના કરડવાથી સ્ટિવનું મૃત્યુ થયું હતું. જોકે, ઘટના પછીયે તેમના પરિવારે વન્ય જીવો સાથેનો નાતો ના તોડ્યો. હાલ ઈરવિન પરિવાર ક્વિન્સલેન્ડમાં વાઈલ્ડ લાઈફ હોસ્પિટલ ચલાવે છે, જ્યાં સ્ટિવની પત્ની ટેરી, 21 વર્ષીય પુત્રી વિન્ડી અને 16 વર્ષીય પુત્ર રોબર્ટ વન્ય પ્રાણીઓની સેવામાં વ્યસ્ત હોય છે. વિન્ડી કહે છે કે, અમારી હોસ્પિટલ પહેલેથી વ્યસ્ત છે. ઈરવિન પરિવાર આગના કારણે 90 હજારથી વધુ વન્ય જીવોની સારવાર કરી ચૂક્યો છે, જ્યારે સામાન્ય દિવસોમાં વર્ષે 8 હજાર જાનવરોને સારવાર અપાય છે. નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયન કોમેડિયન સેલેસ્ટે બાર્બરે આગ પીડિતોની મદદ માટે રૂ. 355 કરોડ ભેગા કર્યા છે. તેમણએ ફેસબુકની મદદથી ચેરિટી માટે સૌથી વધુ રકમ ઉઘરાવી છે.


બળેલા ઠૂંઠા પર કુંપળો ફૂટી, તસવીર 37 હજાર વખત શેર થઈ
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના સેન્ટ્રલ કોસ્ટ - એક મહિના પહેલા અહીં આગ લાગી ત્યારે જમીનથી લઈને વૃક્ષો સુધી બધું બળી ગયું હતું. પરંતુ બળેલા ઠૂંઠા પર કૂંપળો ફૂટવા લાગી છે. જોકે, હજુ તો વરસાદ પણ નથી પડ્યો. કૂંપળોની તસવીર સોશિયલ મીડિયા પર આશાની તસવીર બનીને વાઈરલ થઈ ગઈ છે. ફોટોગ્રાફર મરી લાઈએ ક્લિક કરેલી તસવીર ફેસબુક પર ફક્ત 48 કલાકમાં 37 હજારથી વધુ વખત શેર થઈ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post