• Home
  • News
  • અમદાવાદ, દિલ્હી સહિતના 12 એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
post

ઈ-મેલમાં એરપોર્ટ બિલ્ડીંગમાં બોમ્બ પ્લાન્ટ કર્યાની વાત

Written By newsonline | Ahmedabad | Published: 2024-05-13 12:05:04

નવી દિલ્લી: અમદાવાદ એરપોર્ટ સહિત દેશભરના 12 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ભોપાલના રાજા ભોજ એરપોર્ટની સાથે દિલ્હી, જયપુર, લખનઉ, પટના, અગરતલા, ગુવાહાટી, જમ્મુ, ઔરંગાબાદ, બાગડોગરા અને કાલિકટ એરપોર્ટને પણ ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. રવિવારે બપોરે લગભગ 3 વાગ્યે મોકલવામાં આવેલા ઈ-મેલમાં કહેવામાં આવ્યું છે કે એરપોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ મૂકવામાં આવશે. મેસેજ મોકલનારે ગ્રુપનું નામ કોર્ટ રાખ્યું છે. ભોપાલ એરપોર્ટ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી છે.

દેશના 12 એરપોર્ટ પર બ્લાસ્ટની ધમકી

CISFના સત્તાવાર ઈ-મેલ પર અમદાવાદ, ભોપાલ સહિત દેશના 12 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મેલમાં લખ્યું હતું- એરપોર્ટ બિલ્ડિંગમાં એક્સપ્લોઝિવ ડિવાઈસ લગાવવામાં આવ્યું છે. થોડા કલાકોમાં બ્લાસ્ટ થશે. આ મેઇલને ધમકી ન ગણો. બોમ્બને ડિફ્યુઝ કરો, નહીં તો ઘણા નિર્દોષ લોકો મરી જશે.

13 દિવસ પહેલા પણ ધમકી મળી હતી

આ પહેલા 29 એપ્રિલે પણ ભોપાલ એરપોર્ટ પર ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. જે બાદ રાજાભોજ એરપોર્ટના મુખ્ય સુરક્ષા અધિકારી વિશાલ કુમાર શર્માએ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 29 એપ્રિલે સવારે 9.37 વાગ્યે એરપોર્ટ ડાયરેક્ટરના સત્તાવાર ઈમેલ પર મેઈલ આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ભોપાલ સહિત દેશના અન્ય એરપોર્ટ અને એરક્રાફ્ટ પર બોમ્બ હુમલા થશે. ધમકી બાદ CISFએ એરપોર્ટ પર સર્ચ હાથ ધર્યું હતું. લગભગ 2 કલાક સુધી ચાલેલી આ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

8 સપ્ટેમ્બર 2022ના રોજ પણ ધમકી મળી હતી

8 સપ્ટેમ્બર 2022ના રોજ પણ રાજા ભોજ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ એરપોર્ટ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ભોપાલથી આગ્રા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી અને કહેવામાં આવ્યું હતું કે તેને 350 કિલોના ડિટોનેટરથી વિસ્ફોટ કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post